For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શબાના આઝમીએ આપી ડેંગ્યુથી બચવાની ટિપ્સ, કહ્યુ 10 મિનિટ આ કામ જરૂર કરો

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક અભિયાન શરૂ કર્યુ છે. હવે શબાના આઝમી પણ આની સાથે જોડાઈ ગયા છે. તેમણે ડેંગ્યુથી બચવા માટે ટ્વીટ કરીને ટિપ્સ આપી છે.

|
Google Oneindia Gujarati News

વરસાદની ઋતુમાં ડેંગ્યુનો પ્રકોપ ઘમા વર્ષોથી લોકોના જીવનો દુશ્મન બની રહ્યો છે. ડેંગ્યુના કહેરથી લોકોને બચાવવા અને વધુ જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ડેંગ્યુ સામે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે અભિયાન ચલાવ્યુ છે. છેલ્લા અમુક વર્ષોથી દિલ્લી-એનસીઆર આ બિમારીના પ્રકોપમાંથી પસાર થઈ ચૂક્યુ છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક અભિયાન શરૂ કર્યુ છે. હવે શબાના આઝમી પણ આની સાથે જોડાઈ ગયા છે. તેમણે ડેંગ્યુથી બચવા માટે ટ્વીટ કરીને ટિપ્સ આપ્યા છે.

સીએમ કેજરીવાલના સપોર્ટમાં કર્યુ આ ટ્વીટ

શબાના આઝમીએ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના ડેંગ્યુ સામેના અભિયાનને સપોર્ટ કરીને લખ્યુ, ‘હું કેજરીવાલને સપોર્ટ કરુ છુ. આપણે બધા જો દર રવિવારે સવારે 10 મિનિટ પોતાના પરીક્ષણ કરીએ તો ડેંગ્યુ સામે લડી શકીએ છીએ.'

આ ટિપ્સ આપ્યા શબાનાએ

આ ટિપ્સ આપ્યા શબાનાએ

શબાના આઝમીએ આગળ લખ્યુ - એ સુનિશ્ચિત કરો કે તમારા ઘરમાં કોઈ પાણી ભરાઈ નથી રહ્યુ. જો હોય તો તેને તરત જ બહાર ફેંકો. આ ઉપરાંત તેના પર તેલ પણ નાખો. સીએમ કેજરીવાલે દિલ્લીની જનતાને અપીલ કરી છે કે તે આગલા 10 સપ્તાહ સુધી, 10 વાગે, 10 મિનિટ માટે સમય કાઢો અને તપાસ કરીને પોતાને તેમજ લોકોને ડેંગ્યુથી બચાવો.

આ પણ વાંચોઃ શશિ થરુરઃ ‘અમે બધા પીએમ મોદી સાથે છીએ, પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથી'આ પણ વાંચોઃ શશિ થરુરઃ ‘અમે બધા પીએમ મોદી સાથે છીએ, પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથી'

પપૈયાના પાંદડાનો રસ

પપૈયાના પાંદડાનો રસ

ડેંગ્યુના ઈલાજ માટે પપૈયાના પાંદડાને શ્રેષ્ઠ ઈલાજ રૂપે ઓળખવામાં આવે છે. પપૈયાના પાંદડાનો રસ કાઢીને તેને દિવસમાં બે વાર લગભગ 2-3 ચમચીની માત્રામાં લેવાથી ડેંગ્યુથી બચી શકાય છે. આમાં પ્રોટીનથી ભરપૂર પપેન નામનુ એન્ઝાઈમ હોય છે જે પાચનશક્તિને ઠીક કરે છે. આ ઉપરાંત લાલ રક્તકણોમાં પણ વધારો કરે છે.

દાડમ ખાઓ

દાડમ ખાઓ

દાડમ ખાવાથી ડેંગ્યુ તાવમાં શરીરમાં થતી લોહીની ઉણપ અને નબળાઈને દૂર કરવા માટે દાડમનુ સેવન લાભકારી હોય છે. આમાં હાજર વિટામિન ઈ, સી, એ અને ફોલિક એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ લાભકારી સાબિત થાય છે.

મેથીનુ સેવન કરો

મેથીનુ સેવન કરો

મેથીનુ સેવન ડેંગ્યુ સામે બચાવમાં મદદગાર સાબિત થાય છે. આના ઉપયોગથી શરીરમાંથી બધા હાનિકારક અને વિષયુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે.

બકરીનુ દૂધ પીઓ

બકરીનુ દૂધ પીઓ

ડેંગ્યુ તાવ આવવા પર બકરીના દૂધનુ સેવન ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આના માટે બકરીનું કાચુ દૂધ દિવસમાં બેથી ત્રણ વાર થોડી માત્રામાં પીવાથી લાભ થાય છે.

English summary
Shabana Azmi Joins Kejriwal's Anti-dengue Initiative under '10 Hafte, 10 Baje, 10 Minute' Campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X