For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી નજરનો પ્રેમ શું વ્યક્તિને સાચે થાય છે કે માત્ર કલ્પના?

વ્યક્તિ પોતાના જીવનમાં થયેલ પહેલી નજરના પ્રેમને ક્યારે પણ ભૂલી નથી શક્યા. આ પહેલી નજરનો પ્રેમ શુ છે? અને તે શું સાચે થાય છે? આ અંગે વધુ વાંચો અહીં

By Kajal
|
Google Oneindia Gujarati News

'પહેલી નજરનો પ્રેમ....' આ વાક્ય જ ધણુ છે તેના વિશે કહેવા માટે. ઘણા શાયરો, કવિઓ, લેખકોઆ એક વાત પર ઢગલો પુસ્તકો અને કથાઓ લખી નાખી છે. આપણી બોલિવૂડ ફિલ્મોમાં પણ આ વિષય સાથે ઘણી ફિલ્મો પણ બની ગઈ છે. પણ શું ખરેખર વ્યક્તિને પહેલી નજરે જ કોઈની સાથે પ્રેમ થાય છે? શું સાચે જ કોઈ વ્યક્તિને માત્ર એક વખત જોવા માત્રથી જ પ્રેમ થઈ શકે છે? કે પછી આ માત્ર એક સૂફી કથાઓની જેમ માત્ર કાલ્પનિક છે. તેને ચકાસવા એક રિસર્ચ કરવામાં આવ્યું કે, વ્યક્તિને સાચે 'લવ એટ ફર્સ્ટ સાઇડ' જેવું કંઈ થાય છે કે નહીં અને તેના જે પરિણામો આવ્યા તે જાણીને સહુ કોઇ ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ રિસર્ચ નેધરલેન્ડની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં વિધાર્થીઓ, શિક્ષકો ઉપરાંત ગૃહિણીઓ, વર્કિંગ વૂમન અને ઓફિસમાં કામ કરતા યુવાઓનો સમાવેશ કર્યો છે.

પહેલું આકર્ષણ જ પહેલો પ્રેમ

પહેલું આકર્ષણ જ પહેલો પ્રેમ

આ રિસર્ચ અનુસાર 46 ટકા લોકો એવુ માને છે કે હા, પહેલો પ્રેમ થાય છે. વાસ્તવમાં આ વાવાઝોડું વ્યક્તિમાં કિશોરા અસ્થામાં તેની અંદર ઊભો થાય છે. જે 18 થી 25 વર્ષની ઉંમર થતા તે જુવાન થઈ જાય છે. લોકોનું કહેવુ છે કે જ્યારે વ્યક્તિ કિશોર આસ્થામાં આવે છે ત્યારે તેનામાં વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો ભાવ વધારે હોય છે. અને એ જ આકર્ષણને વ્યક્તિ પહેલો પ્રેમ સમજી લે છે.

67 ટકા લોકો માને છે કે..

67 ટકા લોકો માને છે કે..

67 ટકા લોકો માને છે કે, પહેલો પ્રેમ સફળ થાય તેની સંભાવના ઘણી ઓછી હોય છે. કારણ કે મોટા ભાગે આ પ્રેમ એકતરફી હોય છે. અને જ્યાં સુધી તે વ્યક્તિને ખબર પડે કે પોતે પ્રેમમાં છે ત્યાં સુધી ઘણું મોડું થઈ જતું હોય છે.

લવ એટ ફર્સ્ટ સાઇડ

લવ એટ ફર્સ્ટ સાઇડ

સર્વે અનુસાર 18 વર્ષથી 25 વર્ષના લોકો વચ્ચે 'લવ એટ ફર્સ્ટ સાઇડ'નું પ્રમાણે વધારે જોવા મળ્યુ છે. રિસર્ચ મુજબ જાણવા મળ્યુ કે, મોટા ભાગે પહેલો પ્રેમ માત્ર શારીરિક આકર્ષણના કારણે થાય છે. જેમાં પ્રેમ અને વિશ્વાસ ઓછા જોવા મળે છે.

ઓનલાઇન સર્વે

ઓનલાઇન સર્વે

ઓનલાઇન થયેલા આ સર્વેમાં લોકોને તેમના રિસેશનશિપ વિશે પણ પુછવામાં આવ્યુ હતું. આટલું જ નહી લોકોને ઘણી અજીબ તસવીરો પણ બતાવામાં આવી હતી. તે બાદ લોકોને એ તસવીરને જોઇને કેવી લાગણીઓ થઈ છે તે વિશેના ઓપશન આપવામાં આવ્યા હતા. જેમાં પ્રેમ, ઇન્ટિંમેસી, પેશન, કમિટમેન્ટ અને શારીરિક આકર્ષણમાંથી એક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યુ હતું. જેમાં સૌથી વધુ લોકોએ શારીરિક આકર્ષણ પર ક્લિક કર્યુ હતું.

સપના અને કલ્પનાની વાતો વધારે

સપના અને કલ્પનાની વાતો વધારે

આ પરથી એક વાત તો સાબિત થાય છે કે પહેલી નજરે પ્રેમમાં, પ્રેમ બહુ ઓછો અને સપનાની વાતો વધારે હોય છે. લોકોની કલ્પના હંમેશા સુંદર હોય છે. પહેલા પ્રેમમાં પણ લોકો સામે વાળી વ્યક્તિને વાસ્તવિક રીતે જોવા કરતા પોતાની કલ્પના પ્રમાણે જુએ છે. તેથી તેને પહેલો પ્રેમ અથવા તો પ્યાર સુંદર લાગે છે. આથી જ તે તેને ક્યારે પણ ભૂલી નથી શક્તો.

English summary
Researchers found that love at first sight is strongly tied to physical attraction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X