• search

આ નવરત્નોએ પાર પાડી મોદીની નાવડી

By Kumar Dushyant

ગાંધીનગર, 16 મે: જેમ-જેમ વોટોની ગણતરી શરૂ થશે, તેમ-તેમ મતદારોએ દેશનું ભાગ્ય કોના હાથમાં સોપ્યું છે તે સામે આવી જશે. એક્ઝિટ પોલના અનુસાર મતદારોએ આ વખતે મોદી સરકારના પક્ષમાં મતદાન કર્યું છે અને ભાજપ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનવવા જઇ રહી છે. જો આમ થાય છે તો તેના પાછળ નરેન્દ્ર મોદીની છબિ અને તેમના પ્રભાવને નકારી ન શકાય.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેરની સાથે-સાથે તેમના નવરત્નોના સહયોગને પણ ઓછો આંકી ન શકાય. જે દરેક સમયે નરેન્દ્ર મોદીની સાથે મજબૂતી સાથે ઉભા રહ્યાં અને તમામ વિરોધો છતાં ચૂંટણી મહાસમરમાં તેમના પક્ષમાં માહોલ બનાવવામાં આકરી મહેનત કરી. સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જાણો કયા છે તે નવરત્નો...

અમિત શાહ

અમિત શાહ

નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા અમિત શાહને આ મહાસમરમાં ઉત્તર પ્રદેશનો આકરો પડકાર સોંપવામાં આવ્યો હતો. જાત-પાતના રાજકારણથી પ્રભાવિત ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને તેમના મજબૂત કૈડરને પાર પાડવો અમિત શાહને પડકારના રૂપમાં મળ્યો. તેમણે ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળતા જ નિર્જીવ પડેલા ભાજપા કૈડરમાં જીવ પુરી દિધો.

ભાજપના નાથ

ભાજપના નાથ

ભાજપના નાથ એટલે કે રાજનાથ સિંહે પાર્ટીના એક ધડાના તીખા વિરોધ છતાં ના ફક્ત નરેન્દ્ર મોદીને પહેલાં પ્રચારના પ્રમુખ બનાવ્યા, પરંતુ પછી વડાપ્રધાન પદના ઉમેદવાર પણ બનાવાયા. રાજનાથ સિંહના મહત્વનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે નરેન્દ્ર મોદી જેમની સાથે સીધા હૉટ લાઇન પર હોય છે, તે રાજનાથ સિંહ છે.

અરૂણ જેટલી

અરૂણ જેટલી

અરણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જામે છે. નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન જેટલીએ સાર્વજનિક રીતે મંચ પરથી કહ્યું હતું કે તેમના અને નરેન્દ્ર મોદી વચ્ચે દરરોજ ફોન પર વાતચીત થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરૂણ જેટલીએ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ઇશારા ઇશારામાં સૌથી પહેલા6 અરૂણ જેટલીએ જ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર માટે વાતાવરણ બનાવ્યું હતું અને પછી અન્ય ટોચના નેતાઓ નરેન્દ્ર મોદીના પક્ષમાં લામબંદ કર્યો.

નિતિન ગડકરી

નિતિન ગડકરી

બીજાથી અલગ નિતિન ગડકરી માટે નરેન્દ્ર મોદીના નવરત્નોમાં સામેલ હોવું આસાન ન હતું. નિતિન ગડકરીના પાર્ટી અધ્યક્ષ રહેતાં નરેન્દ્ર મોદી સાથે તેમના ટકરાવના ઘણા મુદ્દા સામે આવ્યા. કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે નિતિન ગડકરીને ફરીથી અધ્યક્ષ બનાવવાના પક્ષમાં નરેન્દ્ર મોદી ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે નિતિન ગડકરી તેમની વડાપ્રધાન પદની ઉમેદવારીના માર્ગમાં અડચણ બની શકે છે.

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

નાના પડદાની ચમક દમકથી નિકળીને રાજકારણના મેદાનમાં ઉતરનારી સ્મૃતિ ઇરાની જ તે નેતા છે, જેમણે નમો ટીનો આઇડિયા આપ્યો. ગુજરાતમાં રમખાણોને લઇને એકસમયે નરેન્દ્ર મોદી પાસે રાજીનામાની માંગણી કરનાર તુલસી એટલે કે સ્મૃતિ ઇરાની આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની છબિને ચમકાવવામાં પુરી તાકાત લગાવી દિધી.

ભાજપના ખજાનચે

ભાજપના ખજાનચે

ભાજપના ખજાનચી છે પીયૂષ ગોયલ. પીયૂષ ગોયલના પિતા પણ ભાજપના ખજાનચી હતા. સ્મૃતિ ઇરાનીએ આઇડિયા આપ્યો તો પીયૂષ ગોયલે નમો ટીનું આયોજન સફળતાપૂર્વક અંજામ સુધી પહોંચાડ્યું. પીયૂષ ગોયલ જ સોશિયલ મીડિયાનું કામકાજ જોવે છે.

રામલાલ

રામલાલ

રામલાલ ભાજપમાં સંગઠન મહામંત્રી છે. સંઘના પ્રતિનિધિ રામલાલ નરેન્દ્ર મોદીના ઘણા અંગત માનવામાં આવે છે. તેમણે આ મહાસમરમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં માહોલ બનાવવા માટે પોતાની તાકાત લગાવી દિધી હતી.

અનંત કુમાર

અનંત કુમાર

ભાજપમાં વરિષ્ઠ નેતા અનંત કુમાર પણ લાલકૃષ્ણ અડવાણીના કટ્ટર સમર્થકોમાં સામેલ છે. તેમછતાં તે નરેન્દ્ર મોદીની નજીક આવ્યા અને આ મહાસમરમાં નરેન્દ્ર મોદી માટે ખુલીને ચૂંટણી પ્રચાર કર્યો. વારાણસીમાં થયેલા નરેન્દ્ર મોદીના રોડ શોમાં તે પણ સામેલ થયા.

ગોપીનાથ મુંડે

ગોપીનાથ મુંડે

મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી ગોપીનાથ મુંડે જમીન સાથે જોડાયેલા નેતા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ માટે ભીડ એકઠી કરનાર તે એકમાત્ર રાજનેતા છે અને મહારાષ્ટ્રમાં પાર્ટીને ઉભી કરવામાં તેમનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. ગોપીનાથ મુંડેનો પછાત વર્ગોમાં સારો પ્રભાવ ધરાવનાર મહત્વપૂર્ણ ઓબીસી નેતા છે. તેમણે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પક્ષમાં લહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

English summary
Now everyone is singing song of Narendra Modi but we must be familiar with his nine diamonds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more