For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day 2018: જાણો ગણતંત્ર દિન સાથે જોડાયેલ ખાસ વાતો

દરેક ભારતીય માટે 26 જાન્યુઆરીનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે આપણા દેશની ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે એક સાતે 10 દેશોના પ્રતિનિધિ મુખ્ય અતિથિ તરીકે આવી રહ્યાં છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

દરેક ભારતીય માટે 26 જાન્યુઆરીનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પહેલીવાર આપણે ગણતંત્ર થયા હતા. આ માત્ર એક પ્રસંગ નહીં, આપણા ગૌરવ અને સન્માનનું પ્રમાણ છે. આ વર્ષે આપણા દેશની ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે એક સાતે 10 દેશોના પ્રતિનિધિ મુખ્ય અતિથિ તરીકે આવી રહ્યાં છે. આ 10 દેશોમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલીપાઇન્સ, સિંગાપુર, થાયલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે.

26 જાન્યુઆરી, 1950

26 જાન્યુઆરી, 1950

  • 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણું બંધારણ લાગુ થયું હતું.
  • ભારતનું બંધારણ એક લેખિત બંધારણ છે.
  • આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ દેશનો ધ્વજ ફરકાવે છે.
  • 395 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ સાથે ભારતીય બંધારણ એ દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે.
  • 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ

    2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ

    • ગણતંત્ર દિવસ નિમિત્તે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માન આપવામાં આવે છે.
    • જે પછી ભારતીય સેના પોતાનું શક્તિ પ્રદર્શન અને પરેડ માર્ચ કરે છે.
    • ભારતીય બંધારણની રચનામાં 2 વર્ષ, 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
    • ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

      ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

      • 26 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ગવર્મેન્ટ હાઉસના દરબાર હોલમાં ભારતના પ્રથન રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી હતી.
      • 1955થી ગણતંત્ર દિવસ સમારંભનું આયોજન રાજપથ પર થવા માંડ્યું અને અહીં જ સેના પરેડ કરતી થઇ
      • રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર

        રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર

        • ગણતંત્ર દિવસે રાજપથા ત્રિરંગો ફરકાવવામાં આવે છે. એ પછી રાષ્ટ્રગીત ગવાય છે અને 21 તોપોની સલામી આપવામાં આવે છે.
        • વર્ષ 1957માં સરકારે બાળકોને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર આપવાની શરૂઆત કરી હતી, જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અલગ-અલગ ક્ષેત્રમાં બહાદુરી માટે આપવામાં આવે છે.
        • ભવ્ય પરેડનું આયોજન

          ભવ્ય પરેડનું આયોજન

          આ પ્રસંગના મહત્વને ચિહ્નિત કરવા માટે દર વર્ષે એક ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય પરેડમાં ભારતીય સેનાના વિભિન્ન રેજિમેન્ટ, વાયુસેના, નૌસેના વગેરે સૌ ભાગ લે છે. પરેડમાં વિભિન્ન રાજ્યો તરફથી એક્ઝિબિઝન પણ યોજાય છે, જે ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રદર્શન કરે છે.

English summary
Republic Day is celebrated on January 26 to mark the day when the Indian Constitution came to force This year is Indias 69th Republic Day and like every year, here is some interesting facts about this day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X