Opinion: જનતાના મતે કોણ છે ‘આપ’ અને તેમના ‘બાપ’

Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીના આ દોરમાં જનતા સંપૂર્ણ પણે જાગરુક છે. આ જાગરુક જનતાની વચ્ચે ચેન્નાઇથી અમારા પાઠક દિનેશ મંડોટે પોતાનું મંતવ્ય અમને મોકલ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે દેશમાં કોણ ‘આપ' છે અને કોણ તેમના ‘બાપ' છે. દિનેશ મંડોટના મંતવ્યને અહીં પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. તમે પણ આ પ્રકારે તમારા મંતવ્યને વનઈન્ડિયા સાથે શેર કરી શકો છો.

arvind-kejriwal-31
રાહુલ ગાંધીએ કહ્યું કે, જો દેશમાં મોદીની લહેર છે, તો મોદી સુરક્ષિત બેઠક પરથી કેમ લડી રહ્યાં છે. મારા પ્રિય રાહુલ ગાંધીજી, મારો અર્થ છે ફેક ગાંધી, શું તમે સુરક્ષિત બેઠકનો અર્થ જાણો છો? શું મતે કોઇપણ નેતાનો જીતવાનો દાવો કોઇપણ બેઠક પરથી કરી શકો છો? એ અસંભવ છે, તમે કેવી રીતે કોઇ બેઠકને સુરક્ષિત બેઠક કહી શકો? તથાકથિત સેફ સીટ અને સામાન્ય સીટમાં શું તફાવત છે? બન્ને જ પ્રકારની બેઠકો પર દરેક મતદાતાને મત આપવાનો અધિકાર છે અને જનતા જેને ઇચ્છે તેને ચૂંટણી શકે છે.

જો તમે વારાણસીની વાત કરો તો ત્યાં ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદી પહેલા કોઇપણ નેતા પર મહોર લગાવી નહોતી અને આવું કરવા પર જ્યારે ચૂંટણી પંચે કોઇ પ્રશ્ન ઉઠાવ્યો નતી તો વિરોધી દળોમાં કેમ ખલબલી મચી રહી છે. મારા પ્રિય રાહુલ ગાંધીજી આ લોકતાંત્રિક વ્યવસ્થા છે. જો તમારી નજરમાં મોદી માટે વારાણસી બેઠક સેફ છે તો, તમે અમેઠી અને રાયબરેલીને શું કહેશો. શું તમે બન્ને હંમેશા આ બન્ને બેઠકો પરથી જ લડતા આવ્યા છો? તમે વારાણસી, બેંગ્લોર અથવા ગુવાહાટીથી કેમ નથી લડતાં? તમે કેમ એક સેફ સીટ પર ચીપકેલા છો?

એક સમાચારમાં મે વાંચ્યુ હતું કે કોંગ્રેસે કહ્યું કે ભાજપ વૃદ્ધોને સાઇડલાઇન કરી રહ્યું છે અને મોદીનું કદ વધારી રહ્યું છે. હવે મારો એ પ્રશ્ન છે કે શું ભાજપે પહેલાં તમને પૂછવું જોઇતું હતું કે મોદી ક્યાંથી લડે? બીજી વાત શું ક્યારેય ભાજપે એવું કહ્યું કે કોંગ્રેસનો ફલાણો નેતા ફલાણી બેઠક પરથી કેમ લડી રહ્યો છે? તો તમે શા માટે ભાજપની બેઠક વિતરણ પર માથું ફોડી રહ્યાં છો. ત્રીજી વાત જો મોદી ગુજરાતમાંથી ઉભા રહેતા તો તમે કહેતા, ‘મોદી ઘરની બહાર આવીનો જુઓ, તો હું તમને બતાવું.'

આપ અને તેમના બાપ

આશા છે કે લોકો આપ અને તેના બાપનો ખેલ સમજી ગયા હશે અને કોંગ્રેસને 10થી ઓછી બેઠક મળશે, કારણ કે પૈસા ખાનારા તમામ મંત્રીઓને પોતાની સુરક્ષિત બેઠકો પરથી હારવું જોઇએ.

અરવિંદ કેજરીવાલજી, તમને કંઇ જ માલુમ નથી કે તમે શું કર્યું છે અને શું કરી રહ્યાં છો. 60 વર્ષોમાં પહેલીવાર દેશના લોકો જાતિ, ધર્મ અને બાકી તમામ બાબતોથી બહાર નીકળીને એકજૂટ થયા હતા, દેશભરમાં જનસૈલાબ ઉઠ્યો. આ જનસૈલાબ ભ્રષ્ટ સિસ્ટમ વિરુદ્ધ હતો. બધાને આશા હતી કે તમે અને અણ્ણા હઝારે કંઇક પરિવર્તન લાવશો, બધા વિચારી રહ્યાં હતા કે આમ આદમી ઇમાનદાર છે અને આ ભ્રષ્ટ સરકારને ઉખેડીને ફેંકી દેશે અને અમારા જીવનમાં નવા પરિવર્તન લાવશે.

પરંતુ કોઇ નહોતું જાણતું કે અરવિંદ કેજરીવાલ તમે અણ્ણાના ઘરમાં ઘુસીને તેમની પીઠમાં ખંજર મારશો. જો કે હજું પણ હજારો લોકોની આશાઓ જીવંત છે. હવે તમે 24 કલાક વ્યસ્ત છો, તમે મુખ્યમંત્રી પણ બન્યા, તમારી પાછળ મોટા રાજકારણીઓનો પણ હાથ છે. તમારી અંદર મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ ફેંકવાની શક્તિ પણ છે, પરંતુ તમે જ્ચારે દિલ્હીની જનતાને કંઇ નથી આપી શક્યા તો પછી દેશની જનતા તમારી પાસેથી કેવી રીતે કોઇ આશા રાખે.

હવે તમને તમામ ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીના ગુજરાતમાં દેખાઇ રહ્યો છે, તમે કોંગ્રેસના તમામ કૌભાંડ અને ભ્રષ્ટાચાર ભૂલી ગયા. આ શું કરી દીધું અરવિંદ કેજરીવાલ તમે, હવે કેવી રીતે આમ આદમી તમારા પર વિશ્વાસ કરે. કેવી રીતે એક ઇમાનદાર વ્યક્તિ પર આમ જનતા વિશ્વાસ કરશે. શા માટે આવું કરી રહ્યાં છો. આખરે શું ઇચ્છો છો તમે, શા માટે ખોટું બોલી રહ્યા છો? આમ તો હવે તમે આમ આદમી રહ્યાં નથી. તમે હવે ખાસ આદમી બની ગયા છો, એ ખાસ આદમી જેમની વિરુદ્ધ અણ્ણાએ જંગ શરૂ કરી હતી. હવે આ કેમેરા આગળ અને કેમેરા પાછળની એક્ટિંગ બંધ કરા કારણ કે જનતા બધુ જાણી ચુકી છે.

નોંધઃ આ લેખ વાચક દ્વારા મોકલવામાં આવ્યો છે, જેમાં માત્ર ભાષામાં સુધારો કરવામાં આવ્યો છે.
લેખકઃ દિનેશ મંડોટ, વનઈન્ડિયાના વાચક છે અને ચેન્નાઇમાં રહે છે.
This column is for you: આ કોલમ તમારા માટે છે, તમે પણ અહીં કોઇપણ મુદ્દે તમારો મંતવ્ય આપવા માગો છો તો અમને મેઇલ કરો [email protected] પર. My Opinion લખવાનું ના ભૂલો.

English summary
This is reader's opinion which says the people of India must understand AAP and it's BOSS in this Lok Sabha Election. Because we will never get the opportunity of change next time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X