For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળી ચૌદસની સાથે આજે હનુમાન જયંતિ પણ, થશે મંગળ જ મંગળ

કાળી ચૌદસની સાથે આજે હનુમાન જયંતિ પણ, થશે મંગળ જ મંગળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ છે, આજના દિવસે લોકો પોતાના ઘરની તમામ બેકાર વસ્તુઓ અને કબાટને ઘર બહા કાઢે છે અને પોતાના ઘરને સાફ કરે છે. માન્યતા મુજબ આજના દિવસને ભગવાન હનુમાનના જન્મદિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે, આજે મંગળવાર છે માટે આજના દિવસે નરક ચતુર્દશી પડવાથી આ પર્વ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. આજના દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે છે.

કૃષ્ણ પક્ષની ચતુર્દશી

કૃષ્ણ પક્ષની ચતુર્દશી

ઉલ્લેખનીય છે કે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને નક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી કહેવાય છે. દીપાવલીના એક દિવસ પહેલા આવવાથી કેટલાક લોકો આને નાની દિવાળી તરીકે પણ મનાવે છે. આ દિવસ નરકની યાતનાથી છૂટકારો મેળવવાનો હોય છે.

રૂદ્રનો અગ્યારમા અવતાર હનુમાન

રૂદ્રનો અગ્યારમા અવતાર હનુમાન

વિવિધ ભાષાઓમાં લખાયેલ રામાયણના કેટલાય અંકોમાં ભગવાન રામના ભક્ત મહાવીર હનુમાનજીનો જન્મ દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશીના દિવસે બતાવવામાં આવ્યો છે. હનુમાનજીને રુદ્રનું અગ્યારમું રૂપ માનવામાં આવ્યું છે.

હનુમાન જયંતિ

હનુમાન જયંતિ

કાર્તકના કૃષ્ણ ચતુર્દશીના પવનપુત્ર હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન પોતાના ભક્તો ઉપર બહુ જલદી પ્રસન્ન થઈ જાય છે માટે આ દિવસે એણની પૂજા પણ વિધિ-વિધાનથી કરવી જોઈએ. હનુમાનને બજરંગ બલી કેમ કહીએ છીએ? કહેવાય છે કે હનુમાનજીને ગુસ્સો નહોતો આવતો માટે જે લોકો બહુ ગુસ્સો કરે છે એમણે હનુમાનજીની ઉપાસના કરવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને બજરંગબલી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એમનું શરીર એક વજ્રની જેમ મજબૂત છે.

Diwali 2018: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બનાવો આ રંગોળી ડિઝાઈનDiwali 2018: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બનાવો આ રંગોળી ડિઝાઈન

English summary
Naraka Chaturdashi is a Hindu festival, which is the second day of the five-day-long festival of Diwali. Its a Lord Hanuman's Birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X