કોણ છે શશિકલા નટરાજન? જેને મળી છે જયલલિતાની ગાદી

Posted By:
Subscribe to Oneindia News

તમિલનાડુના ઓલ ઇન્ડિયા દ્વવિડ મુનેત્ર કડંગમ (એઆઇએડીએમકે)ના વિધાયકોએ પાર્ટીના મહાસચિવ વી.કે.શશિકલાને તેમના દળના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. જે બાદ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે રાજીનામું આપ્યું અને તેમનું રાજીનામું મંજૂર પણ થઇ ગયું છે. હવે શશિકલા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ત્યારે જયલલિતાની મોતને ખાલી બે મહિના જ થયા છે. અને બે મહિનામાં જ શશિકલાએ કંઇક તેવું કરી દીધુ તે તમિનલાડુની મુખ્યમંત્રી બની રહી છે.

Read also: પન્નીસેલ્વમનો બળવો, તમિલનાડુમાં હાઇ-વોલ્ટેજ રાજકારણીય નાટક શરૂ

નોંધનીય છે કે એક સમય હતો જ્યારે શશિકલા માટે તેવું બોલાતું હતું કે તે ખાાલી જયલલિતાના નોકરાણી છે. તેથી વિશેષ કંઇ નહીં. જયલલિતાની મોત વખતે અચાનક જ લોકો તેને જયલલિતાની ખાસ વ્યક્તિ અને સખી તરીકે ઓળખવા લાગ્યા અને આજે જયલલિતાની મોત પછી તે મુખ્યમંત્રી બની રહી છે. લોકો ભલે શશિકલા અંગે અનેક વાત ચર્ચી રહ્યા હોય પણ આજે અમે તમને જયલલિતા અને શશિકલાની કેટલીક ખાસ તસવીરો બતાવીશું. સાથે જ જાણો કેટલીક ખાસ વાત ચિન્નમા ઉર્ફ શશિકલા વિષે....

શશિકલા નટરાજન

શશિકલા નટરાજન

શશિકલા નટરાજન તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે. એઆઇએડીએમકેના તમામ કાર્યકર્તાઓને તેનામાં જયલલિતાની છાપ દેખાય છે. શશિકલા પર હાલ ભલે જયલલિતાને મારવાથી લઇને અનેક આરોપ લગાવવામાં આવ્યા હોય. પણ જ્યારથી શશિકલા જયલલિતાના જીવનમાં આવી છે જયાના તમામ કામ શશિકલા જ કર્યા છે. તેના શરીરને મુખાર્ગ્ની પણ શશિકલાના હસ્તે જ અપાઇ હતી. જે તેનો દબદબો બતાવે છે.

શશિકલાની ધરપકડ

શશિકલાની ધરપકડ

1996માં ફોરેન એક્સચેન્જ રેગ્યૂલેશન એક્ટ હેઠળ શશિકલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે જયલલિતાએ જ તેના માણસો દોડાવ્યા હતા પોતાની સખીને બચાવવા માટે. જીવનભર જયલલિતાએ શશિકલા સાથે પોતાની દોસ્તી બનાવી રાખી હતી. અનેક લોકો તેમની મિત્રતા તોડવા પ્રયાસ કર્યા પણ બન્ને હંમેશા એકબીજાની પડખે રહ્યા. આવી મિત્રતા રાજકારણમાં ભાગ્યેજ જોવા મળે છે.

જે અમ્માનું તે ચિન્નમાનું

જે અમ્માનું તે ચિન્નમાનું

જયલલિતા જ 1989માં શશિકલાને તેના અધિકૃત નિવાસસ્થાન પોઝ ગાર્ડન ખાતે લાવ્યા હતા. અને ત્યારથી આજ દિવસ સુધી ચિન્નમા નામે ઓળખાતી શશિકલા અહીં જ રહે છે. જયાની મોત પછી પણ આ આખો વિશાળ બંગલો હવે શશિકલા અને તેના પરિવારનો જ છે.

પ્રિય સખી

પ્રિય સખી

કેટલાક લોકોએ જ્યારે શશિકલાને જયલલિતાની નોકરાણી ગણાવી ત્યારે જયલલિતાએ શશિકલા અંગે બોલતા કહ્યું કે તે તેની બહેન છે જેનો જન્મ બીજી માં થકી થયો છે. આ વાતે તે તમામ લોકો પર તમાચો ચોડી દીધો હતો જે શશિકલા વિષે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા.

જ્યાં અમ્મા ત્યાં ચિન્નમા

જ્યાં અમ્મા ત્યાં ચિન્નમા

નોંધનીય છે કે જયલલિતાનું પદ જેમ જેમ તમિલનાડુના રાજકારણમાં મોટું થતું ગયું તે જ રીતે વર્ષ 1980 બાદ જયલલિતા સાથે જ શશિકલાનું પદ અને રાજકીય કદ વધતું ગયું. શશિકલાને હંમેશા જયલલિતાની ખાસ અને નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

જયલલિતાને મનબળ આપ્યું શશિકલાએ

જયલલિતાને મનબળ આપ્યું શશિકલાએ

નોંધનીય છે કે જયલલિતાએ તેમની વ્યક્તિગત અને રાજકીય જીવનમાં અનેક ઊતાર-ચડાવ જોયા છે. આ તમામ ઉતાર ચઢાવની વચ્ચે એકાકી જીવન જીવતા જયલલિતાને શશિકલાનો જ સથવારો હતો. શશિકલાનો જયલલિતા પર વિશ્વાસ જયલલિતાને મનબળ આપતો હતો.

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

શશિકલાની પહેલી મુલાકાત 1976માં એક આઇએએસ અધિકારી દ્વારા કરાવવામાં આવી હતી. શશિકલા પહેલેથી જ જયલલિતાની ફેન હતી. શશિકલાને જયલલિતા હિરોઇન તરીકે ખૂબ જ ગમતી હતી. અને કંઇક આ જ રીતે શશિકલા અને જયલલિતાની મુલાકાતો મિત્રતામાં ફેરવાઇ ગઇ.

વીડિયો રેકોર્ડિંગની દુકાન

વીડિયો રેકોર્ડિંગની દુકાન

જયલલિતાને મળવાના પહેલા શશિકલા એક વીડિયો રેકોર્ડિંગની દુકાન ચલાવતી હતી. તે લોકોના લગ્નના વીડિયો ઉતારવાનું કામ કરતા હતા. નોંધનીય છે કે શશિકલા તેના પતિ સમતે જયલલિતાને ત્યાં રહે છે. જ્યારથી શશિકલાના મુખ્યમંત્રી બનવાની વાતો ચાલી રહી છે. તેના પતિની તબિયત હાઇ બ્લડપ્રેશનના કારણે નાજૂક છે.

જયલલિતાની પ્રતિકૃતિ શશિકલા

જયલલિતાની પ્રતિકૃતિ શશિકલા

શશિકલા તમિલનાડુની કલ્લાર સમાજથી આવે છે. હાથમાં બે મોટા હિરાની વીંટી. જયલલિતા જેવી જ ચાંદલો કરવાની સ્ટાઇલ અને જયલલિતાની જેમ જ હાથમાં રૂમાલ રાખવાની સ્ટાઇલ અનેક લોકોને જયલલિતાની યાદ અપાવે છે.

શશિકલા

શશિકલા

તમિલનાડુના મન્નારગુડ્ડી ગામમાં શશિકલાનો જન્મ થયો હતો. ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવનારી શશિકલાનું જીવન ત્યારે બદલાઇ ગયું જ્યારે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ તેનો હાથ પકડ્યો. અને આજે તેના જ કારણે તે તમિલનાડુની નવી મુખ્યમંત્રી બનવા જઇ રહી છે. તેની સામે પડકારો તો અનેક છે પણ તેણે એક લાંબી મંજિલ કાપી છે અહીં સુધી પહોંચવા માટે.

English summary
Read here some interesting facts about Sasikala Natarajan. And also see here rare photo with jayalalitha.
Please Wait while comments are loading...