For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવું શહેર જ્યાં 1 વર્ષ બાદ પહેલીવાર પહોંચશે સૂર્ય કિરણો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જુકાન, 20 જુલાઇ: ઠંડીમાં મીઠો મીઠો તડકો રાહતનો અહેસાસ કરાવે છે પરંતુ જો તમને કહેવામાં આવે કે દુનિયામાં એક શહેર એવું પણ છે જેને છેલ્લા 100 વર્ષોથી તડકો જોયો જ નથી તો કદાચ તમારા માટે વિશ્વાસ કરવું મુશ્કેલ બની જશે, પરંતુ આ સો ટકા સાચી વાત છે ગત સો વર્ષોથી નોર્વેના એક શહેર જુકાનના રહેવાસી શિયાળામાં તડકો નિકળવાની રાહ જોઇ રહ્યાં છે.

ઔદ્યોગિક શહેર જુકાન મધ્ય નોર્વેમાં સ્થિત એક સંકરી ઘાટીમાં વસેલું છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 100 વર્ષમાં પહેલીવાર શહેરીજનોને ઠંડીની ઋતુમાં પણ સૂર્યની કિરણોથી પોતાના ગરમ રાખવાનો અવસર મળશે. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર જો બધુ જ બરાબર રહ્યું તો ઘાટીમાં વસેલા શહેરના કિનારે સ્થિત પહાડો પર 450 મીટરની ઉંચાઇ પર લગાવવામાં આવેલા મોટા મોટા કાચ દ્વારા સૂરજની કિરણો પરાવર્તિત થઇને જુકાનના ટાઉન હોલની ઠીક સામે સ્થિત મુખ્ય ચોક પર પહોંચશે.

ગત એક જુલાઇથી શરૂ થયેલા પહાડી પર કાચ લગાવવાનું કામ પુરું થઇ ગયું છે. સોમવારે ટેક્નિશિયનો અને કારીગરોએ 50 લાખ ક્રોનર (નોર્વેની મુદ્રા)ની પરિયોજનાને અંતિમ રૂપ આપ્યું હતું. કેટલાક દસકાથી જુકાનવાસીઓને ઠંડીની ઋતુમાં સુરજની કિરણો મેળવવા માટે કેબલ કાર ક્રોસ્સોબેનન માધ્યમથી પહાડી ઉપર જવું પડતું હતું. જુકાન પર્યટક કાર્યાલયના પ્રમુખ કેરીન રોએ જણાવ્યું હતું કે શહેરીજનો પહેલાંની જેમ કેબલ કારના માધ્યમથી પહાડ પર જવાનું ચાલુ રાખશે, પરંતુ મુખ્ય ચોક પર સૂર્યના કિરણો પહોંચ્યા બાદ ત્યાં ચહેલ-પહેલ વધવાની આશા છે.

શહેરના મુખ્ય અધિકારી રૂન લિયોડોઇને કહ્યું હતું કે ઠંડીમાં શહેર સુધી સૂર્યના કિરણો પહોંચાડવાનો વિચર એટલો જ જૂનો છે, જેટલું જૂનૂ આ શહેર છે. પરંતુ પહેલાં અમારી પાસે વિકસિત ટેક્નોલોજી ન હતી, માટે કેબલ કારનો વિકલ્પ અપનાવવામાં આવ્યો. પાંચ વર્ષો સુધી વાદ-વિવાદ પછી શહેરની અધિકારીક પરિષદે મોટા કાચ લગાવવા માટે અને પરિયોજના માટે 823,000 ડૉલરના નાણાંકીય રોકાણને મંજૂરી આપી.

નોર્વે

નોર્વે

જુકાન એક ઔદ્યોગિક શહેર છે, જ્યાં કાચ લગાવીને મુખ્ય ચોક પર સૂર્યના કિરણો નાખવામાં આવશે.

નોર્વે

નોર્વે

ગત સોમવારે જ 50 લાખ ક્રોનરની ખર્ચે આ પરિયોજનાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

સંકરી ઘાટીમાં સ્થિત છે આ શહેર

સંકરી ઘાટીમાં સ્થિત છે આ શહેર

નોર્વેનું આ જુકાન શહેર એક સંકરી ઘાટીમાં આવેલું છે.

ચોકમાં પડશે સૂર્યના કિરણો

ચોકમાં પડશે સૂર્યના કિરણો

કારીગરોએ આ કાચને એ પ્રકારે ફિટ કર્યા છે કે તડકો શહેરના મુખ્ય ચોક પર પડશે. જેથી આગામી સમયે ચોક પર લોકોની ચહેલ પહેલ વધી જશે.

નોર્વે

નોર્વે

શહેરના મુખ્ય અધિકારી રૂન લિયોડોઇને કહ્યું હતું કે ઠંડીમાં શહેર સુધી સૂર્યના કિરણોને પહોંચાડવાનો વિચાર એટલો જ જૂનો છે જેટલું જૂનૂ આ શહેર છે.

English summary
Residents in Rjukan, a Norwegian industrial town nestled in a narrow valley in central Norway, will get some sunlight on the town square from this September, breaking a history of over 100 years of having no sunlight in winter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X