Mob Lynching : શું હોય છે મોબ લિંચિંગ? જાણો ક્યાંથી શરૂઆત થઈ અને કેમ ચર્ચામાં છે?
દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ ભીડ દ્વારા લોકોની હત્યા કરવાની ઘટનાઓ બની રહી છે. મોદી સરકાર પર તેને વધારવાનો પણ આરોપ લાગી રહ્યા છે. ભીડ દ્વારા કોઈની હત્યા કરીએ તેને મોબ લિંચિંગ તરીકે ઓખળવામાં આવે છે.
2014 માં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ ખુબ ચર્ચા થઈ રહી છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે આખરે આ મોબ લિંચિંગ શું છે અને તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ?

સરળ ભાષામાં મોબ લિંચિંગને સમજીએ તો જ્યારે ટોળુ કાયદો પોતાના હાથમાં લઈને નિર્ણયો લે અને કોઈ વ્યક્તિ પર આરોપો લગાવીને તેને મારી નાંખે છે. આ સ્થિતીને મોબ લિંચિંગ તરીકે ઓળખવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બીજેપી પ્રેરિત લોકોએ ગાયની તસ્કરી, બાળકોની ચોરી અને આવા ઘણા કિસ્સાઓમાં મોબ લિંચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે. આમાં લોકોની ભીડ આરોપી મરે ત્યાં સુધી મારતી રહે છે. ઘણા કેસોમાં માત્ર શંકાના કારણે આરોપીની હત્યા કરવામાં આવે છે.
મોબ અને લિંચિંગ બંને અંગ્રેજી શબ્દો છે. મોબ એટલે ભીડય એક જગ્યાએ ભેગા થયેલા લોકોને ટોળું કહી શકાય. જો કોઈ વ્યક્તિને કોઈપણ કાયદાકીય સુનાવણી વિના મૃત્યુદંડ આપવામાં આવે તો તેને લિંચિંગ કહેવામાં આવે છે.
લિંચિંગ શબ્દ દક્ષિણ કેરોલિનાના લિંચ પરથી આવ્યો છે, જ્યાં લોકો કોઈને કોઈ મુદ્દા માટે એકઠા થતા પરંતુ આ પછી ટોળાએ હિંસા શરૂ કરી દીધી હતી. આવી અનેક ઘટનાઓ બની જેમાં લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક લોકો એવું પણ કહે છે કે લિંચિંગ શબ્દ અમેરિકાથી આવ્યો છે.












Click it and Unblock the Notifications
