• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વ્યસન છોડો, અને કરાવો આજીવન મફત હજામત

By Kumar Dushyant
|

કર્નલ કુમારદુષ્યંત (ગાંધીનગર) આજનો યુવાધન પશ્ચિમી સંસ્કૃતિને રવાડે ચઢી ભારતીય સંસ્કૃતિને ભુલી રહ્યું છે ગુટખા, તમાકું અને શરાબનુ વ્યસન કરી જીવન બરબાદ કરી રહ્યું છે. તેમને જાગૃત થવાની જરૂર છે. આજની યુવાપેઢી વટ પાડવા અને દેખાદેખીમાં સિગરેટના કસ લગાવતી જોવા મળે છે. અવાર-નવાર સમાચારોમાં આપણને જોવા મળે છે કે રેવ પાર્ટી કરતાં લબરમૂછિયા ઝડપાયા અથવા દારૂની મહેફિલ માણતાં યુવાનો ઝડપાયા.

આ યુવાનો સારી પેઠે જાણે છે કે દારૂ, તમાકુના સેવનથી કેન્સર જેવી જીવલેણ બિમારી થાય છે. તમાકુ, ગુટકા, સિગરેટ પર સ્પષ્ટ લખેલું હોય છે કે 'તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેન્સર થઇ શકે છે. તેમછતાં યુવાનો તથા વ્યસનીઓ આ કુટેવ છોડી શકતા નથી.

વ્યસનમુક્તિ માટે એનજીઓ તથા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી વ્યસનમુક્તિના અભિયાન યોજવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 11 સપ્ટેમ્બર 2012ના ગુજરાતમાં તમાકું પર પ્રતિબંધ લગાવી દિધો છે. ગુજરાતને વ્યસન મુક્ત કરવા માટે રાજ્ય સરકારે એક સરાહનિય પગલું ભર્યું છે.

ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં રહેતા યુવકે વ્યસન મુક્ત ગુજરાત બનાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. પ્રવિણભાઇ દ્વારા શરૂ કરવામાં આવેલો નવતર પ્રયોગ કામે લાગી રહ્યો છે. ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી યુવાનો વ્યસનનો ત્યાગ કરવા માટે પ્રણ લઇ રહ્યાં છે.

જે લોકો દારૂ ,ગુટખા જેવા વ્યસનોમાં વર્ષોથી પીડિત છે અને ઈચ્છતા હોવા છતા છોડી શકતા નથી તેમના માટે અને છોડવા જ ઈચ્છતા નથી પરંતુ પરિવાર ના સભ્યો તેમના માટે ચિંતિત હોય છે. તે સ્વભાવિક છે પરંતુ પ્રવિણભાઇ માસ્ટરનું જેવા યુવાનો આ અભિયાનમાં નિસ્વાર્થ પણે ભાગ લઇને વ્યસનમુક્ત ગુજરાત બનાવવામાં મહત્વ ભાગ ભજવી ગુજરાતીઓનું ગૌરવ વધારી રહ્યાં છે.

આટલું વાંચ્યા બાદ તમને થતું હશે કે કોણ છે આ પ્રવિણભાઇ માસ્ટર? કેવી રીતે તેમના મગજમાં આવો વિચાર આવ્યો? આ બધા રહસ્યો જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

જાણો કોણ છે પ્રવિણભાઇ માસ્ટર

જાણો કોણ છે પ્રવિણભાઇ માસ્ટર

તો ચાલો તમને પ્રવિણભાઇ માસ્ટરનો પરિચય કરાવી દઇએ. પ્રવિણભાઇ માસ્ટર મૂળ બનાસકાંઠાના દિયોદરના વતની છે. તેઓએ ફક્ત આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી ધંધાર્થે ગાંધીનગરમાં આવીને વસ્યા છે.

પહેલાં પોતે કર્યો વ્યસનનો ત્યાગ

પહેલાં પોતે કર્યો વ્યસનનો ત્યાગ

ગાંધીનગરના સેક્ટર 6માં મેઇન કોમ્પેલેક્સમાં તેઓની બોમ્બે હેર આર્ટ નામે હેરકટિંગની દુકાન છે. આજની સાત-આઠ વર્ષે પહેલાં તેઓ પણ તમાકુના વ્યસની હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે વ્યસનનો ત્યાગ કરી દેવો જોઇએ. વ્યસનનો ત્યાગ કર્યા બાદ તેમના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો અને આજે તેઓ દરેક વ્યક્તિને વ્યસન મુક્ત કરાવવા માટે એક નવતર પ્રયોગ અજમાવ્યો.

દાઢી-વાળ ફ્રી કાપી આપશે

દાઢી-વાળ ફ્રી કાપી આપશે

તેમને આજથી સાત મહિના પહેલાં મનોમન નક્કી કર્યું કે જે વ્યક્તિ દારૂ, તમાકુ, સીગરેટનો ત્યાગ કરી વ્યસન મુક્ત બનશે તેનો આજીવન દાઢી-વાળ ફ્રી કાપી આવશે. અને આ પ્રયોગ તેમને અમલ મુકતાં પોતાની દુકાન બહાર બોર્ડ લગાવી દિધું કે જે વ્યક્તિ દારૂ, તમાકુ, સીગરેટનો ત્યાગ કરી વ્યસન મુક્ત બનશે તેનો આજીવન દાઢી-વાળ ફ્રી કાપી આવશે.

2 સાક્ષીની પડશે જરૂરિયાત

2 સાક્ષીની પડશે જરૂરિયાત

દારૂ, તમાકુ, સીગરેટ છોડનારને આ સ્કીમનો લાભ જોઇ તો હોય તો તેને 2 સાક્ષી આપવા પડે છે. આ વ્યક્તિઓ વ્યસન કરતી ન હોવી જોઇએ તથા તેમને બાંહેધરી આપવી પડશે કે આ વ્યક્તિને વ્યસનનો ત્યાગ કર્યો છે અને આજ પછી ક્યારેય વ્યસન કરશે નહી.

તો બમણી રકમ વસૂલવામાં આવશે

તો બમણી રકમ વસૂલવામાં આવશે

જો કોઇ વ્યક્તિ વ્યસનનો ત્યાગ કરી આ સ્કીમનો લાભ લે છે અને ત્યારબાદ ફરીથી વ્યસન તરફ વળે છે તો તેને આજ સુધી જેટલીવાર પણ દાઢી-વાળ ફ્રી કપાવ્યા છે તેના કરતાં બમણાં રૂપિયા ચૂકવવા પડશે.

દંડની રકમનો ધર્માદામાં થાય છે ઉપયોગ

દંડની રકમનો ધર્માદામાં થાય છે ઉપયોગ

દંડપેટે વસૂલવામાં આવેલા આ પૈસાનું દાન દાન કરવામાં આવશે. જેમ કે ગૌ શાળામાં ગાયચારા માટે, રખડતાં કુતરાઓને માટે દૂધ પીવડાવા માટે જેવા પરોપકારી કાર્યમાં આ પૈસા ખર્ચવામાં આવશે.

ચા-પાણી નાસ્તો કરાવી વિદાય

ચા-પાણી નાસ્તો કરાવી વિદાય

પ્રવિણભાઇ માસ્ટર પાસે આવીને વ્યસન મુક્તિનું પ્રણ લેનાર વ્યક્તિને ચા-પાણી નાસ્તો કરાવી વિદાય આપવામાં આવે છે.

નવતર પ્રયોગ અને અનોખુ અભિયાન

નવતર પ્રયોગ અને અનોખુ અભિયાન

પ્રવિણભાઇ માસ્ટરના આ નવતર પ્રયોગ અને અનોખા અભિયાનથી પ્રોત્સાહિત થઇ ગુજરાતના કેટલાય યુવાનો તેમને ફોન કરી વ્યસન મુક્તિનું પ્રણ લીધું છે.

ગુજરાતના યુવાનો પ્રવિણભાઇનો કરી રહ્યાં છે સંપર્ક

ગુજરાતના યુવાનો પ્રવિણભાઇનો કરી રહ્યાં છે સંપર્ક

ગાંધીનગર સહિત સુરત, સુરેન્દ્ર નગર, ભાવનગર, અમરેલી, લીમડી જેવા સ્થળોએથી લોકો પ્રવિણભાઇનો સંપર્ક કરી વ્યસનનો ત્યાગ કરી રહ્યાં છે અને તેમને પ્રોત્સાહન પુરું પાડી રહ્યાં છે.

ખતરા વાળ અટકાવો, મફતમાં કરાવો હજામત

ખતરા વાળ અટકાવો, મફતમાં કરાવો હજામત

કેન્સરની સારવાર દરમિયાન વ્યક્તિના વાળ ખરી પડતાં હોય છે. આવી પરિસ્થિતીમાં પ્રવિણભાઇની ઓફર સાચે જ ફાયદાકારક કહેવાય જો તેમની ઓફર સ્વિકારાય તો વાળને ખરતા બચાવી શકાય અને વધતા વાળની હજામત બોનસમાં ફ્રી મળે.

કંઇક આવી છે પ્રવિણભાઇની સ્કિમ

કંઇક આવી છે પ્રવિણભાઇની સ્કિમ

વ્યસન મુક્ત ગુજરાત

દારૂ, તમાકુ, બીડી, સીગરેટ જે વ્યક્તિ બંધ કરશે તેને વાળ-દાઢી આજીવન ફ્રી....

સાચે જ મમ્મીના સમ

મમ્મીના સમ આપવાનું શું છે રહસ્ય

મમ્મીના સમ આપવાનું શું છે રહસ્ય

આ અંગે પ્રવિણભાઇને પૂછવામાં આવતાં તેમને જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઇ વ્યક્તિને બૈરી-છોકરાના સમ આપવામાં આવે તો પાળતા નથી, પરંતુ તેમની વ્હાલ સોય માતાના સમ આપવામાં આવે તો ચોક્કસપણે માને છે.

ગુજરાતમાં તમાકુ પર પ્રતિબંધ

ગુજરાતમાં તમાકુ પર પ્રતિબંધ

ગુજરાત સરકારે 11 સપ્ટેમ્બર 2012ના ગુજરાતમાં તમાકું પર પ્રતિબંધ લગાવી દિધો છે. ગુજરાતને વ્યસન મુક્ત કરવા માટે રાજ્ય સરકારે એક સરાહનિય પગલું ભર્યું છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં રહેતા યુવકે વ્યસન મુક્ત ગુજરાત બનાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે.

તેમછતાં છુટતું નથી વ્યસન

તેમછતાં છુટતું નથી વ્યસન

આજના યુવાનો સારી પેઠે જાણે છે કે દારૂ, તંમાકુના સેવનથી કેન્સર જેવી જીવલેણ બિમારી થાય છે. તમાકુ, ગુટકા, સિગરેટ પર સ્પષ્ટ લખેલું હોય છે કે 'તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેન્સર થઇ શકે છે. તેમછતાં યુવાનો તથા વ્યસનીઓ આ કુટેવ છોડી શકતા નથી.

રંગ લાવી રહ્યો છે પ્રવિણભાઇ નવતર પ્રયોગ

રંગ લાવી રહ્યો છે પ્રવિણભાઇ નવતર પ્રયોગ

પ્રવિણભાઇ દ્વારા શરૂ કરવામાં આવેલો નવતર પ્રયોગ કામે લાગી રહ્યો છે. ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી યુવાનો વ્યસનનો ત્યાગ કરવા માટે પ્રણ લઇ રહ્યાં છે.

નિસ્વાર્થભાવે સેવા

નિસ્વાર્થભાવે સેવા

ગુજરાતના યુવાધનને વ્યસન મુક્ત કરાવવા માટે પ્રવિણભાઇ નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યાં છે. આજની યુવાપેઢી નિસ્વાર્થભાવે આવી એક નાનકડી જીદ કરે તો ચોક્કસપણે સમાજ સહિત આખો દેશ વ્યસન મુક્ત બની જશે.

અનેક યુવાનો કરી ચૂક્યાં છે વ્યસનનો ત્યાગ

અનેક યુવાનો કરી ચૂક્યાં છે વ્યસનનો ત્યાગ

પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનો મારો સંપર્ક કરી રહ્યાં છે. વ્યસન મુક્ત બની મારો ઉત્સાહ વધારી રહ્યાં છે.

નાનકડી શરૂઆત લાવશે રંગ

નાનકડી શરૂઆત લાવશે રંગ

પ્રવિણભાઇની એક નાનકડી શરૂઆત અનેક યુવાનોના જીવનમાં પરિવર્તન લાવશે. વ્યસનનો ત્યાગ કરી યુવાનો દેશને મજબૂત અને સશક્ત બનાવશે.

તમેપણ ઉઠાવી શકો છો આ સ્કિમનો લાભ

તમેપણ ઉઠાવી શકો છો આ સ્કિમનો લાભ

જો તમે પણ ઇચ્છતા હોવ કે આજીવન તમારી કોઇ મફત હજામત કરી આપે તો આજે જ વ્યસન ત્યાગ કરો અને પહોંચી જાવ પ્રવિણભાઇની દુકાને.

સ્વાસ્થ્ય સાથે પૈસાની બચત

સ્વાસ્થ્ય સાથે પૈસાની બચત

ગુજરાતીમાં કહેવત છે કે 'પહેલું સુખ તે જાતે નર્યા' જો તમે આજથી જ વ્યસનનો ત્યાગ કરશો તો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને આર્થિક ફાયદો પણ થશે.

English summary
Young man from Gujarat's Capital Gandhinagar has started an innovative experiment to make addiction free Gujarat. The experiment started by pravinnbhai is at work.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more