For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વાનરે કઇક આ રીતે શીખવાડી માણસાઇ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

કાનપુર, 23 ડિસેમ્બર: ક્યારેક-ક્યારેક જાનવરો પાસેથી માણસાઈની એવી શીખ મળી જાય છે, જેને માણસ એક બીજાને નથી શીખવાડી શકતા. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશની ઓદ્યોગિક રાજધાની કાનપુરમાં સામે આવી છે. અહીંના રેલવે સ્ટેશન પર 11 હઝાર વોલ્ટના હાઇટેંશન લાઇન સાથે ટકરાયેલા પોતાના એક સાથીને એક વાનર મોતના મુખમાંથી પાછો ખેંચી લાવે છે.

monkey
આ વાનર વીજળીના તારના સંપર્કમાં આવતા જ નીચે પડી જાય છે, લોકોને એવું લાગે છે કે તે મરી ચૂક્યો છે. પરંતુ તેનો એક સાથી વાનર તેને બચાવવામાં લાગી જાય છે. તે ઇજાગ્રસ્ત વાનરને ભાનમાં લાવવા માટેની કોશીશ કરે છે. દૂર ઊભેલા લોકો આ બધું જ પોતાની આંખોથી જોઇ રહ્યા હતા, અને પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં બીજા બે વાનરો આવ્યા. તેમાંથી એક વાનરે ઘાયલ વાનરને ભાનમાં લાવવા માટે જે કર્યું તે માનવજાત માટે એક સંદેશા સમાન હતું.

સાથી વાનરે હાર ના માનતા તેને બચાવવાની કોશિશ કરવા લાગ્યો. તેણે બેભાન વાનરને પાસેના નાળામાં ડૂબાડ્યું અને તેના શરીરને ઘણી વખત દાંતોથી ઝકઝોળ્યું. ત્યારબાદ એકવાર ફરી પાણીમાં ડુબાળ્યું, અને બહાર નિકાળ્યો અને તેને જોરજોરથી હલાવવા લાગ્યો. વાનર સતત ઇજાગ્રસ્ત વાનરને ઊઠાડવાની કોશીશ કરે છે, અને તેના આ પ્રયત્નો ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે ભાનમા નથી આવી જતો.

જુઓ વીડિયોમાં...

English summary
A friend in need is a friend indeed: A hair-raising video that has surfaced on YouTube illustrates this proverb very well. In the video, a monkey could be seen trying to save another monkey lying unconscious on a railway track.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X