• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક્સક્લુઝિવઃ રાજકારણ, બોલિવુડ અને ક્રિકેટ બધે સલમાનની બબાલ

|

શું તમને ખબર છે કે રાજકારણથી લઇને બોલિવુડ સુધી લેખકથી લઇને ક્રિકેટના મેદાન સુધી એવી કઇ વાત છે જે કોમન છે? વિચારમાં પડી ગયા ને.. ચાલો અમે તમને જણાવીએ કે એ શું છે... તો એ છે સલમાન. રાજકારણ, બોલિવુડ, લેખક, ક્રિકેટમાં આ નામની વ્યક્તિઓએ જેટલી નામના મેળવી તેટલી જ તેમણે બબાલ પણ મચાવી છે.

બબાલ એવી મચાવી કે જેના કારણે સામાન્યથી લઇને ખાસ વ્યક્તિ સુધી બધા હલી ગયા.

ચાલો એક નજર નાંખીએ સલમાનના કારનામા પર...

સલમાન ખુર્શીદ

સલમાન ખુર્શીદ

ભારતના રાષ્ટ્રપતિ ડો. જાકિર હુસૈનના પૌત્ર સલમાન ખુર્શીદ હાલની સરકારમાં કાયદામંત્રી છે પરંતુ જ્યારે પણ સલમાન ખુર્શીદ કંઇક બોલે છે બબાલ મચી જાય છે. ક્યારેક તેમને અલ્પસંખ્યક આરક્ષણના ચક્કરમાં કોર્ટમાં ઢસેડવામાં આવે છે તો ક્યારેક ભ્રષ્ટાચારના આરોપો તેમના પર લાગે છે. તાજેતરમાં એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન અને આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે તેમના પર વિક્લાંગોના પૈસા ખાવાનો આરોપ લગાવ્યો છે. સતત તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. મામલો એટલો સંગીન થઇ ગયો છે કે હવે સલમાન ખુર્શીદ જાહેરમાં અરવિંદ કેજરીવાલને જાનની ધમકીઓ આપી રહ્યાં છે.

સલમાન ખાન

સલમાન ખાન

બોલીવુડના હૈન્ડસમ બેચલર આઇકોન સલમાન ખાનના ચાહકો લાખોની સંખ્યામાં છે. લાખો લોકોના દિલની ધડકન સલમાનને આજે પણ પોતાની ધડકનની પ્રતિક્ષા છે. સ્ટાર્સ સાથે મારપીટ કરવી, દારૂ પીને ફૂટપાથ પર સુતા લોકો પર ગાડી ચલાવી, કાળિયારનો શિકાર કરી કોર્ટના ચક્કર લગવવા એ સલમાન માટે સામાન્ય વાત છે. બોલિવુડનો દબંગ ખરી લાઇફમાં પણ કોઇ દબંગથી ઓછો નથી.

સલમાન રશ્દી

સલમાન રશ્દી

જાણિતા બુકર પ્રાઇઝ લેખક સલમાન રશ્દીના ઘરમાં બહોળી સંખ્યામાં પુરસ્કારો છે, પરંતુ ખરા અર્થમાં ભારતીય હોવા છતાં તે ભારત નહીં આવી શકે, કારણ કે તેમને ભારતના મુસ્લિમ સંગઠન ઇસ્લામ વિરોધી ગણાવે છે. ગયા વર્ષે જયપુરમાં ઇન્ટરનેશનલ સાહિત્ય સમ્મેલનમાં લોકો તેમને બોલાવવા માટે પાગલ હતા. જેના કારણે દેશમાં તોફાન ફાટી નિકળવાની દેહશત ઉભી થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને રશ્દીને ભારત આવતા રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ રશ્દીએ ભારતનો ઘણો મજાક ઉડાવ્યો હતો.

સલમાન બટ

સલમાન બટ

પાકિસ્તાની ક્રિકેટના આ ઉભરતા સિતારા અંગે બધા એવું વિચારતા હતા કે તે પાકિસ્તાન ક્રિકેટને સફળતાના શિખરો પર લઇ જશે, પરંતુ જરાક અમથી લાલચે સલમાન બટને એવા દલદલમાં ફસાવી દીધો છે કે હવે તેનું ત્યાથી નિકળવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય સમાન છે. સલમાન મેચ ફિક્સિંગ કરતા ઝડપાઇ ગયો, જેના કારણે આઇસીસીએ તેને સજા સંભળાવી અને રમવા પર પ્રતિબંધ મુકી દીધો. સલમાનની આ શરમજનક હરકત પર તેના પિતાએ તેને પુત્ર માનવાથી ઇન્કાર કરી દીધો.

સલમાન કોરિયોગ્રાફર

સલમાન કોરિયોગ્રાફર

કલર્સના ચર્ચિત રિયાલિટી શો ઝલક દિખલાજા થકી લોકપ્રિય બનેલા કોરિયોગ્રાફર સલમાન ગઇ સિઝનમાં પોતાની ડાન્સ પાર્ટનર યાના ગુપ્તા સાથેના રોમાન્સના કારણે ચર્ચામા આવ્યો હતો તો આ વખતે પણ તે ઇશા શેરવાનીનો ડાન્સ ડિરેક્ટર હતો. બન્ને સારુ પરફોર્મ કરી રહ્યાં હતા, ત્યાં એવા સમાચાર આવ્યા કે પોલીસે સલમાનની ધોલાઇ કરી છે. જો કે, પોલીસ દ્વારા ધોલાઇ કરવા પાછળનો ખુલાસો સલમાને વ્યવસ્થિત રીતે આપ્યો નહીં પરંતુ ત્યારબાદ ઇશા અને સલમાને શોમાં સાથે ડાન્સ ના કર્યો. ઇશાનું કહેવું હતું કે પ્રેક્ટિસ દરમિયાન તેને હાથમાં ઇજા પહોંચી છે પરંતુ લોકોનું કહેવું હતું કે સલમાન-ઇશા વચ્ચે કંઇક એવું થયું કે જેના કારણે તે ગેમમાંથી બહાર થઇ રહી છે.

મોહમ્મદ સલમાન

મોહમ્મદ સલમાન

એક અમેરિકન સંગીતકાર જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલામાં માર્યો ગયો હતો, અમેરિકામાં ઉપસ્થિત મુસલમાનોના ધર્માધિકારીના રૂપમાં જાણીતો હતો અને તેથી તેણે ઘણા વિવાદોને જન્મ પણ આપ્યો હતો.

સલમાન તસીર

સલમાન તસીર

એક સફળ બિઝનેસમેન અને પાક રાજકારણી સલમાન તસીરને પણ ઘણી નામના મળી પરંતુ તેના નામ સાથે પણ જાણે કે બબાલને ચોલી-દામનનો સાથ છે. તેમણે પણ એક ચેનલ પર એશિયા બીબી પર ટિપ્પણી કરી જેના કારણે તેમને આકરા ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

સલમાન બશીર

સલમાન બશીર

ભારતમાં પાકિસ્તાનના રાજદૂત સલમાન બશીર પર તીખી ટિપ્પણી માટે જાણીતા છે. તાજેતરમાં જ પાકિસ્તાન અને મુંબઇ પર આતંકવાદી હુમલાને લઇને ઘણી ચર્ચામાં આવ્યા હતા.

મોહમ્મદ સલમાન

મોહમ્મદ સલમાન

રાઇટ હેન્ડ બેટ્સમેન પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ સલમાનને પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હજુ લાંબો સમય નથી થયો પરંતુ લોકોએ તેને કામરાન અકમલનો વિકલ્પ કહેવાની શરૂઆત કરી દીધી છે. જેના કારણે તે ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

સલમાન અહમદ

સલમાન અહમદ

જાણીતા પાકિસ્તાની સંગીતકાર સલમાન અહમદ પણ વર્ષ 1990માં ભુટ્ટો સરકાર સાથે પોતાના જૂનન બેંડની સેન્સરશિફ માટે ઘણી બબાલ મચાવી હતી.

English summary
There are lots of Slaman, like Salman Khan, Salman Khurshid etc. Slaman, the name of Controversy, Is it true, Please Read and Give Verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more