For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 જુલાઈ એ છે શ્રાવણનો પહેલો સોમવાર, શિવને ખુશ કરવા માટે લાવો આ વસ્તુઓ

આ વર્ષે શ્રાવણ મહિનાની લોકોએ થોડી વધુ રાહ જોવી પડશે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ 18 દિવસ મોડો 28 જુલાઇથી શરૂ થશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આ વર્ષે શ્રાવણ મહિનાની લોકોએ થોડી વધુ રાહ જોવી પડશે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ 18 દિવસ મોડો 28 જુલાઇથી શરૂ થશે. જો કે, સારી વાત એ છે કે આ વખતે શ્રાવણ પૂરા 30 દિવસનો રહેશે. તે પૂરો 26 ઓગષ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે થશે.

શ્રાવણ મહિનાની તિથિ 27 જુલાઈ ના રોજ છે પરંતુ તેને ઉદય તિથિથી શરૂ માનવામાં આવશે. તેથી તેની શરૂઆત 28 જુલાઈથી માનવામાં આવશે. આ વખતે શ્રાવણમાં ચાર સોમવાર હશે. પ્રથમ શ્રાવણનો સોમવાર 30 જુલાઈ 2018 ના રોજ હશે.

આ મોકા પર અમે કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ, જે ભગવાન શિવના ખૂબ જ પ્રિય છે, જો તમે આ શ્રાવણમાં ઘરે આ વસ્તુઓ લાવો છો, તો ચોક્કસ તમને શિવજીની કૃપા મળશે.

19 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ

19 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ

આ વર્ષનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ બનશે કારણ કે 19 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બન્યો છે. આ વખતે શ્રાવણ મહિનો 28 અથવા 29 દિવસ નહીં પરંતુ 30 દિવસ સુધી ચાલશે. આવો સંયોગ 19 વર્ષ પછી થઈ રહ્યો છે. વાસ્તવમાં,આ વખતે શ્રાવણ 30 દિવસનો અધિક માસના કારણે છે.

ભસ્મ

ભસ્મ

પહેલા સોમવારે અથવા શ્રાવણના કોઈ પણ સોમવારે શિવ મૂર્તિ સાથે જો ભસ્મ રાખશો તો શિવ કૃપા મળશે.

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ

એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુથી થઇ હતી. તેથી, જો તમે તેને શ્રાવણના સોમવારે ઘરમાં લાવો છો અને ઘરના મુખીયાના રૂમમાં રાખો, તો ભગવાન શિવ અટકેલું કામ પૂરું કરે છે, અને તેનાથી આર્થિક લાભ પણ થાય છે. અને ઘણી બધી પ્રગતિ મળે છે.

ગંગા જળ

ગંગા જળ

ભગવાન શંકરે ગંગા માને પોતાની જટા માં સ્થાન આપ્યું હતું. તેથી, જો તમે શ્રાવણના સોમવારના રોજ ગંગા જળ લાવીને ઘરના રસોડામાં રાખો તો ઘરની સમૃદ્ધિમાં વધારો કરશે, પ્રગતિ અને સફળતા મળશે.

ચાંદીના નંદી

ચાંદીના નંદી

ઘરમાં ચાંદીની ગાય રાખવી મહત્વનું છે, તે જ રીતે ઘરમાં ચાંદીના નંદી રાખવાનું પણ ખાસ મહત્વ છે. તમારી તિજોરી અથવા કબાટમાં જ્યાં તમે પૈસા અને આભૂષણો મૂકો છો, ત્યાં ચાંદીના નંદી મૂકો. આનાથી તમને ફાયદો થશે અને તમારી નાણાકીય સમૃદ્ધિમાં વધારો થશે અને તે સુરક્ષિત પણ રહેશે.

ડમરુ

ડમરુ

આ શિવનું પવિત્ર વાદ્ય સાધન છે. તેના પવિત્ર ધ્વનિથી આસપાસની બધી નકારાત્મક શક્તિ દૂર ભાગે છે. ડમરુના ધ્વનિને સ્વાસ્થ્ય માટે અસરકારક માનવામાં આવે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે લાવો અને છેલ્લા દિવસે કોઈ પણ બાળકને આ ડમરુની ભેટ આપો.

ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ

ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ

ઘરના હોલમાં ચાંદી અથવા તાંબાના ત્રિશૂળ સ્થાપિત કરીને, તમે ઘરની બધી નકારાત્મક ઊર્જા ખતમ કરી શકો છો. આ વખતે શ્રાવણમાં તેને જરૂર લાવજો.

English summary
Sawan Month Start From 28 July 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X