For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો તુલસી વિશેની ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક મહત્વ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મોટાભાગના હિન્દુ પરિવારોમાં તુલસી છોડ લગાવવાની પરંપરા ખૂબ લાંબા સમયથી ચાલતી આવે છે. તુલસીને દેવી માતાના રૂપમાં માનવામાં આવે છે. ક્યારેક ક્યારેક તુલસીનો છોડ કેટલાક કારણોના લીધે સુકાઇ જાય છે. સુકાયેલા તુલસીના છોડને ઘરમાં ન રાખવો જોઇએ પરંતુ તેને કોઇ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવો જોઇએ. એક છોડ સુકાઇ ગયા પછી તાત્કાલીક બીજો તુલસીનો છોડ લગાવી દેવો જોઇએ. સુકાઇ ગયેલો તુલસીનો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. આનાથી વિપરિત પરિણામ મળી શકે છે. ઘરની બરકત પર અસર પડી શકે છે. તેથી ઘરમાં હંમેશા સંપૂર્ણ રીતે સ્વસ્થ તુલસીનો છોડ લગાવવો જોઇએ.

તુલસીનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ વિજ્ઞાનની દષ્ટિએ પણ તુલસી એક ઔષધિ છે. આર્યુવેદમાં તુલસીને સંજીવની બુટી સમાન માનવામાં આવે છે. તુલસીમાં ઘણા એવા ગુણ હોય છે જે મોટી મોટી જટિલ બિમારીઓને દૂર કરવા અને તેમની સારવાર કરવામાં મદદરૂપ થાય છે. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી તેની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવે છે અને હવામાં હાજર બિમારીના કિટાણુ વગેરેનો નાશ કરે છે.

તુલસીની સુગંધ આપણને શ્વાસ સંબંધી ઘણા રોગોથી બચાવે છે. સાથે જ તુલસીના એક પાંદડાનું સેવન કરવાથી ક્યારેય તાવ આવતો નથી અને તેને આ પ્રકારના રોગ આપણાથી હંમેશા દૂર રહે છે. તુલસીના પાન ખાવાથી આપણા શરીરની આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘણી વધી જાય છે.

ખરાબ નજરથી બચાવે છે

ખરાબ નજરથી બચાવે છે

માન્યતા છે કે તુલસીનો છોડ ઘરમાં હોવાથી ખરાબ નજરની અસર થતી નથી અને અન્ય બુરાઇઓ પણ ઘર અને ઘરવાળાઓથી દૂર રહે છે.

વાતારવણ પવિત્ર રાખે છે

વાતારવણ પવિત્ર રાખે છે

તુલસીઓ છોડ ઘરનું વાતાવરણ પવિત્ર અને કીટાણુંઓથી મુક્ત રાખે છે. આ સાથે જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા ઘર પર બનેલી રહે છે.

તુલસી વિવાહનું મહત્વ

તુલસી વિવાહનું મહત્વ

કારતક મહિનામાં વિષ્ણુજીનું પૂજન તુલસીના છોડથી કરવાનું વિશેષ મહત્વ છે. કારતક મહિનામાં જો તુલસી વિવાહ કરવામાં આવે તો કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.

મૃત્યું દૂર ભાગે છે.

મૃત્યું દૂર ભાગે છે.

પદમ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તુલસીજીના દર્શન માત્રથી સંપૂર્ણ પાપો નષ્ટ થઇ જાય છે, તેમના સ્પર્શથી શરીર પવિત્ર થઇ જાય છે, તેમને પ્રણામ કરવાથી રોગ દૂર થઇ જાય છે, તુલસીનું સેવન કરવાથી મૃત્યું દૂર ભાગી જાય છે. તુલસીનો છોડ લગાવવાથી ભગવાનની સન્નિધિ પ્રાપ્ત થાય છે, અને તેમને ભગવાન ચરણોમાં ચઢાવવાથી મોક્ષરૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. અંતકાળના સમયે, તુલસીના પાન મસ્તક અથવા દેહ પર રાખવાથી નરકના દ્વાર બંધ થઇ જાય છે.

કોલસ્ટ્રોલની માત્રાને કાબૂ રાખે છે

કોલસ્ટ્રોલની માત્રાને કાબૂ રાખે છે

તુલસી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને કાબૂમાં રાખવાની ક્ષમતા વધારે છે.

વજનને ઘટાડવા અને વધારવામાં મદદરૂપ

વજનને ઘટાડવા અને વધારવામાં મદદરૂપ

શરીરના વજનને કાબૂમાં રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણાકારી છે. તેનું નિયમિત સેવન કરવાથી ભારે વ્યક્તિનું વજન ઘટી શકે છે તથા પાતળા વ્યક્તિનું વજન વધે છે એટલે કે તુલસી શરીરનું વજન પ્રમાણસર રીતે કાબૂ કરે છે.

બેભાન વ્યક્તિને હોંશમાં લાવે છે

બેભાન વ્યક્તિને હોંશમાં લાવે છે

તુલસીના રસના થોડાં ટીપામાં મીઠું ભેળવીને બેભાન વ્યક્તિના નાકમાં નાખવાથી તેને જલદી હોશ આવી જાય છે.

તાવ, શરદી, કળતરમાં રાહત અપાવે છે

તાવ, શરદી, કળતરમાં રાહત અપાવે છે

ચા બનાવતી વખતે તુલસીના થોડાં પત્તાં ઉકાળવામાં આવે તો જલદી શરદી, તાવ અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે.

હેડકી

હેડકી

10 ગ્રામ તુલસીના રસને 5 ગ્રામ મધ સાથે સેવન કરવામાં આવે તો હેડકી તથા અસ્થમાના રોગીને ઠીક કરી શકાય છે

કબજિયાત દૂર થાય છે

કબજિયાત દૂર થાય છે

તુલસીના ઉકાળામાં થોડું કાળું મીઠું તથા દળેલી સૂંઠ ભેળવીને સેવન કરવામાં આવે તો કબજિયાત દૂર થાય છે.

પાચનશક્તિ મજબૂત બને છે

પાચનશક્તિ મજબૂત બને છે

બપોરના ભોજન બાદ તુલસીના પત્તા ચાવવાથી પાચનશક્તિ મજબૂત બને છે.

પાચનશક્તિની નબળાઇ દૂર થાય છે

પાચનશક્તિની નબળાઇ દૂર થાય છે

10 ગ્રામ તુલસીના રસની સાથે 5 ગ્રામ મધ તથા 5 ગ્રામ દળેલા મરીનું સેવન કરવાથી પાચનશક્તિની નબળાઇ દૂર થઇ જાય છે.

પાણીનું શુદ્ધિકરણ

પાણીનું શુદ્ધિકરણ

દૂષિત પાણીમાં તુલસીના તાજા પત્તા નાખવાથી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.

યાદશક્તિ મજબૂત કરી શકાય

યાદશક્તિ મજબૂત કરી શકાય

રોજ સવારે પાણીની સાથે તુલસીના 5 પત્તા ગળી જવાથી ઘણા પ્રકારની સંક્રામક બિમારીઓ તથા મગજની બિમારીઓથી બચી શકાય છે. આનાથી યાદશક્તિને મજબૂત કરી શકાય છે.

ખાંસીમાંથી મુક્તિ

ખાંસીમાંથી મુક્તિ

4-5 શેકેલા લવિંગની સાથે તુલસીના પત્તા ચૂસવાથી દરેક પ્રકારની ખાંસીમાંથી મુક્તિ મેળવી શકાય છે.

છાતીના દુખાવામાં રાહત

છાતીના દુખાવામાં રાહત

તુલસીના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી છાતીના દુખાવામાં તથા ખાંસીમાંથી મુક્તિ મેળવી શકાય છે.

ચામડીના રોગો મુક્તિ

ચામડીના રોગો મુક્તિ

તુલસીના રસને શરીરના ચામડી રોગો પ્રભાવિત અંગો પર માલિશ કરવાથી દાગ, એક્ઝિમા તથા ચામડીના રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે.

ખંજવાળમાંથી મુક્તિ

ખંજવાળમાંથી મુક્તિ

તુલસીના પત્તાને લીંબૂના રસની સાથે વાટીને પેસ્ટ બનાવીને લગાવવાથી એક્ઝિમા તથા ખંજવાળના રોગોમાંથી મુક્તિ મેળવી શકાય.

English summary
Most of the times science contradicts religious beliefs but it is not the case when it comes to tulsi, a holy plant with great therapeutic powers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X