Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાખડી બજારમાં પણ 'નીતિશ' અને 'મોદી' સામ-સામે!

પટણા, 19 ઑગસ્ટ : સામાન્ય રીતે બિહારના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વિવિધ મુદ્દે રાજકિય ક્ષેત્રે સામ-સામે આવતા રહ્યા છે. પટણાના મુખ્ય બજારોથી લઇને ગલી-મહોલ્લાઓ સુધી રાખડીઓની હાટડીઓ લાગી ગઇ છે કારણ કે આવતી કાલે રક્ષાબંધનનો તહેવાર છેને. પરંતુ અત્રે તમામ રાખડીઓનો સ્રોત પટણાના મચ્છરહટ્ટા બજાર છે. આ વર્ષે રાખડીઓના મૂલ્યોમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.

આ વર્ષે રાખડી બજારમાં નીતિશ અને મોદીની ફોટાવાળી રાખડીઓની માંગ વધારે જોવા મળી રહી છે. રાખડીઓના જથ્થાબંધ વેપારી આશુતોશ કેસરીએ જણાવ્યું કે થોડા વર્ષો પહેલા પટણીયા રાખડીઓનું ચલણ વધારે હતું, પરંતુ હવે દિલ્હી, મુંબઇ, કોલકાતા અને સુરતની રાખડીઓએ પણ બજારમાં પગ પેસારો કરી દીધો છે. તેમણે જણાવ્યું કે બાળકોને ગમે તેવી ટેડીબિયર રાખડીઓ, 25થી 150 રૂપિયા ડર્જન સુધીમાં અત્રે વેચાઇ રહી છે, જ્યારે રેશમી દોરીની રાખડીઓ 60થી 300 રૂપિયામાં ઉપલબ્ધ છે.

nitish modi
તેમણે જણાવ્યું કે આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પણ બજારમાં રાખડીઓ ઉતારવમાં આવી છે. રાખડીઓના વેપારી સત્યનારાયણ કહે છે કે ફેંસી રાખડી બજારમાં નીતિશ અને મોદી ઉપરાંત રાહુલ ગાંધી, અણ્ણા હઝારે સહિત અન્ય ક્રિકેટ ખેલાડીઓના તસવીરવાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે.

નરેન્દ્ર મોદીના તસવીરવાળી રાખડીની વધારે માંગ છે, જ્યારે નીતિશ કુમારના ચિત્રવાળી રાખડી પણ મોદીની રાખડીને સારી એવી ટક્કર આપી રહી છે. તેમણે જણાવ્યું કે બંને જાણિતા નેતાઓની રાખડીઓની કિંમત 20થી 80 રૂપિયા છે. રાહુલ ગાંધીની રાખડીની પણ માંગ બજારમાં જોવાઇ રહી છે.

આ ઉપરાંત બજારમાં બાળકોને આકર્ષિત કરે તેવી રાખ઼ડીઓ પણ વધારે પ્રચલિત બની છે. અને તે વેચાઇ પણ રહી છે. જોકે કેટલાક વેપારીઓનું માનવું છે કે બજાર પર મોઘવારીની માર દેખાઇ રહી છે. વેપારીઓનું માનવું છે કે પહેલા તો રક્ષાબંધનના અઠવાડિયા પહેલા દુકાનો ખુલી જતી હતી પરંતુ આ વખતે તો બજારમાં ગ્રાહકો પણ જોવા નથી મળ્યા. દુકાનદારોમાં પણ આ વખતે ઉત્સાહ જોવા નથી મળી રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X