For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાંતિ અર્પતા ભારતીય બગીચાઓમાં એક પ્રેમભરી લટાર

|
Google Oneindia Gujarati News

ગાર્ડન એટલે કે બગીચાઓમાં એક અનોખી શક્તિ છૂપાયેલી હોય છે, તન અને મનને શાંતિ અર્પવા, પ્રેમની અનુભૂતિ કરવા માટે ગાર્ડન એક બેસ્ટ પ્લેસ છે. બોલિવુડની જૂની ફિલ્મો જોઇએ તો તેમા આપણને જોવા મળશે કે આ ફિલ્મોમાં મુખ્યપાત્રો વચ્ચે પાંગરેલા પ્રેમને દર્શાવવા માટે હંમેશા બગીચાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કૂદરત દ્વારા રચવામાં આવેલા ફૂલો અને વૃક્ષોનું અદભૂત રીતે સંયોજન કરીને એક સુંદર બાગનું નિર્માણ કરવામાં આવે છે અને ત્યાં જઇને તણાવમાં જીવતી જિંદગી પણ એ ફૂલોની મહેકમાં મહેકી ઉઠે છે.

ત્યારે આ વખતે અમે અહીં એવા જ કેટલાક ગાર્ડન્સ અંગે આછેરી માહિતી આપવામાં આવી છે કે જ્યાં જઇને તમે એક અદભૂત અને વિસ્મરણીય માહોલને અનુભવી શકો. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ આ બગીચાઓ અંગે.

મુઘલ ગાર્ડન

મુઘલ ગાર્ડન

મુઘલો દ્વારા અનેક ગાર્ડન્સ બનાવવામાં આવ્યા હતા, આ ગાર્ડન પણ તેમાનું એક છે. મુઘલ ગાર્ડનની આર્કિટેક્ચર સ્ટાઇલ ઇસ્લામિક છે અને તે દિલ્હીનું સૌથી મહત્વનું મુલાકાત સ્થળ માનવામાં આવે છે.

શાલિમાર બાગ

શાલિમાર બાગ

શાલિમાર બાગ શ્રીનગર શહેરમાં આવેલું છે અને તેની રચના મુઘલ બાદશાહ જહાંગીર દ્વારા તેમની પત્ની નુર જહાં માટે વર્ષ 1619માં કરવામાં આવી હતી. આ બાગ બીજા અનેક નામથી પણ લોકોમાં પ્રચલિત છે, જેમ કે, શાલમાર ગાર્ડન, શાલમાર બાગ, ફરાહ બક્સ અને ફૈઝ બક્સ.

રોક ગાર્ડન

રોક ગાર્ડન

આ ગાર્ડન ચંદીગઢમાં આવેલું છે. આ ગાર્ડનની રચના એ કિંગડમ જેવી કરવામાં આવી છે અને તેને હેરિટેજ સાઇટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેની નજીકમાં એક તળાવ આવેલું છે અને તેના કારણે તે એક આર્ટ ગેલેરી જેવું લાગે છે. આ ગાર્ડનની મુલાકાતે દરરોજ પાંચ હજાર લોકો આવે છે.

સરકારી બોટાનિકલ ગાર્ડન

સરકારી બોટાનિકલ ગાર્ડન

ઉટીમાં આવેલા આ ગાર્ડન અંગે એવું કહેવામાં આવે છે કે જો સરકારી બોટાનિકલ ગાર્ડનની મુલાકાત લેવામાં ના આવે તો તમારી હનીમૂન ટ્રીપ અધૂરી છે. આ ગાર્ડન 22 હેક્ટરમાં ફેલાયેલું છે અને તેને છ ભાગમાં વહેંચવામાં આવ્યું છે, લોઅર ગાર્ડન, ન્યૂ ગાર્ડન, ઇટાલિયન ગાર્ડન, કોન્સેર્વટોરી, ફાઉન્ટેન ટેરેસ અને નર્રસીઝ. આ ગાર્ડનની સાચા અર્થમાં મુલાકાત મે મહિનામાં લેવી જોઇએ તેવું કહેવામાં આવે છે.

વૃંદાવન ગાર્ડન

વૃંદાવન ગાર્ડન

વૃંદાવન ગાર્ડન મૈસોર નજી આવેલા કાવેરી નદી પર બાંધવામાં આવેલા ક્રિષ્નારાજસાગર ડેમ પાસે આવેલું છે. આ ગાર્ડન ભારતના સૌથી રંગીન અને વાઇબ્રન્ટ ગાર્ડન્સમાનું એક છે. દર વર્ષે અહી બે મિલિયન જેટલા યાત્રાળુઓ તેની મુલાકાતે આવે છે. આ ગાર્ડન 60 એકરમાં ફેલાયેલું છે.

English summary
here is the list of most spectacular gardens in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X