For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ આ મંદિરમાં છે પંચમુખી શિવલિંગની દુર્લભ મૂર્તિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ઓગષ્ટ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની નેપાળ યાત્રા દરમિયાન જે પશુપતિનાથ મંદિરમાં પૂજા કરવા માટે ગયા હતા. તે ભગવાન શિવનું મંદિર છે. આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે તેમાં રાખવામાં આવેલું શિવલિંગ સૌથી અનોખું છે.

નેપાળની રાજધાની કાઠમાંડૂથી 6 કિલોમીટર દૂર પશુપતિનાથ મંદિર એક ખૂબ જ ફરવાલાયક અને વિશ્વપ્રસિદ્ધ મંદિર છે જેમાં શિવપુરાણના અનુસાર એક જ્યોતિર્લિંગના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. આ મંદિરના ગર્ભગૃહમાં ચારમુખી 6 ફૂટ ઉંચું વિશાળ અને અનોખું શિવલિંગ છે.

<strong>નેપાળ યાત્રાની પ્રથમ દિવસની તસવીરી ઝલક, મોદી મેજીક પર ફિદા થયું નેપાળ</strong>નેપાળ યાત્રાની પ્રથમ દિવસની તસવીરી ઝલક, મોદી મેજીક પર ફિદા થયું નેપાળ

આ શિવલિંગની અનોખી વાત એ છે કે તેમાં બનેલા બધા મુખ પોતાનામાં કંઇક ને કંઇક મહત્વ ધરાવે છે અને એટલું જ નહી પરંતુ તેના નામ પણ અલગ-અલગ છે. આ શિવલિંગ પર પૂર્વ દિશા તરફ બનેલા મુખને 'તત્પુરૂષા' અને દક્ષિણને 'અઘોરા', ઉત્તરને 'વામદેવ' તથા પશ્વિમ દિશાવાળા મુખને 'સાધ્યોજટા'ના નામથી ઓળખવામાં આવે છે.

<strong>ક્યાં અને કેવી રીતે મળ્યો મોદીને ધર્મપુત્ર, વાંચો જીત બહાદુરની રસપ્રદ કહાણી</strong>ક્યાં અને કેવી રીતે મળ્યો મોદીને ધર્મપુત્ર, વાંચો જીત બહાદુરની રસપ્રદ કહાણી

પશુપતિનાથ મંદિર સ્થિત આ શિવલિંગના આ મુખોને ચાર ધર્મો અને હિન્દુ ધર્મના ચાર વેદોના ચિન્હના રૂપમાં વર્ણિત કરવામાં આવે છે. તેના ઉપરના ભાગને ઇશાન કહેવામાં આવે છે. આ મંદિરમાં મહાશિવ રાત્રિ પર વિશેષ પૂજા-અર્ચના થાય છે જેમાં દુનિયાભરના બધા દેશોમાંથી હિન્દુ ધર્મને માનનારા લોકો અહીં આવે છે.

પશુપતિનાથ મંદિર

પશુપતિનાથ મંદિર

આ મંદિર નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાગમતી નદીના કિનારે સ્થિત છે. આ એક હિન્દુ મંદિર છે અને નેપાળમાં શિવજીનું સૌથી પવિત્ર મંદિર ગણવામાં આવે છે. આ મંદિર યૂનેસ્કો વર્લ્ડ કલ્ચરલ હેરિટેજ સ્થળની યાદીમાં પણ સામેલ છે. નેપાળના એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનતાં પહેલાં આ મંદિર ભગવાન પશુપતિનાથનું મુખ્ય નિવાસ ગણવામાં આવ્યું હતું.

મંદિરનો મોટાભાગનો ભાગ લાકડાનો બનેલો છે

મંદિરનો મોટાભાગનો ભાગ લાકડાનો બનેલો છે

પશુપતિનાથ મંદિરનો મોટાભાગનો ભાગ કાષ્ઠ એટલે કે લાડકાનો બનેલો છે. ગર્ભગૃહમાં પંચમુખી શિવલિંગ સ્થિત છે, જે અદભૂત દેખાઇ છે. મંદિર પરિસરમાં અન્ય ઘણા મંદિર પણ છે, જેમાં પૂર્વની તરફ ગણેશજીનું મંદિર સ્થિત છે. મંદિરની દક્ષિણ દિશામાં એક દ્વાર છે, જેની બહાર એક સો ચોર્યાસી શિવલિંગોની લાંબી લાઇન છે.

કાશી વિશ્વનાથ અને પશુપતિનાથ, એક જ રૂપ છે

કાશી વિશ્વનાથ અને પશુપતિનાથ, એક જ રૂપ છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપતિનાથના દર્શન કરીને વિજિટર ડાયરીમાં લખ્યું છે કે ' બાગમતી તટ પર સ્થિત પશુપતિનાથનું આ મંદિર આસ્થા અને વિશ્વાસનું અદ્વિતિય કેન્દ્ર છે. સ્કંદપુરાણના દ્વિતિય ખંડમાં કહેવામાં આવ્યું છે કે કાશી વિશ્વનાથ અને પશુપતિનાથ, એક જ રૂપ છે. શ્રાવણ માસ, શુક્લ પક્ષ, અષ્ટમીના આ પાવન તિથિમાં અહીં આવીને હું ભાવ-વિભોર અનુભવી રહ્યો છું. નેપાળ અને ભારતને જોડનાર પશુપતિનાથની કૃપા બંને દેશોના જનમાનસ પર બનેલી રહે. એ જ મારી કામના છે.'

પશુપતિનાથનું આવું છે શિવલિંગ

પશુપતિનાથનું આવું છે શિવલિંગ

પશુપતિનાથ મંદિરમાં સ્થિત શિવલિંગ પંચમુખી છે અને દરેક મુખાકૃતિના જમણા હાથમાં રૂદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. આ શિવલિંગની અનોખી વાત એ છે કે તેમાં બનેલા બધા મુખ પોતાનામાં કંઇક ને કંઇક મહત્વ ધરાવે છે અને એટલું જ નહી પરંતુ તેના નામ પણ અલગ-અલગ છે.

શિવલિંગના અલગ-અલગ નામ

શિવલિંગના અલગ-અલગ નામ

આ શિવલિંગ પર પૂર્વ દિશા તરફ બનેલા મુખને 'તત્પુરૂષા' અને દક્ષિણને 'અઘોરા', ઉત્તરને 'વામદેવ' તથા પશ્વિમ દિશાવાળા મુખને 'સાધ્યોજટા'ના નામથી ઓળખવામાં આવે છે. આ નિરાકાર મુખ છે અને આ મુખ ભગવાન પશુપતિનાથનું શ્રેષ્ઠ મુખ છે.

વર્લ્ડ કલ્ચરલ વારસાની યાદીમાં પણ સામેલ છે આ મંદિર

વર્લ્ડ કલ્ચરલ વારસાની યાદીમાં પણ સામેલ છે આ મંદિર

પશુપતિનાથ મંદિર હિન્દુ ધર્મના સૌથી પવિત્ર મંદિરોમાંથી એક છે. અહીં દુનિયાભરના લોકો શિવજીના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર યૂનેસ્કો વર્લ્ડ કલ્ચરલ વારસા સ્થળની યાદીમાં પણ સામેલ છે. કાઠમાંડૂ શહેરના ચારેતરફ ઘણા પહાડોની પર્વતમાળા છે, જેથી આ શહેર એકદમ સુંદર અને મનમોહક છે. અહીંનું પ્રાકૃતિક સૌદર્ય જલદી બધાને પોતાની તરફ આકર્ષિત કરી લે છે.

કાઠમાંડૂ શહેરનું પ્રાચીન નામ હતું કાંતિપુર

કાઠમાંડૂ શહેરનું પ્રાચીન નામ હતું કાંતિપુર

પ્રાચીન સમયમાં કાઠમાંડૂ શહેરનું નામ કાંતિપુર હતું. કાઠમાંડૂમાં બાગમતી તથા વિષ્ણુમતી નદીઓનું સંગમ પણ છે. મંદિરનું શિખર સ્વર્ણવર્ણી છટા વિખરતું રહે છે. સાથે જ ડમરૂ અને ત્રિશુલ પણ આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર છે. મંદિર એક મીટર ઉંચે ચબુતરા પર સ્થાપિત છે. મંદિરની ચારેતરફ પશુપતિનાથજીની સામે ચાર દરવાજા છે. મંદિરની સંરચના ચોરસ આકારની છે. પશુપતિનાથ મંદિરના દક્ષિણમાં ઉન્મત્ત ભૈરવના દર્શન કરી શકાય છે. પશુપતિનાથ શિવલિંગમાં ચારે દિશાઓ ચાર મુખ અને ઉપર તરફ પાંચમું મુખ છે. કાઠમાંડૂ પહોંચવા માટે ભારતના સૌથી મોટા શહેરોમાંહી આવગમન માટે ઘણા સાધનો ઉપલબ્ધ છે.

English summary
Pashupatinath Temple is one of the most significant Hindu temples of Lord Shiva in the world, located on the banks of the Bagmati River in the eastern part of Kathmandu, the capital of Nepal. The temple served as the seat of the national deity, Lord Pashupatinath, Nepal is a secular country . The temple is listed in UNESCO World Heritage Sites list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X