બચ્ચન, કપૂર અને અંબાણીને પણ લલચાવે છે આ પાન.....

Written By:
Subscribe to Oneindia News

જમ્યા પછી અનેક લોકોને પાન ખાવાની આદત હોય છે. પાન જ્યારે કોઈ બનાવતું હોય છે. ત્યારે જોનારાને એ કામ ખુબ જ સરળ લાગે છે. કે પાન લો તેના પર ચુનો અને સોપારી નાખો પછી જે પણ સ્વાદ અનુસાર નાખવામાં આવતી હોય તે વસ્તુઓ ઉમેરી એટલે પાન તૈયાર. પરંતુ એક એવી વ્યક્તિ પણ છે, જે પાન બનાવવાની રીતને કળા સમાન ગણે છે. પાન બનાવવું એ તેમના માટે કોઇ બિઝનેસથી ઓછું નથી. અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલ ગ્રેટર કૈલાશમાં પાનની દુકાન ચલાવનાર યશ ટેકવાનીની. તેઓ પ્રિંસ પાન કોર્નરના માલિક છે. સામાન્ય રીતે પાન બનાવતા લોકોને આપણે સાદા કપડામાં ખંભા પર રૂમાલ રાખેલા અને તેમના કપડા પર પાનના લાલ ડાઘા પડેલા હોય. તે આવતારમાં જ તેમને જોયા હોઇએ છે. પરંતુ ટેકવાની તેમના કરતા ઘણા અલગ છે.

ટેકવાનીનો ઠાઠ

ટેકવાનીનો ઠાઠ

શૂટ-બૂટ, આંગળીઓમાં સોનાની વીંટી અને ગળામાં સોનાની મોટી ચેન પહેરે છે ટેકવાની. યશ ટેકવાનીને પાનની દુકાન પિતાથી વારસામાં મળી છે. તેમની 'પ્રિંસ પાન કોર્નર'ની અત્યાર સુધીની કુલ 9 શાખાઓ છે. જેમાંથી બે શાખાઓ થાઇલેન્ડામાં છે. ટેકવાની બહુ જ જલ્દી તેમની એક શાખા લંડનમાં પણ ખોલવા જઇ રહ્યા છે. ટેકવાનીનું માનવુ છે કે, પાન પર થોડા મસાલા, ચટની નાખવી એટલે પાન બનાવવું એવું બિલકુલ નથી. અમારા પરિવારે તે સાબિત કરી દેખાડ્યું છે કે, પાન બનાવવું એ કોઇ નાનો વ્યવસાય નથી. અમે અમારા પાનની ગુણવત્તા અને ખાસ ગ્રાહકો માટે જાણીતા છીએ.

સામાન્ય વ્યક્તિથી હસ્તીઓ સુધી

સામાન્ય વ્યક્તિથી હસ્તીઓ સુધી

ટેકવાનીના 'પ્રિંસ પાન કોર્નર' પર મળતા પાનનો સ્વાદ સામાન્ય લોકોથી લઇને મોટી હસ્તીઓએ માણીઓ છે. પોતાની દુકાનમાં આવેલી અનેક હસ્તીઓને પાન ખવડાવતા ફોટો તેમને પોતાની દુકાનમાં રાખ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, શ્રી દેવી, અક્ષયકુમાર, શાહરૂખ ખાન અને લતા મંગેશકર તથા કપૂર પરિવારના અનેક લોકોના ફોટોઝ અહી તમને જોવા મળશે. બિઝનેસ મેનની વાત કરવામાં આવે તો દેશના મોટા બિઝનેસ મેન અંબાણી પરિવારને પણ ટેકવાનીના પાનનો સ્વાદ માણ્યો છે.

વારસાને આગળ વધાર્યો

વારસાને આગળ વધાર્યો

ટેકવાનીએ પાનની દુકાન વિશે વધુ જણાવતા કહ્યું કે, તે માત્ર તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે. તેમના પિતાએ 1965માં ઘણી મહેનત કરીને આ દુકાનની શરૂઆત કરી હતી. ટેકવાનીના પિતા ભગવાન દાસ ભાગલા પછી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. પાનની દુકાન શરૂ કરતા પહેલા તેમણે અહી કુલી, સમોસા વેચવા જેવા અનેક કામો કર્યા છે. તે બાદ તેમના પિતાએ પાનની દુકાન શરૂ કરી અને તેમાં એક નવી રીત- પદ્ધિતીથી પાન બનાવાની શરુઆત કરી. એ શરૂઆત જ આજે સફળતા બની છે.

કૈટરીના અને કરિના પાન છે સ્પેશ્યલ

કૈટરીના અને કરિના પાન છે સ્પેશ્યલ

ટેકવાની પોતાની દુકાનમાં પાનની 2 ડર્ઝનથી પણ વધારે વેરાયટીના પાન બનાવે છે. તેમાં ચોકલેટ પાન, કૈટરીના પાન અને કરિના પાન વધારે ખાસ છે. કૈટરિના સ્પેશ્યલ પાનામાં કાથો અને ચુનો નાખવામાં નથી આવતો. જ્યારે કરિના પાનામાં માત્ર મિન્ટ હોય છે. આ પાન ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવે છે. આ પાનના એક ખાસ રીતે ડબ્બામાં પેક કરવામાં આવે છે. તેની કિંમત 30 રૂપિયાથી લઇને 1100 રૂપિયા સુધીની છે. આ સિવાય આ દુકાના બીજો એક સૌથી જાણીતું પાન એ છે. ફાયર પાન. આ પાનને ખાવાથી પહેલા તેના પર રાખેલા લવિંગને બાળવામાં આવે છે. જેમાંથી આગ થાય છે. ખવડાવાની કળા તેમાં વધુ રોંચક હોય છે. એ પાન મોઠામાં જતા જ બળવાનું બંધ થઇ જાય તે રીતે ખવડાવામાં આવે છે.

English summary
Yash Tekwani talks about paan with a passion very few people – even ‘paanwallas’

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.