In Pics: દિવંગત ભાજપના નેતા ગોપીનાથ મુંડેની જીવન સફર

નવી દિલ્હી, 3 જૂન: કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેનું નવી દિલ્હીમાં રોડ અકસ્માતમાં નિધન થઇ ગયું. 64 વર્ષના ગોપીનાથ મુંડેએ દિલ્હીના એમ્સના ટ્રામા સેન્ટરમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. ફક્ત 8 દિવસ પહેલાં જ તેમણે કેન્દ્રિય મંત્રીના રૂપમાં શપથ લીધી હતી. નરેન્દ્ર મોદી સરકારમાં તેમને ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

તેમના શાનદાર રાજકીય કેરિયરને જોતાં તેમને ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવો મહત્વપૂર્ણ વિભાગ સોંપવામાં આવ્યો. તે 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને 34 વર્ષથી ચૂંટાઇને આવતાં હતા. આને વિડંબણા જ કહીશું કે ગોપીનાથ મુંડે તે પ્રમોદ મહાજન પરિવારમાંથી હતા, જે એવા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતોનો શિકાર થતા રહ્યાં છે. ગોપીનાથ મુંડેનું રાજકીય જીવન બેદાગ રહ્યું. ઓબીસી વર્ગમાં તેમની મજબૂત પકડે સંગઠનની એટલા નજીક લાવી દિધા હતા. નીચેની સ્લાઇડ્સમાં ફોટાના માધ્યમથી અમે ગોપીનાથ મુંડેના રાજકીય સફરને બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

રહ્યાં નથી ગોપીનાથ મુંડે

રહ્યાં નથી ગોપીનાથ મુંડે

ગોપીનાથ મુંડેનો જન્મ મહારાષ્ટ્રના પરલીમાં 12 ડિસેમ્બર 1949નો રોજ થયો હતો. ગરીબી અને અભાવમાં તેમનું બાળપણ વિત્યું, પરંતુ તેમની હિંમત હંમેશા કાયમ રહી. તેમના આ સાહસે તેમને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રીની ખુરશી સુધી લઇ આવી. ગોપીનાથ મુંડે મહારાષ્ટ્ર રાજકારણમાં લાંબા સમયમાં સક્રિય હતા. જનસંઘ અને રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ સાથે તેમનો સંબંધ ખૂબ જૂનો હતો.

અભાવમાં વિત્યું બાળપણ

અભાવમાં વિત્યું બાળપણ

ગોપીનાથ મુંડેની ઓળખ એક ખેડૂત નેતા તરીકે રહી. તેમના માતા-પિતા પાંડુરંગ મુંડે અને લિમ્બાબી મુંડે સાધારણ ખેડૂત હતા. તેમની આ જ ઓળખ બાદ તેમની તાકાત બની ગઇ. ખેડૂત પરિવાર સાથે જોડાયેલા હોવાના લીધે મહારાષ્ટ્રમાં તેમની જોરદાર પકડ હતી.

સાદું જીવન ઉચ્ચ વિચાર

સાદું જીવન ઉચ્ચ વિચાર

ગોપીનાથ મુંડે કોલેજમાં પ્રમોદ મહાજન સાથે મુલાકાત થઇ. પ્રમોદ મહાજનના કહેવા પર તે ભાજપની વિદ્યાર્થી એકમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયા. પછી ગોપીનાથ મુંડેએ પ્રમોદ મહાજનની બહેન પ્રાદનયા સાથે લગ્ન પણ કર્યા.

ઇમરજન્સીમાં ગયા હતા જેલ

ઇમરજન્સીમાં ગયા હતા જેલ

ઇમરજન્સી વિરૂદ્ધ આંદોલનમાં ભાગ લેવાનું કારણ ગોપીનાથ મુંડેને નાસિક સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને ઇમરજન્સી હટાવવામાં આવી ત્યાં સુધી જેલમાં જ રહ્યાં. જેલમાંથી પરત ફર્યા બાદ તેમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો. જનતા પાર્ટીના વિધટન બાદ જ્યારે ભાજપ અસ્તિત્વમાં આવ્યું તો તેમને મહારાષ્ટ્રમાં પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

સાહસથી ભરપૂર હતા ગોપીનાથ મુંડે

સાહસથી ભરપૂર હતા ગોપીનાથ મુંડે

ગોપીનાથ મુંડે મહારાષ્ટ્રમાં પાંચ વખત ધારાસભ્ય રહ્યાં. પ્રથમ વાર 1980 તે ધારાસભ્ય બન્યા. 1992 થી 1995 સુધી તે ધારાસભ્યમાં વિપક્ષના નેતા રહ્યાં અને જ્યારે 1995માં ભાજપ-શિવસેનાની સરકાર બની તો તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે 1995-1999 સુધી મુખ્યમંત્રી રહ્યાં.

નિમ્ન વર્ગના લોકો પર પકડ

નિમ્ન વર્ગના લોકો પર પકડ

ગોપીનાથ મુંડે 2009થી બીડ લોકસભા સંસદીય વિસ્તારથી ચૂંટણી જીત્યા અને પાર્ટીએ તેમને લોકસભામાં ઉપનેતા બનાવીને મોટી જવાબદારી સોંપવામાં આવી. મહારાષ્ટ્રના ઓબીસી વર્ગ આવવાના લીધે તેમની નિમ્ન વર્ગના લોકો પર ગજબની પકડ હતી.

પરિવાર અને કામ વચ્ચે રાખ્યું અંતર

પરિવાર અને કામ વચ્ચે રાખ્યું અંતર

ગોપીનાથ મુંડેની ત્રણ પુત્રીઓ છે. પંકજા મુંડે, પ્રીતમ મુંડે અને યશાશિરી મુંડે છે. પંકજા એમએલએ છે, પ્રીતમ ડૉક્ટર છે અને યશાશિરી લૉની વિદ્યાર્થીની છે. તેમણે હંમેશાથી પરિવારને પોતાના રાજકારણથી દૂર રાખ્યું છે, જો કે તેમની મોટી પુત્રી પંકજા ધારાસભ્ય છે.

સહજ અને સૌમ્ય સ્વભાવ

સહજ અને સૌમ્ય સ્વભાવ

ગોપીનાથ મુંડેનો સ્વભાવ સહજ અને સૌમ્ય હતો. ગરીબીમાં જીવન વિતાવવાના લીધે તેમના દિલમાં ગરીબો માટે ખૂબ પ્રેમ હતો. તેમના આ સ્વભાવને જોતાં તેમને નરેન્દ્ર મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજેશ ખન્નાના સુપરફેન

રાજેશ ખન્નાના સુપરફેન

ગોપીનાથ મુંડે ફિલ્મોના ખૂબ શોખીન હતા. રાજેશ ખન્નાની દરેક ફિલ્મ પહેલાં દિવસે પહેલાં શોમાં જોતા હતા. આ અંગે ગોપીનાથ મુંડેએ પોતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પોતાની યુવાનીમાં રાજેશ ખન્નાની દરેક ફિલ્મ પ્રથમ દિવસે પ્રથમ દિવસે જોઇ છે.

નહી રહ્યાં ગોપીનાથ મુંડે

નહી રહ્યાં ગોપીનાથ મુંડે

નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં ગોપીનાથ મુંડેને એકદમ મહત્વપૂર્ણ ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની ઓળખાણ જમીન સાથે જોડાયેલા કર્મઠ નેતાના રૂપમાં હતી. તે એક રાજનેતાની સાથે-સાથે કૃષક પણ હતા. મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી ભીડ એકઠી કરનાર નેતા તરીકે જાણીતા ગોપીનાથ મુંડે ઓબીસીમાંથી આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X