NEET Paper Leak : શું છે એન્ટી પેપર લીક કાયદો? પકડાયા તો વેચાઈ જશે પુરી સંપતિ
NEET Paper Leak : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતની શિક્ષણ વ્યવસ્થાને મજાક બનાવી દીધી છે. અભણ મંત્રીઓ વાળી આ સરકારમાં એક પછી એક પેપર લીક થઈ રહ્યાં છે.
નીટ પેપર લીક થયા બાદ નેટની એક્ઝામ પણ રદ કરવી પડી છે. તમને જણાવી દઈએ કે, પેપર લીકને લઈને કડક કાયદા હોવા છત્તા શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે.

શું છે પેપર લીક વિરોધી કાયદો?
NET-UGC, NEET, રેલ્વે ભરતી, UPSSSC જેવી કોઈપણ પરીક્ષામાં પેપર લીક સંબંધિત છેતરપિંડીના કિસ્સામાં સરકારે આરોપીઓ સામે પેપર લીક વિરોધી કાયદો ઘડ્યો છે. આ કાયદા હેઠળ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ એન્ટી પેપર લીક બિલ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 તરીકે ઓળખવામાં આવે છે, તે પહેલીવાર 5 ફેબ્રુઆરી 2024ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
તેને 6 ફેબ્રુઆરીએ લોકસભામાં અને 9 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. તે જ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને મંજૂરી આપી અને તે કાયદો બની ગયો. આ પાછળનો વિચાર જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોનો ઉપયોગ અટકાવવાનો હતો.
10 વર્ષની કેદ અને 1 કરોડનો દંડ
પેપર લીક વિરોધી કાયદા હેઠળ પેપર લીક કેસમાં દોષિત ઠરે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. જો આરોપી અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં હાજર રહેતો પકડાય તો 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
આ સાથે પેપર લીકમાં કોઈ સંસ્થાનું નામ સામે આવશે તો પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ વસૂલવામાં આવશે. એટલું જ નહીં સંસ્થાને જપ્ત પણ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
