For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના ખતરનાક સાપ, બસ એક ડંસ આપી શકે છે મોતની દસ્તક

|
Google Oneindia Gujarati News

આપણે જ્યારે પણ સાપ અંગે સાંભળીએ છીએ આપણી અંદર એક ભયની લાગણી પ્રવર્તવા લાગે છે, કારણ કે તેની બનાવટ જ એટલી ભયાનક હોય છેકે કોઇને પણ ડર લાગી શકે છે. વિશ્વના એવા ઘણા બધા સાપ છે, જે ખતરનાક અને ઘણા જ ઝેરીલા હોય છે. જેમના એક ડંસથી વ્યક્તિ મોતના મુખમાં જઇ શકે છે. જો કે કેટલાક સાપ એવા પણ હોય છે, જે ઝેરીલા નથી હોતા પરંતુ તેનો બાહ્ય દેખાવ આપણને ભયભીત કરી મુકે છે.

જો કે આજે અમે અહી ઝેરીલા સાપ અંગે જણાવી રહ્યાં છીએ. આ પ્રકારના સાપ આપણને સૌથી વધારે જંગલોમાં અથવા તો ઝૂમાં જોવા મળી શકે છે, ઝૂમાં જોવા મળતા સાપોમાં મોટાભાગે ઝેર સમયાંતરે કાઢી લેવામાં આવતા હોય છે, પરંતુ ઝૂ હોય કે જંગલ આ સાપોથી અંતર રાખવું હિતાવહ રહે છે, કારણ કે તેના એક ડંસમાં મોટી માત્રામાં ઝેર નીકળતું હોય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વના કેટલાક ઝેરીલા સાપ અંગે.

ઇસ્ટર્ન બ્રાઉન સ્નેક

ઇસ્ટર્ન બ્રાઉન સ્નેક

આ સાપ ઘણા ઇનોસન્ટ હોય છે, પરંતુ ખતરનાક પણ એટલાં જ. તેના શરીરમાં રહેલું ઝેર કોઇપણ માનવીને મારવા માટે પુરતું છે. આ સાપ મોટાભાગે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં મળી આવે છે.

રેટલસ્નેક

રેટલસ્નેક

આ સાપ અમેરિકા અને સાઉથ આફ્રિકામાં મળી આવે છે. આ સાપ મોટાભાગે જંગલમાં રહે છે. આ સાપનો ઝેર પીડિતના લોહીમાં જતુ રહે છે અને તેને પેરાલિસિસ, વોમિટિંગ અને મોત નીપજાવી શકે છે.

ફિલિપાઇન કોબરા

ફિલિપાઇન કોબરા

આ સાપને નોર્થર્ન ફિલિપાઇન કોબરા પણ કહેવામાં આવે છે. આ સાપ મૂળ રીતે નોર્થર્ન ફિલાપાઇન્સમાં મળી આવે છે. આ સાપનું ઝેર જેને ચઢે છે તેની શારીરીક ગતિવિધિઓ નકારાત્મક કરી નાખે છે.

વાઇપર્સ

વાઇપર્સ

આ સાપ ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને સાઉથ કોરિયામાં જોવા મળે છે. આ સાપ પણ ઘણા ખતરનાક મનાય છે. આ સાપના ડંસથી પેરાલેસિસ, હાર્ટ ફેઇલર અને બ્રેઇન હેમરેજ થઇ શકે છે.

ડેથ અડ્ડેર

ડેથ અડ્ડેર

આ સાપ મોટાભાગે ઓસ્ટ્રેલિયા, ન્યુ ગુએના અને અમેરિકામાં મળી આવે છે. આ સાપ વાઇપર સાપ જેવા દેખાય છે, પરંતુ તેના કરતા ઘણા ખતરનાક હોય છે. આ સાપ એક ડંસમાં 50 એમજી ઝેર હોય છે, જે તમને તુરંત જ મોત આપી શકે છે.

બ્લુ કરૈત

બ્લુ કરૈત

આ સાપને માલયાન કરૈત પણ કહેવામાં આવે છે, આ સાપને વિશ્વના સૌથી જીવ ઘાતક કહેવામાં આવે છે. આ સાપ ઇસ્ટર્ન એશિયા, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયામાં મળી આવે છે, 60 ટકા બ્લુ કરૈત મોટા પ્રાણીઓને પોતાનો શિકાર બનાવે છે, ખાસ કરીને તેઓ હાથીઓ જ્યાં હોય છે, ત્યાં શિકાર શોધે છે. જ્યારે આ સાપ ગુસ્સે ભરાય છે ત્યારે પોતાના સમકક્ષ સાપ પર પણ હુમલો કરે છે.

ટાઇગર સ્નેક

ટાઇગર સ્નેક

આ પ્રકારના સાપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જોવા મળે છે. આ સાપ ગાઢ જંગલમાં રહે છે, જ્યારે આ સાપ જ્યાં રહે છે ત્યાં કોઇ પ્રવાસ ખેડે છે તો તેને ખાસ પ્રકારની દવાઓ આપવામાં આવે છે, કારણ કે આ સાપનો એક ડંસ 20 મીનિટમાં મૃત્યું નીપજાવી શકે છે.

બ્લેક માંબા

બ્લેક માંબા

આ સાપ આફ્રિકન વિસ્તારમાં મળી આવે છે. આ સાપ અન્યોની સરખાણીએ ઘણા જ ઉગ્ર હોય છે. તે પોતાના ભોજનને પકડવા માટે કલાકની 23 કિ.મીની ગતિએ આગળ વધી શકે છે. આ સાપ મોટાભાગે ગૃપમાં રહેવાનું પસંદ કરે છે. આ સાપનું ઝેર એટલું ખતરનાક હોય છેકે તે અમુક પળોમાં જ તમારા હૃદયના ધબકારાને બંધ કરી શકે છે.

તાઇપાન

તાઇપાન

આ સાપની કેપેસિટી એક સમયમાં દસ હજાર ગુએના પીગ્સને મારી નાંખવાની છે. આ સાપનું ઝેર એટલું ખતરનાક હોય છેકે તે એક ડંસમાં નસોની અંદરના લોહી પ્રવાહને અટકાવી શકે છે.

એનાકોંડા

એનાકોંડા

આ એક ખતરનાક સાપ છે. આપણે આ સાપને અનેક હૉલીવુડ અને થ્રીલર મૂવીઝમાં જોયા છે. તેમની સાઇઝ ઘણી જ મોટી હોય છે અને તેઓ માનવીઓને પણ ગળી જાય છે. આ સાપની અડધા કલાકમાં 3-5 માનવ શરીરને પચાવવાની ક્ષમતા છે.

English summary
Most Dangerous Snake Species in the World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X