Ratan Tata Love Story : 1962 નું યુદ્ધ ન થયુ હોત તો રતન ટાટાના લગ્ન થઈ ગયા હોત, જાણો ક્યાં અટકી લવ સ્ટોરી?
Ratan Tata Death : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને ખુબ જ સારા વ્યક્તિત્વના માલિક રતન ટાટાનું અવસાન થયુ છે. રતન ટાટા અપરિણિત હતા. જો કે તેમની લવ સ્ટોરી ચર્ચિત છે.
ક્યારેય લગ્ન ન કરનારા રતન ટાટાનું નામ ઘણી યુવતીઓ સાથે જોડાયુ છે. આમાં અભિનેત્રી સિમી ગ્રેવાલથી લઈને વિદેશી યુવતીઓ સામેલ છે.

આધુનિક ભારતના વિકાસમાં સૌથી મોટુ યોગદાન આપનારા ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ તેમની લવ સ્ટોરી વિશે ખુદ ખુલાસો કર્યો છે.
રતન ટાટાના માતા-પિતા 1948માં અલગ થ યા જ્યારે તે માત્ર દસ વર્ષના હતા અને તેથી તેમનો ઉછેર તેમના દાદી નવાઝબાઈ ટાટાએ કર્યો છે. રતન ટાટા ચાર વખત લગ્ન કરવાની પહોંચ્યા પરંતુ કોઈ કારણસર લગ્ન કરી શક્યા નહીં.
રતન ટાટાએ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં પિતા સાથેના મતભેદોનો ઉલ્લેખ કર્યો છે. તે તેમના પિતા નવલ ટાટાની બહુ નજીક નહોતા, બંને વચ્ચે ઘણી બાબતો પર મતભેદ હતા.
રતન ટાટાએ ખુદ સ્વીકાર કર્યો છે કે તે લોસ એન્જલસમાં કામ કરતા હતા ત્યારે તેમને કોઈ સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે છોકરીના માતા-પિતા તેમની પુત્રીને ભારત મોકલવા તૈયાર ન હતા.
આ પછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. આ પછી તે બિઝનેસની દુનિયામાં મોટા બનતા ગયા અને હવે દુનિયાને અલવિદા કહીને રવાના થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
