વેલેન્ટાઇડ ડે ટિપ્સ: ફૂટી કોડી ખર્ચ્યા વગર મનાવો વેલેન્ટાઇન ડે

આજે 14મી ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઇન ડે! ઘણીવાર એવું બને કે આજના દિવસે આપણને પોતાના પાર્ટનર માટે ઘણું કરવાની ઇચ્છા હોય, પરંતુ ખિસ્સું ખાલી હોય! આવા સમયે શું કરશો? વાંચો અહીં..

14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે, તમે તમારો વેલેન્ટાઇન ડે કેવી રીતે ઉજવવા માંગો છો? આ દિવસે તમારા પાર્ટનરની આશાઓ તમારી પાસેથી વધી જાય છે. પણ જીવનમાં ક્યારેક એવો પણ સંજોગ બને કે પ્રેમ તો બહુ હોય, ઇચ્છા પણ હોય, પરંતુ ખિસ્સુ ખાલી હોય! જો તમે પણ આ વેલેન્ટાઇન ડે પર ઓછા ખર્ચે પણ મનમૂકીને વેલેન્ટાઇન ડે માણવા માંગતા હોવ તો અમારી પાસે છે કેટલીક અદ્ધભૂત ટિપ્સ. જે તમારા પૈસા પણ બચાવશે અને તમારા વેલેન્ટાઇન ડેમાં રંગમાં ભંગ પણ નહીં પાડે.

જો કે આ વેલેન્ટાઇન ડે કોઇ શો-ઓફનો દિવસ તો નથી. આમ તો પ્રેમ આગળ પૈસાની કોઇ કિંમત નથી. તેમ છતાં આ એક એવો દિવસ છે જ્યારે તમારા પ્રિયજનો તમારી પાસે કંઇક ને કંઇક વસ્તુની આશા તો રાખે જ છે. ત્યારે કેવી રીતે ઓછા ખર્ચે તેમના ચહેરા પર વેલેન્ટાઇન ડેના દિવસે સ્માઇલ લાવશો તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બેક કરો ખરીદવા કરતા

બેક કરો ખરીદવા કરતા

યૂટ્યૂબ પર સર્ચ મારશોને તો ઘરે બેઠા એગલેસ કેક, કૂકર કેક, બિસ્કિટ કેક બનાવવાનું શીખવતા અનેક વીડિયો જોવા મળશે. બજારમાંથી કેક લાવવા કરતા ઘરે જ કેક કે પછી તમારા પ્રિયજનને ભાવે તેવી કોઇ યુનિક રેસિપ થોડા હટકે અંદાજમાં રજૂ કરો. અને હા પુરુષો પણ તેની પત્ની માટે આમ કરી શકે છે.

થોડા ક્રિએટીવ થાવ

થોડા ક્રિએટીવ થાવ

જો તમારા લગ્ન થઇ ગયા છે તો ઘરમાં ધણીવાર તેવી વસ્તુઓ પડી હોય છે જે ડેકોરેશનમાં કામમાં આવે. વળી ખોરાકમાં પણ તમે કંઇક નવો ટ્વિસ આપીને પીરસી શકો છો.

ઘરમાં જ કરો કેન્ડલ લાઇટ ડિનર

ઘરમાં જ કરો કેન્ડલ લાઇટ ડિનર

ઘરમાં જ કે પછી રૂમમાં જ કરો કેન્ડલ લાઇટ ડિનર કે પછી કેન્ડલ લાઇટ સ્નેક્સ. રાતમાં સુંગધી મણબત્તી પ્રગટાવીને, ગુલાબની પાંખડી પાથરી થોડી સજાવટ કરો. અને સરસ તૈયાર થઇને એક બીજાની સાથે મનાવો વેલેન્ટાઇન ડે.

ડિસ્કાઉન્ટ

ડિસ્કાઉન્ટ

શહેરમાં તેવી ખાવાની જગ્યા શોધો જ્યાં વેલેન્ટાઇન ડે પર ડિસ્કાઉન્ટ મળતું હોય. તમે ઓનલાઇન ડિસ્કાઉન્ટ પણ ચેક કરી ઘરે જમવાનું મંગાવી શકો છો. ગીફ્ટ પર પણ આજકાલ અનેક જગ્યાએ ડિસ્કાઉન્ટ મળે છે.

મફતનું પ્રદર્શન

મફતનું પ્રદર્શન

શહેરમાં કોઇને કોઇ જગ્યાએ આ દિવસે કળા પ્રદર્શન કે હસ્તકળા પ્રદર્શન લાગ્યું જ હોય છે. જેમાં પ્રવેશ ફ્રી હોય છે. સરસ તૈયાર થાવ. હાથમાં હાથ નાંખો અને જઇ આવો આવા જ કોઇ કળા પ્રદર્શનીમાં. ભલે તમે કલાપ્રેમીના હોવ પણ આવી મુલાકાત તમારા સંબંધો રંગ ભરી શકે છે.

તારા જોવા

તારા જોવા

બેસ્ટ વસ્તુ વેલેન્ટાઇન ડેના દિવસે બાલ્કની કે પછી છત પર જઇને ખુલ્લા આકાશમાં તારા જોવા અને એક બીજા જોડે વાતો કરવી. તેમાં પૈસા પણ નથી લાગતા અને શાંતિ પણ અનુભવાઇ જાય છે.

સરપ્રાઇઝ

સરપ્રાઇઝ

તમે ઓનલાઇન કેટલાક ડાન્સ સ્ટેપ શીખીને તમારા પાર્ટનરને એક સ્પ્રાઇઝ ડાન્સ આઇટમ રજૂ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X