For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવું મંદિર જ્યાં પડ્યાં હતા માતા સતીના બે નયન

|
Google Oneindia Gujarati News

તમે ફરવાના શોખીન હોવ કે ના હોવ, તમે નૈનીતાલનું નામ ચોક્કસપણે સાંભળ્યું હશે. ઉત્તરાખંડ રાજ્યના આ શહેરનો સમાવેશ ભારતના સૌથી સુંદર શહેરોમાં થાય છે. સાથે જ તેને ઝીલોનું શહેર પણ કહેવામાં આવે છે, અથવા તો લેક ડિસ્ટ્રિક્ટના રૂપમાં પણ ઓળખાય છે. આ શહેરની સ્થાપના અહી આવેલા નૈની ઝીલના કારણે થઇ છે, કહેવામાં આવે છે. આ શહેરને લઇને એક એવી કહાણી પણ છેકે, અહી દેવી સતીની આંખો પડી હતી. તો ચાલો આજે આ શહેરમાં આવેાલ નૈના દેવી મંદિર અંગે જાણીએ.

નૈનીતાલમાં નૈની ઝીલના ઉત્તર કિનારે હિંદુઓનું નૈના દેવી મંદિર આવેલું છે. તમને જણાવી દઇએ કે નૈના દેવી મંદિરનો સમાવેશ પ્રમુખ શક્તિપીઠોમાં કરવામાં આવે છે. નોંધનીય છેકે 1880માં ભૂકંપ દરમિયાન આ મંદિર નષ્ટ થઇ ગયું હતું, બાદમાં તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું અહી સતીની શક્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે, આ જ મંદિર સાથે જોડાયેલી વધુ વિગતો વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

મંદિરમાં બે નેત્ર છે

મંદિરમાં બે નેત્ર છે

મંદિરમાં બે નેત્ર છે, જે નૈના દેવીને દર્શાવે છે. નૈના ઝીલ અંગે કહેવામાં આવે છેકે જ્યારે શિવ સતીના મૃતદેહને લઇને કૈલાશ પર્વત પર જઇ રહ્યાં હતા, ત્યારે તેમના શરીરના અંગ જે જે સ્થળો પર પડ્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઇ.

નૈના ઝીલમાં દેવી સતીના નેત્ર પડ્યા હતા

નૈના ઝીલમાં દેવી સતીના નેત્ર પડ્યા હતા

નૈના ઝીલના સ્થાન પર દેવી સતીના નેત્ર પડ્યા હતા. જેનાથી પ્રેરિત થઇને આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. માન્યતા એવી છેકે દેવીના નયનોની અશ્રુધારથી એક તાલનું નિર્માણ થયું.

નૈના દેવીના રૂપમાં પૂજા

નૈના દેવીના રૂપમાં પૂજા

ત્યારથી સતત અહી શિવપત્ની નંદા(પાર્વતી)ની પૂજા નૈના દેવીના રૂપમાં કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આજે આ તાલને નૈના ઝીલના નામથી ઓળખાય છે અને દર વર્ષે લાખો પ્રવાસી અહી ફરવા માટે આવે છે.

ક્યારે કરી શકાય છે યાત્રા

ક્યારે કરી શકાય છે યાત્રા

એપ્રીલથી જૂન અને નવેમ્બરથી જાન્યુઆરી સુધી આ મંદિરની યાત્રા કરી શકાય છે. આ મંદિરની ખાસ વાત એ છેકે અહી મુખ્ય દેવી નૈના દેવીની પ્રતિમા સાથે જ ભગવાન શ્રી ગણેશ અને કાળી માતાની મૂર્તિઓ પણ લગાવવામાં આવી છે. સાથે જ પીપળાંનું એક વિશાળ વૃક્ષ મંદિરના પ્રવેશ દ્વાર પર સ્થિત છે, જેની પાછળ અનેક માન્યતાઓ છે.

English summary
The Naina Devi temple of Nainital is a popular Hindu temple. It is the place where Goddess Sati's eyes fell. This is a very famous Durga temple of Nainital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X