• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મોમાં ઘટી બળાત્કારની ઘટના, જ્યારે વધી વાસ્તવિક જીવનમાં!

|

નવી દિલ્હી, 7 માર્ચ: આછી-પાતળા પ્રકાશની વચ્ચે બંધ ઓરડામાં સાડીના છેડાથી પોતાની લાજ ઢાંકતા બચાવ-બચાવની બૂમો પાડી રહેલી હિરોઇનને અચાનક દરવાજો તોડીને બચાવવા આવે છે એક હિરો! 1950-80ના દશકામાં બોલીવુડમાં આ એક પ્રકારનો ફોર્મૂલા બની ચૂક્યો હતો.

જોકે સમયની સાથે સાથે ચિત્ર બદલાયું છે અને સુખદ વાત એ છે કે ચલચિત્રોમાં બળાત્કારની ઘટનાઓ અને દ્રશ્યો ઓછા થઇ ગયા છે, પરંતુ તેની સામે દુ:ખદ ઘટના એ છે કે વાસ્તવિક જીવનમાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ ઝડપથી વધ્યું છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો અનુસાર 1953થી 2011ની વચ્ચે ભારતમાં દુષ્કર્મના મામલામાં 873 ટકાનો વધારો થયો છે.

rape cases
શું આના માટે સિનેમાને કોર્ટમાં લઇ જવામાં આવે? ફિલ્મ ઇતિહાસકાર એસ. એમ. એમ ઔસજા કહે છે કે દુષ્કર્મને લઇને યુવામનને ગેરમાર્ગે દોરવામાં સિનેમાનો જવાબદાર ઠેરવું જરૂરી નથી. ફિલ્મ જગતમાં છેલ્લા બે દાયકા પર નજર કરીએ તો અભિનેતા પ્રાણથી લઇને પ્રેમ ચોપડા સુધી, શક્તિ કપૂરથી લઇને રંજીત જેવા કલાકારોએ નકારાત્મક ભૂમિકામાં બળાત્કારીની ભૂમિકા નિભાવી છે. જેમાં નિર્દેશક મહેબૂબ ખાનની અમર, એન સિપ્પીની ઘર, અને રાજકુમાર સંતોષીની દામિની તેના સટીક ઉદાહરણ છે.

પરિવર્તનનો યુગ શરૂ...

હાલની ફિલ્મોમાં બળત્કાર જેવી ઘટનાઓના દ્રશ્ય ના બરાબર હોય છે. પરંતુ 'મુન્ની બદનામ..' અને 'શીલા કી જવાની' જેવા દ્વિઅર્થી ગીતો અને શરીર પ્રદર્શન, માદક ચિત્રણ વાસ્તવિક જીવનમાં મહિલાઓ સામે સેક્સ્યુઅલ ક્રાઇમને પ્રોત્સાહિત કરે છે.

16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં એક યુવતી પર કરવામાં આવેલી સામુહિક બળાત્કારની ઘટના બાદ સિનેમા અને ટીવી પર મહિલાઓના ચિત્રણને લઇને એક ગંભીર ચર્ચા થઇ હતી. ફોર્ટિસ હેલ્થકેરના જાણીતા મનોચિકિત્સક સમીર પારિખ જણાવે છે કે કઇપણ હોય પરંતુ મહિલાઓની સામે હિંસામાં માત્ર બોલીવુડને કોર્ટના કઠેરામાં ઉભું ના કરી શકાય.

ગુનાઓમાં વધારા માટે કોઇ એવુ પરિમાણ નથી કે જેને કઠેરામાં મૂકી શકાય. પરંતુ એ વાત વૈજ્ઞાનિકરીતે સાબિત થઇ ચૂકી છે કે આક્રમકતાને જોવું એ આક્રમકતાને વધારો આપે છે. સમયની માગ છે કે પરિવર્તન આવે, માટે જ અભિનેત્રી શબાના આઝમીએ જણાવ્યું હતું કે અભિનેત્રીઓ વધારે સારા વિકલ્પ આપે છે.

ટ્વિટર પર શબાના આઝમીએ લખ્યુ છે કે "દ્વિઅર્થી ગીત, આંતરીક દ્રશ્યો, સ્તન બતાવતા દ્રશ્યો, નાભી, લટકતા મટકતા નિતંબ મહિલાઓની સ્વાયત્તતાનું હનન કરે છે. આવામાં દરેક વર્ગેને કઠેરામાં ઉભા રાખીને આરોપો લગાવવું સરળ છે. ફિલ્મ જગત સહિત સમાજના દરેક વર્ગને વિશ્લેષણ કરવાની જરૂરીયાત છે કે આપણે કઇ રીતે આ અપરાધનો ભાગ છીએ."

English summary
The incidents of rape have been decreased in Bollywood films, but the real life is continuously witnessing this crime.
 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more