For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક તૃતીયાંશ લોકોનો ઓફિસમાં હોય છે અફેર, આ કારણે તેને રાખે છે સિક્રેટઃ સર્વે

દિલ પર કોઈનું જોર નથી ચાલતુ. તમે કોઈ પણ ઓફિસમાં કામ કરતા હોવ ત્યાં તમે પણ કોઈને જોઈને આકર્ષિત થઈ શકો છો.

|
Google Oneindia Gujarati News

દિલ પર કોઈનું જોર નથી ચાલતુ. તમે કોઈ પણ ઓફિસમાં કામ કરતા હોવ ત્યાં તમે પણ કોઈને જોઈને આકર્ષિત થઈ શકો છો. એક સર્વેની મદદથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઓફિસમાં પણ લોકો રોમાંસ કરવાનો મોકો નથી છોડતા. આ સર્વે મુજબ ઓફિસના એક તૃતીયાંશ કર્મચારી સાથે કામ કરતા લોકો સાથે રોમાંસ કરે છે.

કર્મચારી પ્રેમની શોધમાં રહે છે

કર્મચારી પ્રેમની શોધમાં રહે છે

આ સર્વેમાં 885 કર્મચારીઓને શામેલ કરવામાં આવ્યા. આ સર્વે ભારતમાં નહિ પરંતુ કેનેડાના કર્મચારીઓ પર કરવામાં આવ્યો. કેનેડાની ઓફિસમાં થયેલા સર્વેની મદદથી માલુમ પડ્યુ કે ત્યાંના કર્મચારી પ્રેમની શોધમાં તો રહે છે પરંતુ તે એ વાતને ઓફિસના પણ ત્રીજા વ્યક્તિથી છૂપાવીને રાખે છે.

એચઆરથી છૂપાવીને રાખે છે પોતાનો પ્રેમ

એચઆરથી છૂપાવીને રાખે છે પોતાનો પ્રેમ

એડીપી કેનેડાએ આ સર્વેને પૂરો કર્યો છે. આ સર્વેમાં શામેલ કરાયેલ વ્યક્તિઓ પાસેથી મળેલી માહિતી અનુસાર 45 ટકા લોકો પોતાના રોમાંસને કોઈને કોઈનાથી છૂપાવીને રાખે છે. વળી, 27 ટકા લોકો એવા પણ છે જે પોતાના રોમાંસ અને પ્રેમની ખબરને ઓફિસમાં બધાથી ગુપ્ત રાખે છે. આ સર્વેમાં 37 ટકા લોકોએ સ્વીકાર્યુ કે કેનેડાના લોકો પોતાના સંબંધોને ઓફિસમાં એચઆરથી છૂપાવીને રાખે છે.

આ પણ વાંચોઃ શ્વેતા તિવારી અને અભિનવના સંબંધ વિશે હવે પહેલા પતિ રાજા ચૌધરીએ કર્યો મોટો ખુલાસોઆ પણ વાંચોઃ શ્વેતા તિવારી અને અભિનવના સંબંધ વિશે હવે પહેલા પતિ રાજા ચૌધરીએ કર્યો મોટો ખુલાસો

નોકરી જવાનો ડર

નોકરી જવાનો ડર

આ સર્વેમાં 40 ટકા લોકોએ સીનિયર્સ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની નજરોથી પોતાની રિલેશનશિપને છૂપાવીને રાખવાની વાત માની. આની પાછળ ઘણા લોકોએ એ કારણ આપ્યુ કે ઓફિસમાં આ પ્રકારના રિલેશનશિપ વિશે કોઈ પોલિસી નથી. સર્વેમાં 31 ટકા લોકો એવા પણ હતા જે ઓફિસમાં રોમાંસ અને રિલેશનશિપમાં ન પડવા માટે જાગૃત છે કારણકે એ જાણે છે કે આના લીધે તેમની નોકરી પણ જઈ શકે છે.

સંબંધ વિશે જણાવીને દબાણ અનુભવે છે

સંબંધ વિશે જણાવીને દબાણ અનુભવે છે

83 ટકા લોકોનું કહેવુ છે કે તે કાર્યક્ષેત્રમાં પોતાના સંબંધ વિશે ઓપન છે. ઓફિસમાં એવા 19 ટકા લોકો જે કોઈની સાથે રિલેશનશિપમાં છે અને તેમણે પોતાની વાત પોતાના કોઈ સાથીને જણાવી દીધી છે તેમવુ માનવુ છે કે આ જાણકારી શેર કર્યા બાદ તે દબાણ અનુભવે છે.

English summary
One-third of workers finding romance at work: Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X