For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પર્સ ટેસ્ટ'માં મુંબઇ વિશ્વનું બીજા નંબરનું પ્રમાણિક શહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 સપ્ટેમ્બર: દેશ કૌભાંડો, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા જેવા રોગોથી પીડાય છે. સરકારી ઓફિસો લાંચ રૂશ્વતનો અડ્ડો બની ગયા છે, પરંતુ અપ્રામાણિકોની આ લાઇનમાં મુંબઇના લોકોએ દેશનું નામ રોશન કરી દિધું છે. માયાનગરી મુંબઇ દુનિયાનું બીજા નંબરનું સૌથી પ્રમાણિક શહેર બની ગયું છે. એક સર્વે બાદ મુંબઇને આ ખિતાબ પ્રાપ્ત થયો હતો.

આ અનોખા સર્વે બાદ પ્રામાણિકતાના મુદ્દે ફિનલેંડનું હેલિસિંકી શહેર પ્રથમ અને મુંબઇને બીજો ખિતાબ પ્રાપ્ત થયો છે. જો કે દેશના મોટાભાગની જગ્યાએ જો તમારું પર્સ ખોવાઇ જાય છે તો તેને પરત ફરવાની આશા હોય છે. પરંતુ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં આવું થતું નથી. મુંબઇમાં 12માંથી 9 લોકોને તેમના ખોવાયેલા પર્સ પરત આપી દેવામાં આવે છે. જ્યારે ફિનલેંડના શહેર હેલિસિંકીમાં ગુમ થયેલા 12 પર્સમાંથી 11 પર્સ પરત આપવામાં આવે છે. પરત આપવામાં આવેલા પર્સના આધારે પ્રમાણિક શહેરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં મુંબઇ બીજા નંબરે રહ્યું હતું.

gate-way-of-india

એક અંગ્રેજી મેગેજીન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હેલિસિંકીને પ્રથમ, મુંબઇને બીજો, હંગેરીના બુડાપેસ્ટ અને અમેરિકાના ન્યૂયોર્કને ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું હતું જ્યાં 12 માંથી 8 પર્સ પરત આપવામાં આવ્યા છે. જો કે રૂસના મોસ્કો અન નેધરલેંડના એમસ્ટરડેમમાં સાત પર્સ પરત આપવામાં આવ્યા હતા. પુર્તગાલના લિસ્બાન શહેરને યાદીમાં 11મું સ્થાન મળ્યું જ્યાં 12 માંથી માત્ર એક જ પર્સ પરત આપવામાં આવ્યું હતું.

આ સર્વે માટે અંગ્રેજી મેગેજીન રિડર્સ ડાઇજેસ્ટે દુનિયાના અલગ-અલગ 16 શહેરોમાં 12 પર્સ પાડી દિધા હતા. તેમાં તપાસમાં આવ્યું કે કેટલા પર્સ પરત કરવામાં આવ્યા. દરેક પર્સમાં મોબાઇલ નંબર, પરિવારનો ફોટો, કુપન બિઝનેસ કાર્ડ અને 50 અમેરિકન ડોલરની રકમ રાખવામાં આવી હતી. આ સર્વેમાં કુલ 192 પર્સ ખોઇ દેવામાં આવ્યા હતા. પરત કરવામાં આવેલા પર્સોની સંખ્યાના આધારે શહેરોને ઇમાનદારીનો એવોર્ડ મળ્યો હતો.

English summary
According to the results of a new Readers' Digest experiment, Mumbai is the world's second-most honest city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X