• search

...અને બાળગંગાધર તિળક બન્યા 'લોકોને માન્ય એવા નેતા'

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  અમદાવાદ, 1 ઑગસ્ટ : લોકમાન્ય ટિળકનું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા. મહારાષ્ટ્ર સાથે ઘરોબો ધરાવનાર ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ચિખલી ગામે ચિતપવન બ્રાહ્મણ કુટુંબમાં 23 જુલાઇ 1856માં થયો હતો. જ્યારે આજના દિવસે એટલે કે 1 ઑગસ્ટ 1920ના રોજ તેમનું નિધન થયું હતું. ગાંધીજીની અસહકાર ચળવળનો આજે પહેલો જ દિવસ હતો. ગાંધીજી તેમના 20 સાથીદારો સાથે લોકમાન્ય તિળકના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. બાળગંગાધર તિળક આખરે કઇ રીતે બન્યા લોકમાન્ય ટિળક તેમના જીવન પર એક નજર...

  ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ચિખલી ગામે ચિતપવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અવસાન પામ્યાં. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન 1877માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.

  તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતનાતો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટે ની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુ ની સેવા કરવામાં આવે.

  સ્નાતક કર્યા બાદ, ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક પ્રાધ્યાપકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથે તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો. તે સમય ગાળામાં તેઓએ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતાં કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી.

  તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ ક્રિષ્ના ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેમનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણને ગુણવત્તા વધારવાનો હતો. ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચાર સરણીનો વિકાસ કરવાનો હતો. તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.

  લોકમાન્ય તિળક
  અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક " એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકો તેમને સન્માન થી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું જેનો અર્થ થતો લોકોને માન્ય એવા નેતા એટલે લોકમાન્ય ટિળક.

  સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે
  ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીશ જ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.

  પત્રકાત્વમાં ડંકો
  ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળીને ઈ.સ. 1881માં બે વર્તમાન પત્રો ચાલુ કર્યા હતા. જેમાંથી એકનું નામ "કેસરી" (સંસ્કૃત અર્થ સિંહ) જે મરાઠીમાં પ્રકાશિત થતું હતું, અને બીજું "ધ મરાઠા" જે અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું. માત્ર બે વર્ષોમાં જ કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાન પત્ર કરતાં વધુ થઈ ગયો હતો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્કમાટે લડી લેવાની વાત કહી.

  ટિળક કોંગ્રેસમાં જોડાયા
  ઇ.સ. 1880માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. 1891માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનુઁ સ્વાગત કર્યું પણ ટિળકે આને હિંદુ સંસ્કૃતિના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ગણાવ્યું. જોકે તેઓ જાતે બાળ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની પુત્રીને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.

  ટિળકની જેલયાત્રા
  30 એપ્રિલ 1930ના દિવસે કલકત્તાના ચીફ પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે બે બંગાળી યુવક પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદ્દીરામ બોઝ એ મુઝફ્ફરપુરમાં એક ગાડી પર બોમ્બ ફેંક્યો. આમ કરતાં ભૂલ થઇ અને એક પ્રવાસી મહિલા મૃત્યુ પામી. પકડાઇ જતાં ચાકી એ આત્મઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા અપાઇ. ટિળકે તેમના છાપાંમાં ક્રાંતીકારીઓનો બચાવ કર્યો અને તત્કાલિક સ્વરાજ્યની માંગણી કરી. સરકારે તેમની ધરપકડ કરી તેમણે યુવક મોહંમદ અલી જીન્હાને તેમનો પક્ષ લડવાની વિનંતી કરી. પણ બ્રિટિશ જજે તેમને ગુનેગાર ઠરાવ્યા અને તેમને 1908થી 1914 સુધી બર્માની માંડલેની જેલમાં કેદ ની સજા આપી.

  સામાજિક યોગદાન
  ટિળક રશિયન ક્રાંતિથી અત્યંત પ્રભાવિત હતાં, અને લેનિનની તેમણે ઘણી પ્રસંશા પણ કરી હતી. ઈ.સ. 1894માં ઘરે ઘરે થતી ગણેશ પુજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવ્યો અને શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. સરઘસ આ તહેવારોનો એક પ્રમુખ અંગ હતો. ગોપાલ ગણેશ આગરકર ટિળક દ્વારા શરૂ કરાયેલ છાપા "કેસરી"ના 1980-81 પ્રથમ તંત્રી હતાં. ટિળક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થતાં ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાન પત્ર છોડ્યું અને "સુધારક" નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.

  ટિળકનો જન્મ અને અભ્યાસ

  ટિળકનો જન્મ અને અભ્યાસ

  ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ચિખલી ગામે ચિતપવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અવસાન પામ્યાં. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન 1877માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.

  અભ્યાસ બાદ વ્યવસાય

  અભ્યાસ બાદ વ્યવસાય

  સ્નાતક કર્યા બાદ, ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક પ્રાધ્યાપકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથે તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો. તે સમય ગાળામાં તેઓએ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતાં કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી. તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ ક્રિષ્ના ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેમનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણને ગુણવત્તા વધારવાનો હતો. ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચાર સરણીનો વિકાસ કરવાનો હતો. તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.

  લોકમાન્ય તિળક

  લોકમાન્ય તિળક

  અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક " એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકો તેમને સન્માન થી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું જેનો અર્થ થતો લોકોને માન્ય એવા નેતા એટલે લોકમાન્ય ટિળક.

  સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે

  સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે

  ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીશ જ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.

  પત્રકાત્વમાં ડંકો

  પત્રકાત્વમાં ડંકો

  ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળીને ઈ.સ. 1881માં બે વર્તમાન પત્રો ચાલુ કર્યા હતા. જેમાંથી એકનું નામ "કેસરી" (સંસ્કૃત અર્થ સિંહ) જે મરાઠીમાં પ્રકાશિત થતું હતું, અને બીજું "ધ મરાઠા" જે અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું. માત્ર બે વર્ષોમાં જ કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાન પત્ર કરતાં વધુ થઈ ગયો હતો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્કમાટે લડી લેવાની વાત કહી.

  ટિળક કોંગ્રેસમાં જોડાયા

  ટિળક કોંગ્રેસમાં જોડાયા

  ઇ.સ. 1880માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. 1891માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનુઁ સ્વાગત કર્યું પણ ટિળકે આને હિંદુ સંસ્કૃતિના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ગણાવ્યું. જોકે તેઓ જાતે બાળ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની પુત્રીને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.

  ટિળકની જેલયાત્રા

  ટિળકની જેલયાત્રા

  30 એપ્રિલ 1930ના દિવસે કલકત્તાના ચીફ પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે બે બંગાળી યુવક પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદ્દીરામ બોઝ એ મુઝફ્ફરપુરમાં એક ગાડી પર બોમ્બ ફેંક્યો. આમ કરતાં ભૂલ થઇ અને એક પ્રવાસી મહિલા મૃત્યુ પામી. પકડાઇ જતાં ચાકી એ આત્મઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા અપાઇ. ટિળકે તેમના છાપાંમાં ક્રાંતીકારીઓનો બચાવ કર્યો અને તત્કાલિક સ્વરાજ્યની માંગણી કરી. સરકારે તેમની ધરપકડ કરી તેમણે યુવક મોહંમદ અલી જીન્હાને તેમનો પક્ષ લડવાની વિનંતી કરી. પણ બ્રિટિશ જજે તેમને ગુનેગાર ઠરાવ્યા અને તેમને 1908થી 1914 સુધી બર્માની માંડલેની જેલમાં કેદ ની સજા આપી.

  સામાજિક યોગદાન

  સામાજિક યોગદાન

  ટિળક રશિયન ક્રાંતિથી અત્યંત પ્રભાવિત હતાં, અને લેનિનની તેમણે ઘણી પ્રસંશા પણ કરી હતી. ઈ.સ. 1894માં ઘરે ઘરે થતી ગણેશ પુજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવ્યો અને શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. સરઘસ આ તહેવારોનો એક પ્રમુખ અંગ હતો. ગોપાલ ગણેશ આગરકર ટિળક દ્વારા શરૂ કરાયેલ છાપા "કેસરી"ના 1980-81 પ્રથમ તંત્રી હતાં. ટિળક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થતાં ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાન પત્ર છોડ્યું અને "સુધારક" નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.

  English summary
  Today is Death anniversary of Lokmanya Tilak. Lets have eye on his life, how he converted into Lokmanya Tilak from Bal Gangadhar Tilak.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more