For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર, પટેલ અને મોદીનું રાજકીય કનેક્શન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અજય મોહન] ગુજરાતના અમદાવાદમાં સાંજે સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત એક સંગ્રહાલયના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. અમે અહીં વાત કરીશું સરદાર એટલે કે મનમોહન સિંહ, પટેલ એટલે કે વલ્લભભાઇ પટેલ અને મોદીને તમે ઓળખો છો. આ ત્રણેય વચ્ચે એક એવું પોલિટિકલ કનેક્શન છે, જેના વિશે તમે કદાચ જ કોઇ જાણતું હશે.

manmohan-modi-sardar-patel-601

મોદી-પટેલ કનેક્શન
નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જાહેરાત કરી હતી કે દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની લોખંડની મૂર્તિ બનાવવા માટે દેશના દરેક ખૂણામાંથી લોખંડ એકઠું કરશે. દરેક સભા અને રેલી અને દરેક કાર્યક્રમમાં તે પટેલનું નામ લેવાનું ભૂલતા નહી. તેનું કારણ છે જનતાની નજરમાં કોંગ્રેસને નીચું બતાવવું. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જવાહર લાલ નહેરુ સરદાર પટેલને પસંદ કરતા ન હતા. તમામ ઇતિહાસકાર કહે છે કે જો નહેરું તથા અન્ય કોંગ્રેસી જીદ ન કરતા તો સરદાર પટેલ જ દેશના પ્રથમ વડાપ્રધાન હોત. આ મુદ્દાને ઉપાડીને મોદી જનતાને એ અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરે છે કે કોંગ્રેસ માટે પટેલનું કોઇ મહત્વ નથી. કારણ કે તે ગુજરાતના ઇતિહાસમાં પટેલની અનન્ય ભૂમિકા છે, જો કે લોકો આ વાતના લીધે કોંગ્રેસની નજીક જતા નથી.

સરદાર-મોદી કનેક્શન
આજના કાર્યક્રમને લઇને મોદી અને સરદાર મનમોહન સિંહમાં ગજબનું પોલિટિક્સ કનેક્શન છે. તમને જણાવી દઇએ કે જ્યારે આ સંગ્રહાલયના ઉદઘાટન સમારોહનું નિમંત્રણ આવ્યું, અને એમ કહેવામાં છે મોદી પણ આવી રહ્યાં છે, તો મનમોહન સિંહને વિશ્વાસ ન થયો. જ્યારે આયોજન સમિતિના અધ્યક્ષ દિનશા પટેલ પોતે વડાપ્રધાન પાસે કાર્ડ લઇને પહોંચ્યા અને તેમાં નરેન્દ્ર મોદીનું નામ બતાવ્યું, ત્યારે મનમોહન કાર્યક્રમમાં આવવા માટે રાજી થઇ ગયા. હકિકતમાં પહેલાં મનમોહન આ કાર્યક્રમમાં આવવાનું ટાળી રહ્યા હતા, કારણ કે પ્રોટકૉલ હેઠળ સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહે, તો મુખ્યમંત્રીની પણ હાજરી અનિવાર્ય હોય છે. મનમોહન સિંહને ડર હતો કે કોંગ્રેસ વિરોધી હોવાથી મોદી કાર્યક્રમમાં નહી આવે અને ત્યારે જે બેઇજ્જતી થશેમ તે સારી નહી હોય, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીનું કનફોર્મેશન મળી ગયું. ત્યારે કોંગ્રેસના સરદાર ખુશ થયા અને હા કહી દિધું.

સરદાર-પટેલ કનેક્શન
સરદાર મનમોહન સિંહ અને સરદાર પટેલ વચ્ચે આમ તો ડાયરેક્ટ કનેક્શન નથી, પરંતુ જો ગુજરાતના વોટ પ્રાપ્ત કરવા છે તો અત્યારથી જ આ કનેક્શન જોડવું પડશે. ગુજરાત માટે સરદાર પટેલથી વધીને કોઇ નેતા નથી, જો ગુજરાતીઓના વોટ જોઇતા હોય તો નવી રણનિતીની સાથે કામ કરવું પડશે. એવી રણનિતી જે મોદીના પટેલ ફેક્ટરને નિષ્ક્રિય કરી દે. કોંગ્રેસ ગુજરાતની વિકાસ ગાથા તો નથી ગાઇ શકતી, પરંતુ સરદાર પટેલના નામ પર તો કંઇક કરી શકે છે.

English summary
Today Prime Minister Manmohan will share the dais with Gujarat CM Narendra Modi during the opening ceremony of Museum in Ahmedabad. Here is the Connection between Sardar, Patel and Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X