Paris olympics 2024: કોણે ફેંક્યો હતો સૌથી પહેલા ભાલો? જાણો ભાલા ફેંકનો ઈતિહાસ
Paris Olympics 2024, history of javelin throw: નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાએ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે પાકિસ્તાનના કીર્શાદ નદીમે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ભાલા ફેંક અમુક દાયકાઓ કે વર્ષો જૂની સ્પર્ધા નથી, પરંતુ તેનો ખૂબ જ ખાસ અને લાંબો ઈતિહાસ છે. ભાલા ફેંકની સ્પર્ધાનો ઈતિહાસ અને સૌપ્રથમ કોણે બરછી ફેંકી હતી, એ વિશે આ અહેવાલમાં આપણે જાણીશું.
history of javelin throw - યુદ્ધના શસ્ત્રોથી લઈને ઓલિમ્પિક સુધી - બરછી ફેંકનો ઈતિહાસ ઘણો જૂનો છે. 708 ઈસ પૂર્વે ગ્રીસમાં આયોજિત પ્રાચીન ઓલિમ્પિક રમતોમાં પ્રથમ વખત ભાલા ફેંકને રમત તરીકે સામેલ કરવામાં આવી હતી. તે દોડ, ડિસ્કસ થ્રો, લાંબી કૂદ અને કુસ્તીની સાથે પેન્ટાથલોન ઈવેન્ટનો ભાગ બન્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે, જ્યારે પહેલીવાર બરછી ફેંકવાની સ્પર્ધા યોજાઈ હતી, ત્યારે બરછી ઓલિવ વુડમાંથી બનાવવામાં આવી હતી. જોકે, પ્રાચીન ઓલિમ્પિક રમતના સ્થળ ઓલિમ્પિયાની સ્થિતિ સદીઓથી ઘણી લડાઈઓ અને કુદરતી આફતો પછી બગડી ગઈ છે.

જે બાદ ઈસવીસન 394 ની આસપાસ, રોમન સમ્રાટ થિયોડોસિયસ I દ્વારા મૂર્તિપૂજક સમારંભો અને ક્રિયાઓને ગેરકાયદેસર જાહેર કર્યા પછી રમતોને સત્તાવાર રીતે નાબૂદ કરવામાં આવી હતી. આ સાથે બરછી ફેંક પણ અહીં અટકી ગઈ હતી. સદીઓ બાદ સ્કેન્ડિનેવિયનોએ 1700 ના દાયકાના અંતમાં આ રમત ફરી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફિનલેન્ડ અને સ્વીડન બરછી ફેંકવાની બે અલગ-અલગ ઈવેન્ટમાં સ્પર્ધા કરતા હતા, જેમાં એકમાં બરછીને નિશાન પર ફેંકવાની હતી, અને બીજીમાં બરછીને સૌથી વધુ દૂર ફેંકવાની હતી. જોકે લાંબા થ્રો ભાલા થોડા દાયકાઓ પછી વધુ લોકપ્રિય બની હતી, આ ઇવેન્ટમાં વિશ્વ ખિતાબ જીતનાર પ્રથમ સ્પર્ધક એરિક લેમિંગ હતો.
ભાલા ફેંક ઓલિમ્પિકમાં ક્યારે જોડવામાં આવ્યું? - જ્યારે 1896માં પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સમાં અન્ય થ્રો ઈવેન્ટ્સ ડિસ્કસ અને શોટ પુટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે 1908માં લંડનમાં યોજાયેલી ત્રીજી આવૃત્તિથી પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાલા ફેંકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
બરછી ફેંકવાની પ્રથમ સ્પર્ધા કોણે જીતી? - ઓલિમ્પિકમાં જ્યારે ભાલા ફેંકની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ હતી, ત્યારે સ્વીડનના એરિક લેમિંગે આમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેણે સ્ટાન્ડર્ડ જેવલિન થ્રો તેમજ ફ્રી સ્ટાઇલ જેવલિન થ્રોમા લેમિંગેં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એરિક લેમિંગે સ્ટાન્ડર્ડ થ્રોમાં 54.482 મીટરના અંતરે બરછી ફેંકીને નવો વિશ્વ અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ ચોપરાએ ભારતમાં ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વખત દેશ માટે આ સન્માન મેળવ્યું હતું.












Click it and Unblock the Notifications
