સોશ્યલ મીડિયાનો કમાલ, ચાવાળો બની ગયો મોડેલ

Posted By:
Subscribe to Oneindia News

સોશ્યલ મીડિયામાં પાછલા થોડા સમયથી એક હેસટેગ ધૂમ મચાવી રહ્યો છે. #Chaiwala નામના આ હેસટેગમાં એક બ્લુ આંખો વાળો છોકરો તેમની એક ઝલકથી એક છોકરીઓને તેનો દિવાનો બનાવી રહ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેન્ડનો કમાલ તો જુઓ હવે આ ચાવાળાને એક મોડલિંગ કોન્ટ્રાક્ટ પણ મળી ગયો છે.

50 વર્ષની થઇ અમૂલ ગર્લ, જાણો કોણે બનાવી તેને?

આમ ખરેખરમાં સોશ્યલ મીડિયાએ એક યુવકનું જીવન જ બદલી નાંખ્યું છે. ત્યારે કોણ છે આ યુવક, કેવી રીતે તે એક ચા વાળાથી બની ગયો મોડેલ અને સોશ્યલ મીડિયા પર યુવતીઓએ તેના વિષે શું કહ્યું આ તમામ વાતો વાંચો અહીં...

ચાવાળો બન્યો મોડેલ

સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવ્યા પછી પાકિસ્તાનના આ ચાવાળાને એક કપડા બનાવતી કંપની ફીટઇન. પીકેએ મોડેલ તરીકે સાઇન કર્યો છે. અને તેને મોડલિંગ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

ન્યૂ લૂક

ત્યારે આ કંપની દ્વારા આ યુવકને મોડલિંગ કોન્ટ્રાક્ટ મળતા આવનારા દિવસમાં કંઇક આવા ડેશિંગ લૂકમાં જોવા મળશે આ ચાવાળો.

કોણ છે આ ચાવાળો

પ્રાપ્ત માહિતી મુજબ આ યુવકનું નામ અસદ ખાન છે. તે ઇસ્લામાબાદની રવિવારની બઝારમાં એક ચાની દુકાન પર કામ કરે છે. અને તે પાછલા કેટલાક મહિનાથી જ અહીં જોડાયો છે. ઓક્ટોબર 14ના રોજ જીયા અલી નામની એક યુવતીએ તેની આ તસ્વીર ઇંસ્ટ્રાગ્રામ પર શેયર કરી હતી. અને ત્યાંથી જ તે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી.

ચાયવાળો મોડેલ

ચાયવાળા હેસટેગ બાદ ચાયવાળો મોડેલ હેસટેગ પણ સોશ્યલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. અને લોકો તેને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ સરખાવી રહ્યા છે. સાથે જ પાવર ઓફ ચાયવાળા કરીને પણ લોકો ટિપ્પણી આપી રહ્યા છે.

છોકરીઓ થઇ દિવાની

જો કે સોશ્યલ મીડિયા પર અનેક પાકિસ્તાની યુવતીઓ આ યુવક પર આફરિન થઇ ચૂકી છે. અને આ જ કારણ છે કે સોશ્યલ મીડિયાના કારણે આ યુવકનું જીવન જ બદલાઇ ગયું છે.

English summary
After stealing million people hearts on Social media, Chaiwala become model.
Please Wait while comments are loading...