Periods Myths : જાણો પીરિયડ્સ સાથે જોડાયેલી માન્યતાઓ અને હકીકતો
દર મહિને છોકરીને માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડ્સ આવે છે. જે દરમિયાન તેમને તકલીફ અને પીડામાંથી પસાર થવું પડે છે. આ પીરિયડ્સ વિશે મહિલાઓમાં ઘણા ભ્રમ ફેલાયેલા છે.
Periods Myths : દર મહિને છોકરીને માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડ્સ આવે છે. જે દરમિયાન તેમને તકલીફ અને પીડામાંથી પસાર થવું પડે છે. આ પીરિયડ્સ વિશે મહિલાઓમાં ઘણા ભ્રમ ફેલાયેલા છે. આજે આપણે પીરિયડ્સ સાથે જોડાયેલા ભ્રાંમક ખ્યાલો અને તેની હકીકતો વિશે જાણીશું.

પીરિયડ્સ માન્યતા અને તથ્યો
ઘણા લોકો કહે છે કે, પીરિયડ્સ દરમિયાન છોડને સ્પર્શ કરવાથી તે સુકાઈ જાય છે અને કરમાઇ જાય છે, પરંતુ છોડ સુકાઈ જવાનોપીરિયડ્સ સાથે કોઈ સંબંધ નથી.

રસોડા ન જવું
આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પીરિયડ્સ દરમિયાન પણ છોકરીઓ નિઃસંકોચપણે રસોડામાં જઈ શકે છે. આનાથી ન તો ભોજન અશુદ્ધથશે અને ન રસોડું.

કસરત ન કરવી
એવું પણ કહેવાય છે કે, પીરિયડ્સ દરમિયાન વ્યક્તિએ કસરત કરવી જોઈએ નહીં કે, કોઈ રમત રમવી જોઈએ નહીં. પણ આ જૂઠ છે. જોતમે પીરિયડ્સ દરમિયાન વ્યાયામ કરો છો, તો માસિક પ્રવાહ ખરાબ થતો નથી, પરંતુ તેનાથી તમારો દુઃખાવો ઓછો થાય છે.

વાળ ન ધોવા
વાળ કે માથું ધોવા વિશે પણ એક દંતકથા ફેલાયેલી છે, પરંતુ પીરિયડ્સને સ્નાન, ત્વચા સંભાળ, વાળ ધોવા સાથે કોઈ લેવાદેવા નથી.
તમેતમારા રોજિંદા કામ કોઈપણ ખચકાટ વગર કરી શકો છો. તેનાથી શરીર પર કોઈ અસર નહીં થાય.

અથાણાંને સ્પર્શ ન કરવો
પીરિયડ્સ દરમિયાન અથાણાને સ્પર્શ કરવાથી તે બગડતું નથી. આ પણ એક અંધશ્રદ્ધા છે, જેને નાબૂદ કરવાની જરૂર છે. અથાણાને સૂકીજગ્યાએ ન રાખવાથી બેક્ટેરિયા કે, તેલની ઉણપ તે બગાડી શકે છે.












Click it and Unblock the Notifications
