For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑનલાઈન મેસેજિંગ એપ્સ આ 6 રીતે ખરાબ કરી શકે છે તમારી રિલેશનશિપ

આવો જાણીએ આ ઑનલાઈન મેસેજિંગ એપ્સ દ્વારા તમારો સંબંધ કઈ રીતે ડેમેજ થઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આજની આધુનિક ટેકનોલૉજી આપણા જીવનને વધુ સરળ બનાવી રહી છે. સ્માર્ટ ફોન અને તેની વિવિધ એપ્સની મદદથી લોકોનુ જીવન વધુ સુવિધાજનક બની રહ્યુ છે. અમુક એપની મદદથી વારંવાર કૉલ કરવાની ઝંઝટમાંથી પણ બચી શકાય છે. અલગ-અલગ એપ દ્વારા ઘણા કામો સરળ બની જાય છે. જો કે, આ એપ્સ તમારા જીવન અને સંબંધો પર પણ અસર છોડી જાય છે. ઑનલાઈન મેસેજિંગ એપ તમારા રિલેશનને ઘણી રીતે ખરાબ કરી શકે છે. આવો જાણીએ આ ઑનલાઈન મેસેજિંગ એપ્સ દ્વારા તમારો સંબંધ કઈ રીતે ડેમેજ થઈ શકે છે.

મેસેજનો જવાબ ના મળે એટલે થાય ઝઘડો

મેસેજનો જવાબ ના મળે એટલે થાય ઝઘડો

ઘણીવાર કપલ્સ આ ઓનલાઈન મેસેજિંગ એપ્સ દ્વારા એકબીજાને મેસેજ કરે છે. પરંતુ એવુ જરૂરી નથી કે જ્યારે તમે ફ્રી હોવ ત્યારે તમારો પાર્ટનર પણ ફ્રી હોય. ઘણી વખત તેઓ ફ્રી હોતા નથી અથવા તેઓ મેસેજનો જવાબ આપી શકતા નથી. આવી સ્થિતિમાં સામેની વ્યક્તિને લાગે છે કે તેનો પાર્ટનર તેને નજરઅંદાજ કરી રહ્યો છે અથવા તો તેને હવે આ સંબંધમાં રસ નથી રહ્યો. જેના કારણે પરસ્પર તણાવ અને ઝઘડાઓ વધવા લાગે છે.

શંકા વધે

શંકા વધે

આ સામાન્ય રીતે લૉન્ગ ડિસ્ટંસ રિલેશનશિપમાં જોવા મળે છે. ઓનલાઈન મેસેજિંગ એપ પર તમે સામેની વ્યક્તિનુ લાસ્ટ સીન વગેરે જોઈ શકો છો. જો તમારો પાર્ટનર મોડી રાત સુધી ઓનલાઈન મેસેજિંગ એપ પર એક્ટિવ રહેતો હોય તો તમારા મનમાં જુદા જુદા વિચારો આવે છે. કેટલીકવાર લોકો પોતાના પાર્ટનર પર શંકા પણ કરવા લાગે છે. જેના કારણે તેમની વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે.

મેસેજ ચેક કરવાથી સંંબંધમાં પડે તિરાડ

મેસેજ ચેક કરવાથી સંંબંધમાં પડે તિરાડ

આપણા બધાની આદત છે કે આપણે આપણા પાર્ટનરની ઓનલાઈન મેસેજિંગ એપ પર બીજાને મોકલેલા અને આવતા મેસેજ ચેક કરીએ છીએ. પરંતુ આમ કરવાથી ઘણીવાર સંબંધોમાં તિરાડ આવે છે. કોઈ પણ વ્યક્તિને પોતાના મેસેજ ચેક થાય એ ગમતુ નથી. જેના કારણે તેમની વચ્ચે ઝઘડા થાય છે. ક્યારેક વ્યક્તિને એવુ પણ લાગે છે કે તેનો પાર્ટનર તેના પર બિલકુલ વિશ્વાસ નથી કરતો. આ વિચારસરણી સંબંધને પણ નુકસાન પહોંચાડે છે.

ઑનલાઈન સ્ટૉક કરવાની આદત વધે

ઑનલાઈન સ્ટૉક કરવાની આદત વધે

ઑનલાઈન મેસેજિંગ એપ્સમાં આ સમસ્યા અત્યંત સામાન્ય છે. મોટાભાગના યુગલો તેમના પાર્ટનરની ઑનલાઈન એક્ટિવિટી તપાસવા માટે આખો દિવસ તેમની સ્ક્રીન પર વારંવાર જોતા રહે છે. તે તેના ઑનલાઈન થવાથી લાસ્ટ સીન સુધી ચેક કરે છે. આ રીતે તેને તેના પાર્ટનરને ઑનલાઈન સ્ટૉક કરવાની આદત પડી જાય છે. જેના કારણે તેઓ ઘણીવાર પોતાના પાર્ટનરને અલગ-અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેમની વચ્ચેના સંબંધો બગડી જાય છે.

નેગેટીવ સ્ટેટસ લગાવવુ

નેગેટીવ સ્ટેટસ લગાવવુ

એવુ જોવામાં આવે છે કે જ્યારે પણ કપલ વચ્ચે ઝઘડો થાય છે ત્યારે લોકો તેમના સ્ટેટસ પર ઈમોશનલ કે નેગેટિવ મેસેજ ટાઈપ કરે છે અથવા સ્ટેટસ પર વીડિયો મૂકે છે. આમ કરવાથી વ્યક્તિને ઘણી વાર એવુ લાગે છે કે તેનો પાર્ટનર તેને નિશાન બનાવી રહ્યો છે અથવા તો માર મારી રહ્યો છે. જેના કારણે સ્થિતિ ઉકેલાવાને બદલે વધુ વણસે છે.

માત્ર મેસેજિંગ એપ પર વાત કરવી

માત્ર મેસેજિંગ એપ પર વાત કરવી

આજના ડિજિટલ યુગમાં મોટાભાગના યુગલો તેમનો સમય ઑનલાઈન મેસેજિંગ એપ્સ પર વિતાવે છે. તેઓ કૉલ પર એકબીજા સાથે વાત કરવા કરતાં ઑનલાઇન મેસેજિંગ એપને વધુ પ્રાધાન્ય આપે છે. ઈમોજી દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પણ મોકલવામાં આવે છે. જેના કારણે સંબંધમાં અંગત સ્પર્શ કે આત્મીયતા ખતમ થવા લાગે છે અને સંબંધનો પાયો નબળો પડી જાય છે. તેથી ઑનલાઈન મેસેજિંગ એપ્સ પર ચેટ કરો પરંતુ સાથે મળીને ક્વૉલિટી ટાઈમ પસાર કરવાનુ ભૂલશો નહિ.

English summary
Online messaging apps destroys your relationship. Know how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X