For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"પથરી"થી બચવું છે તો નવરાત્રીના ઉપવાસ કરો આ રીતે

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ ગુજરાતભરના અનેક લોકો નવલી નવરાત્રીના સમયે નકોડા ઉપવાસ કે ઉપવાસ કરતા હોય છે. સામાન્ય રીતે સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ એક દિવસનો ઉપવાસ ફાયદાકારક છે પણ સતત 9 દિવસનો જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે લોકોએ થોડીક ખાસ પ્રકારની કાળજી રાખવી જોઇએ જેથી કરીને તેમના શરીર પર અન્ય પ્રકારની મુશ્કેલીઓ લાંબા ગાળે ના આવે.

ગરબા રમતા જો કોઇના છોકરીથી થાય આંખો ચાર, તો આ રીતે શરૂ કરો વાતચીત

દિલ્હીના ડોક્ટર સુશીલ જૈનએ જણાવ્યું કે વ્રત રાખતી વખતે જો થોડીક સાવધાની રાખવામાં આવે તો લાંબા ગાળે આવા ઉપવાસથી તેના કારણે જે કિડનીને અસર પડે છે અને તેના કારણે પથરી થવાની જે સંભાવના ઊભી થાય છે તે ટાળી શકાય. જો કે અનેક લોકો વર્ષોથી આ રીતના ઉપવાસ, વ્રત કરે છે અને તે સંપૂર્ણ પણે શ્રદ્ધાનો વિષય છે પણ તેમ છતાં નીચે મુજબ કાળજી લેવી સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ લાભકારી છે. તો વાંચો કંઇ વસ્તુઓ ઉપવાસમાં તમને લાભ પહોંચાડી શકે છે...

પાણી અને જ્યૂસ પર ભાર

પાણી અને જ્યૂસ પર ભાર

નવ દિવસના ઉપવાસ દરમિયાન લીબુંનું પાણી, નાળિયેર પાણી, વિટામિન યુક્ત ફળોનું સેવન લાભકારી છે સાથે જ પાઇનેપલનો રસ પીવાથી પણ લાભ મળે છે.

ચા-કોફી

ચા-કોફી

વ્રત સમયે વધુ પડતી ચા કે કોફી તમને એસિડિટી કરાવી શકે છે. તો તેના બદલે જ્યૂસ કે નવસેકા પાણીમાં સાકર નાંખીની પીવી વધુ લાભકારી રહેશે.

ઉપવાસમાં શું લેવું

ઉપવાસમાં શું લેવું

ભલે તમે અન્નનો ત્યાગ નવ દિવસ માટે કર્યો હોય પણ તમારા દરરોજના જમવાના સમયે તમારે અન્નના બદલે પનીરની બનેલી મીઠાઇ, ફળ ફયાદી કે સલાડ જરૂરથી લેવા જોઇએ. સાંજે નવસેકુ દૂધ પણ હિતકારી રહેશે

કાકડી- ટમેટા

કાકડી- ટમેટા

નવરાત્રીના ઉપવાસના સમયે કાકડી, દૂધી, ટમેટા, કંદમૂળ ખાવાથી લાભ રહે છે. કારણ કે આપણે ઉપવાસ દરમિયાન રોજિંદુ કામ તો કરીએ જ છીએ જે માટે ઊર્જા તો જરૂરી જ છે. જો કે બજારની મીઠાઇઓથી દૂર રહેવું હિતાવહ છે.

ઓછું તેલ

ઓછું તેલ

ધણા લોકો ફરાળ કરીને પણ માતાજીના વ્રત કરતા હોય છે તે લોકોએ ખાસ કરીને સાંજના સમયે ઓછા તેલમાં તળેલી વસ્તુઓ ખાવી જોઇએ.

સાંજનો ખોરાક

સાંજનો ખોરાક

સાંજે બાફેલી વસ્તુઓ પર વધુ ભાર મૂકવો, દૂધ જેવો હળવો આહાર લેવો વધુ હિતકારી છે. વળી રાતના સમયે ફળોમાં સફરજન અને કેળાને બાદ કરી અન્ય કોઇ સેટ્રિક ફ્રૂટ લેવાનું ટાળવું જોઇએ.

English summary
Navratri festival Starts from 1st Oct 2016. The main thing is that people are fasting for 9 days. Here are bad and good effects of fasting on health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X