For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ જાપાનીઝ ચશ્મા કરી આપે છે અઘરા શબ્દોનો અનુવાદ

|
Google Oneindia Gujarati News

જાપાનની એક મોટી મોબાઇલ ઓપરેટર કંપનીએ જણાવ્યું છે કે તેણે એક એવા ચશ્મા તૈયાર કર્યા છે કે જે ઓછા જાણીતા અથવા અઘરા શબ્દોની યાદી તૈયાર કરી તેનો અનુવાદ કરી શકવા માટે સક્ષમ છે. આ અનોખા ચશ્મા એનટીટી ડોકોમો ગ્લાસીસ તરીકે જાણીતા બન્યા છે. આ અંગે એનટીટી ડોકોમો કંપનીના જણાવ્યા અનુસાર તેના આ ઇન્ટેલિજન્ટ ચશ્મા કોઇ પણ અપરિચિત શબ્દોનો અનુવાદ રજૂ કરી શકે છે.

આ ચશ્માની ખાસિયત એ છે કે તે જોવાની સાથે સાથે આભાસી ચિત્રોની હેરફેર કરવામાં પણ સહાયક છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીને જાપાનના એક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શૉ સીટેક 2013માં પ્રદર્શિત કરવામાં આવશે.

આવો જાણીએ એનટીટી ડોકોમો ગ્લાસીસની શું છે ખાસિયતો...

પર્યટકો માટે આશીર્વાદ

પર્યટકો માટે આશીર્વાદ


એનટીટી ડોકોમોનું કહેવું છે કે આ ચશ્મા પર્યટકો માટે વરદાન સાબિત થઇ શકે છે. શબ્દોને ઓળખવાની ટેકનિકથી વિદેશયાત્રા કરનારા પર્યટકો, રેસ્ટોરન્ટનું મેનુ અને અન્ય દસ્તાવેજોને વાંચવામાં તરત સહાયતા મળી શકશે.

તમામ ભાષાઓ ઉપલબ્ધ બનાવાશે

તમામ ભાષાઓ ઉપલબ્ધ બનાવાશે


કંપનીનું કહેવું છે કે આ ચશ્મા ઉપર વધારે સંશોધન કરવામાં આવી રહ્યું છે. જે મુજબ કોઇ પણ ભાષાના શબ્દને ચશ્માનો ઉપયોગ કરનારની પરિચિત ભાષામાં અનુવાદિત કરી શકશે. વર્તમાન સમયમાં તેમાં જાપાનીઝ, અંગ્રેજી, ચીની અને કોરિયન ભાષાઓનો અનુવાદ થઇ શકે છે. તેને કોઇ પણ ભાષામાં અનુવાદ કરતા માત્ર પાંચ સેકન્ડનો સમય લાગે છે.

પિક્ચર ટ્રાન્સફર

પિક્ચર ટ્રાન્સફર


એનટીટી ડોકોમોના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીથી સપાટ સપાટીને ટચસ્ક્રીનમાં પરિવર્તિત કરી શકાય છે. કોઇ પણ વ્યક્તિ ચશ્મામાં એક રિંગનો ઉપયોગ કરીને સામે જોવા મળતા ચિત્રોને પણ હેરફેર કરી શકે છે.

ફેસ ડિટેક્શન પણ ખરું

ફેસ ડિટેક્શન પણ ખરું


ચશ્મામાં સામે દેખાતી વ્યક્તિની વ્યક્તિગત માહિતી પ્રદર્શિત કરવા માટે ચહેરાની ઓળખ કરનારા એક સોફ્ટવેરનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને દૂરના સર્વરોનો ઉપયોગ કરવામાં આવે છે.

સક્ષમ ટેકનોલોજી

સક્ષમ ટેકનોલોજી


આઇડીસી કન્ઝ્યુમર ટેકનોલોજીના સલાહકાર જોનાથન ગોનું કહેવું છે કે ધારણ કરી શકાય તેવી ટેકનિકમાં ઘણી ક્ષમતા છે. જો કે તેને સફળ બનાવવા અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે એમ છે.

અવરોધો પણ ખરા

અવરોધો પણ ખરા


ગોનું કહેવું છે કે નાની એપ્લિકેશનવાળા તેની સાથે સ્માર્ટ ચશ્મા વેચશે નહીં કારણ કે તેની સાથે આકાર, વજન અને બેટરી લાઇફ જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત દુનિયામાં ફેશન અને સામાજિક સ્વીકાર્યતાના પ્રશ્નો પણ છે.

English summary
Now japanese glasses can translate less known words
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X