National Girl Child Day 2023: કેમ મનાવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જાણો ઈતિહાસ, મહત્વ અને થીમ
આપણા દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. આવો જાણીએ તેનો ઈતિહાસ, મહત્વ અને થીમ.
National Girl Child Day 2023: ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. જેનો હેતુ ભારતમાં લૈંગિક અસમાનતા વિશે જાગૃતિ વધારવાનો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાનો ઉદ્દેશ શિક્ષણ, આરોગ્ય, કામ અને જીવનના અન્ય પાસાંઓમાં મહિલાઓ અને છોકરીઓ સામે આવતી અડચણો દૂર કરવાની દિશામાં કામ કરવાનો છે. સમાજમાં મહિલાઓને પણ તક આપવાનો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ એટલા માટે મનાવાય છે જેથી સમાજમાં મહિલાઓને સમાન દરજ્જો મળી શકે.

રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઈતિહાસ
મહિલા અને બાળ વિકાસ, ભારત સરકાર દ્વારા 2008માં રાષ્ટ્રીય બાલિકા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. 24 જાન્યુઆરીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને નારી શક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેથી જ આ દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે.

કેવી રીતે મનાવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ
દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસર પર સરકાર છોકરીઓ વિશેના સંકુચિત દૃષ્ટિકોણને પડકારવા માટે જાગૃતિ અભિયાનો અને અન્ય ઝુંબેશ ચલાવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ પર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે, જેમાં સેવ ધ ગર્લ ચાઈલ્ડ, ચાઈલ્ડ સેક્સ રેશિયો અને બાળકી માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ બનાવવા સહિત અનેક જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય બાલિકા દિવસની થીમ
દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસની થીમ એક જ હોય છે. તેની થીમ દેશમાં છોકરીઓ અને મહિલાઓ સાથે કરવામાં આવતા વ્યવહારને પડકારવા અને તેમને વધુ સારુ જીવન અને વધુ સારી તકો પૂરી પાડવા માટે કામ કરવાની છે. વર્ષ 2019માં, તે 'એમ્પાવરિંગ ગર્લ્સ ફૉર અ બ્રાઇટર ટુમોરો'ની થીમ સાથે ઉજવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
