National Girl Child Day 2024: રાષ્ટ્રીય બાલિકા દિવસનુ ઈન્દિરા ગાંધી સાથે શું છે કનેક્શન, જાણો ઈતિહાસ અને મહત્વ

National Girl Child Day 2024: 'દીકરો ભાગ્યથી અને દીકરીઓ સૌભાગ્યથી જન્મે છે' તેમછતાં આજે પણ આપણા દેશમાં કેટલાક લોકોના ઘરમાં બાળકીના જન્મ પર શોક મનાવવામાં આવે છે અને તેના જન્મ પહેલાં જ તેને ગર્ભમાં જ મારી નાખવાના પ્રયાસો કરવામાં આવે છે.

દીકરીઓને તેમના અધિકારો, માન અને સન્માન વિશે જણાવવા દર વર્ષે 24 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય બાલિકા દિવસ' ઉજવવામાં આવે છે.

Girl Child

ઈતિહાસ

આ દિવસનો દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે પણ ખાસ સંબંધ છે, જેઓ સ્ત્રી શક્તિનો પર્યાય હતા. 1966માં આ દિવસે ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ હતા, તેથી આ દિવસને 'રાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડે' તરીકે ઉજવવામાં આવે છે.

ઉદ્દેશ

  • બાળકીના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી.
  • છોકરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા.
  • દીકરીઓ બોજ નહીં પણ આશીર્વાદ છે તેનું મહત્વ લોકોને સમજાવવા.

તમને જણાવી દઈએ કે આંકડાઓ અનુસાર દેશમાં મહિલાઓની સ્થિતિ પહેલા કરતા સારી થઈ ગઈ છે. આજે ભારતના રાષ્ટ્રપતિ એક મહિલા છે અને દેશની આર્થિક કમાન એટલે કે નાણા મંત્રાલય પણ એક મહિલા સંભાળી રહ્યા છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો દીકરીઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના, CBSE Udaan અને લાડલી લક્ષ્મી યોજના જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

કહેવાય છે કે જ્યારે દીકરો ભણે છે ત્યારે પરિવાર આગળ વધે છે, પરંતુ જ્યારે દીકરી ભણે છે ત્યારે આખો સમાજ આગળ વધે છે. આજે લોકોને આ જ વાત સમજવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ ખાસ દિવસે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે 'રાષ્ટ્રીય બાલિકા દિવસ પર, અમે બાળકીની અદમ્ય ભાવના અને સિદ્ધિઓને સલામ કરીએ છીએ. અમે તમામ ક્ષેત્રોમાં દરેક બાળકીની સમૃદ્ધ ક્ષમતાને પણ ઓળખીએ છીએ. તેઓ પરિવર્તનકર્તા છે જે આપણા દેશ અને સમાજને વધુ સારું બનાવે છે. છેલ્લા એક દાયકામાં, અમારી સરકાર એક એવા રાષ્ટ્રના નિર્માણ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે જ્યાં દરેક છોકરીને શીખવાની, વિકાસ કરવાની અને ખીલવાની તક મળે.'

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને આ ખાસ દિવસે શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે 'રાષ્ટ્રીય બાલિકા દિવસ' પર રાજ્યના લોકોને અને સમગ્ર માતૃશક્તિને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! દીકરીઓ ઈશ્વરની અમૂલ્ય રચના છે અને દેશની ભવ્ય સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓની વાહક છે. અમે તેમના હિતોનું રક્ષણ કરવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X