
Video: ત્રણ તાળીના ગરબાના સ્ટેપ કેવી રીતે લેવા શીખો
શું તમને ખબર છે ખાલી ગરબામાં જ 60 થી વધુ નીતનવી ટાઇપના સ્ટેપ રમવામાં આવે છે. વળી રાસ, સનેડો, દોઢિયુંમાં પણ આ જ રીતે ધણી વિવિધતા છે. માટે જ અમે વનઇન્ડિયા ગુજરાતી દ્વારા તમને નવરાત્રીના અલગ અલગ સ્ટેપ શીખવી રહ્યા છીએ. જેથી કરીને નવ દિવસ ચાલતા આ ઉત્સવમાં તમે અલગ અલગ સ્ટેપ કરી નવરાત્રીના ગરબાની મજા માણી શકો.ગુજરાતમાં ઠેર ઠેર શેરી ગરબા થાય છે. અને જે લોકો શેરી ગરબામાં ભાગે લેતા હશે તેમને ચોક્કસથી ખબર હશે કે શરૂઆતમાં ધીમા સંગીત સાથે બે તાળી અને ત્રણ તાળીના સ્ટેપ લેવામાં આવે છે. અને પછી જેમ રાત વધતી જાય છે તેમ ખેલૈયાઓ નીત નવા ગરબાની સ્ટાઇલ કરતા જાય છે.
વનઇન્ડિયાના નવરાત્રી સ્પેશ્યલમાં અત્યાર સુધી અમે તમને બેઝિક, બે તાળીના સ્ટેપ શીખવી ચૂક્યા છીએ. સાથે જ સનેડો, દોઢિયું જેવા એડવાન્સ સ્ટેપ પણ શીખવ્યા છે. આ તમામ સ્ટેપની યૂટ્યૂબ લિંક જોવા માટે આ લિંક પર ક્લિક કરો. અને ત્રણ તાળીનો સ્ટેપ શીખવા માટે નીચેનો વીડિયો જુઓ. જેમાં નાના બાળકો તમને નવરાત્રીના આ સાદા અને સરળ સ્ટેપ શીખવી રહ્યા છે. તો જુઓ આ વીડિયો...