For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુજફ્ફરનગરના ગ્રામીણો નહી મનાવે દિવાળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુજફ્ફરનગર, 27 ઓક્ટોબર: રમખાણોની માર સહન કરનાર મુજફ્ફરનગરના હજારો ગ્રામીણો આ વર્ષે દિવાળી પર ના તો ફટાકડા ફોડશે અને ના તો મીણબત્તી સળગાવીને ઘરની સજાવટ કરશે. ગત મહીને ભડકેલી હિંસા દરમિયાન સરકારની ભૂમિકાથી નારાજ કેટલાક ગામડાઓના લોકો આ વર્ષે દિવાળી નહી મનાવે.

સિસૌલી, બુઢાણા, પુરકાજી અને સિખેડા વિસ્તારના લગભગ 15 ગામના લોકો સપ્ટેમ્બરમાં બે કોમ વચ્ચે ભડકેલી હિંસામાં નિર્દોષ લોકોની મોત પર ઘટનામાં રાજ્ય સરકારની કથિત એક પક્ષીય કાર્યવાહીથી નારાજ થઇને આ વર્ષે દિવાળી નહી મનાવવાની જાહેરાત કરી છે.

સલેમપુર ગામન પૂર્વ સરપંચ પ્રેમ સિંહ રાણાએ કહ્યું હતું કે 'આસપાસના લગભગ પાંચ ગામની પંચાયત કરીને અમે નિર્ણય કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા ફક્ત સમુદાય વિશેષને ખુશ કરવા માટે કોઇ એક પક્ષીય કાર્યવાહી વિરૂદ્ધ અમે દિવાળી ઉજવીશું નહી.'

સલેમપુરની જેમ અન્ય ગામના લોકોએ પણ પંચાયત કરી નિર્ણય કર્યો છે કે તે દિવાળી રાત્રે ના તો ઘરમાં દીવો પ્રગટાવશે, ના તો મીણબત્તીથી ઘરને સજાવશે અને ના તો ફડાકડા ફોડશે. તેમની દિવાળી ફક્ત ગણેશ-લક્ષ્મીની પૂજા સુધી સીમિત રહેશે.

લખનૌતી ગામના નિવાસી પ્રેમપાલ શર્માએ કહ્યું કે જો કવાલની ઘટનામાં રાજ્ય સરકારની નિષ્પક્ષ કાર્યવાહી કરતી તો રમખાણની સ્થિતી પેદા જ ન થતી અને નિર્દોષ લોકો મોતને ન ભેટતા.

muzaffarnagar-riots-612

શર્માએ કહ્યું કે 'હિંસા બાદ હવે આપણા સમુદાયના હજારો લોકો ખોટા કેસમાં ફસાવવામાં આવે છે. કેટલાક ગામના યુવકો બીજા સ્થળોએ શરણ લીધી છે, કારણ કે તેમને ડર છે કે ક્યાંક પોલીસ તેમને રમખાણના આરોપમાં પકડી ન જાય. રાજ્ય સરકારની એકતરફી કાર્યવાહીથી અમે લોકો ખૂબ ડરેલા છે, એવી હાલતમાં અમે ખુશીઓ શું મનાવીએ.'

યાદ રહે કે રાજ્ય સરકાર પર એકતરફી કાર્યવાહીનો આરોપ લગાવતાં લગભગ ડઝનો ગામના લોકો દશેરાના દિવસે બુરાઇના પ્રતિક ગણવામાં આવતાં રાવણ, કુંભકર્ણ અને મેધનાથના પુતળાને બાળવાને બદલે સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ, મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કેબિનેટ મંત્રી આજમ ખાનના પુતળાને સળગાવ્યા હતા.

27 ઓગષ્ટના રોજ જિલ્લાના કવાલ ગામમાં એક છેડતીની ઘટનાને લઇને થયેલા વિવાદે જોર પકડ્યા બાદ સપ્ટેમ્બરમાં જિલ્લામાં હિંસા ભડકી ઉઠી હતી, જેમાં 62 લોકો મૃત્યું પામ્યાં હતા અને લગભગ 50 હજાર લોકો બેઘર થયા હતા.

હિંસા બાદ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં આ પ્રકારની વાત સામે આવી હતી કે રાજ્ય સરકારના એક વરિષ્ઠ મંત્રીએ અધિકારીઓને કવાલ ઘટનાના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં છોડી મૂકવાનું કહ્યું હતું, ત્યારબાદ બીજા સમુદાયના લોકોમાં અસંતોષ પેદા થયો અને પરિસ્થિતી બગડવાનું શરૂ થઇ ગયું.

English summary
Muzaffarnagar people will not celebrate Diwali this year as their villages are still not came up from riot wounds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X