સંદેહ અલંકાર: મીડિયાથી મોદી કે મોદીથી મીડિયા?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 માર્ચ: દેશમાં રાજકીય ગરમાવો વર્તાઇ રહ્યો છે. ભાજપ એક તરફ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સહારે ચૂંટણી જીતવાનું સપનું પુરૂ કરવા માંગે છે તો બીજી તરફ આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ઝેર ઓકીને આખા મીડિયા જગત પર સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલના અનુસાર દેશમાં નરેન્દ્ર મોદીની લહેર નથી, નરેન્દ્ર મોદીને હીરો બનાવવામાં મીડિયાનો હાથ છે.

ત્યારબાદ એક મોટી ચર્ચા શરૂ થઇ જાય છે કે મીડિયાથી મોદી કે મોદીથી મીડિયા છે? અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો તમે ટેલિવિઝન ચેનલો જુઓ, તો તેઓ દરરોજ એક વ્યક્તિને નિર્ણાયક અને કરિશ્માઇ વ્યક્તિત્વના રૂપમાં બતાવે છે, જેની પાસે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા અને અર્થવ્યવસ્થાને નવી ઉંચાઇ પર લઇ જવાનો નકશો તૈયાર છે.

પરંતુ શું આ સાચી વાત છે અથવા પછી એક વ્યક્તિને મૃગજળ બનાવવા માટે મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ ભય છે, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા બાદ પણ પોતાના પર લાગેલા 2002ના ગોધરા કાંડના દાગ સાફ કરવા પડશે.

16 મેના રોજ એ નક્કી થઇ જશે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે કે નહી. પરંતુ હાલ જે વાત લઇને લોકોને હેરાન કરી રહી છે, તે મીડિયા અથવા પછી ઇલેક્ટ્રોનિક મીડિયાના કેટલાક ભાગ દ્રારા મોદીનો કરવામાં આવેલો મહિમામંડળ છે.

તેમાં કોઇ શક નથી કે નરેન્દ્ર મોદી એક નિર્ણાયક અને કુશળ નેતાના રૂપમાં સામે આવ્યા છે જે દેશના આર્થિક પરિદ્વશ્યને બદલી શકે છે, જેમ કે તે પોતે હિન્દુત્વની અપેક્ષાએ વિકાસ પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મુકે છે.

છબિ સુધારવાનો પ્રયત્ન

છબિ સુધારવાનો પ્રયત્ન

પરંતુ આ છુપાયેલું તથ્ય છે કે નરેન્દ્ર મોદી 2002ના રમખાણોના દાગ સાફ કરવા માટે જનતા વચ્ચે પોતાની છબિ બનાવવા માટે કામ કરી રહ્યાં છે, કારણ કે તેમને ખબર છે કે સાત રેસ કોર્ડ રોડનો માર્ગ એટલો આસાન નહી હોય?

સોશિયલ મીડિયા પર મોદી એક બ્રાંડ છે

સોશિયલ મીડિયા પર મોદી એક બ્રાંડ છે

બ્રાંડ મોદી નવા અને જુના મીડિયાની રચના છે. સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી એક બ્રાંડ છે. ટ્વિટર પર તેમના 35 લાખથી વધુ ફોલોવર છે, જ્યારે ફેસબુક પર 1.1 કરોડ પ્રશંસક છે.

આપથી ખતરો?

આપથી ખતરો?

આ સમાચાર જુના છે. નરેન્દ્ર મોદીનો મીડિયા કયા પ્રકારે પ્રચાર કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાના માર્ગમાં એકમાત્ર ખતરો નવી પાર્ટી આમ આદમી પાર્ટી (આપ) છે. કોંગ્રેસ જહાજ ડૂબતું જોવા મળી રહ્યું છે અને તેના કેટલાક વરિષ્ઠ નેતા રાજકારણનો સ્વાદ ચાખવા માંગતા નથી, ના તો ત્રીજા મોરચામાં કોઇ મજબૂત નેતા જોવા મળી રહ્યો.

મીડિયા એક મહત્વપૂર્ણ હથિયાર

મીડિયા એક મહત્વપૂર્ણ હથિયાર

આ સ્વિકારી લેવામાં આવેલું તથ્ય છે કે મીડિયા એક મહત્વપૂર્ણ હથિયાર છે જે જનતાનું મન બદલી શકે છે, પરંતુ શું ફક્ત એક નેતાના પક્ષમાં વાત કરી કરવી યોગ્ય છે?

જવાબ ફક્ત મીડિયા જ આપી શકે છે

જવાબ ફક્ત મીડિયા જ આપી શકે છે

આ પ્રશ્નનો જવાબ ફક્ત મીડિયા જ આપી શકે છે અને તે કઠિન કામ હશે. પરંતુ મીડિયા ખાસકરીને ટેલિવિઝન ચેનલ આ અનુભવતી નથી કે કેજરીવાલ પર દરરોજ કરવામાં આવતાં પ્રહારથી તેમની વિશ્વસનીયતા પ્રભાવિત થઇ શકે છે.

English summary
Is there a wave for the BJP’s prime ministerial candidate Narendra Modi? Certainly yes, if you watch television channels that day-after-day and night-after-night showcase a man who has been projected as decisive and charismatic, with plans to rid the country of corruption and has already drawn a roadmap to take India to higher economic growth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X