Shimla Agreement : શું છે શિમલા કરાર? જાણો આ કરાર તુટવાથી શુું થશે?
Shimla Agreement : શિમલા કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 જુલાઈ 1972ના રોજ થયેલો એક ઐતિહાસિક કરાર છે, જેને બંને દેશો વચ્ચેના સંબંધોને શાંતિપૂર્ણ દિશામાં આગળ વધારવાનો પ્રયાસ ગણવામાં આવે છે.
હાલ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ લેતાં સિંધુ જળ કરાર સહિત અનેક પગલાં લીધાં છે. તેના જવાબમાં પાકિસ્તાને શિમલા કરાર રદ્દ કરવાની ધમકી આપી છે.

શું છે શિમલા કરાર?
1971ના યુદ્ધ બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી જીત હાંસલ કરી હતી. આ યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન અલગ થઈને બાંગ્લાદેશ બન્યું અને ભારતે લગભગ 90,000 પાકિસ્તાની સૈનિકોને જમીન પર કબ્જા સાથે યદ્ધબંદીઓ તરીકે પકડ્યા હતા.
આ યુદ્ધ બાદ 1972માં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલામાં એક મહત્વપૂર્ણ કરાર થયો હતો.
શિમલા કરારની મહત્વની બાબતો
- શાંતિપૂર્ણ વાર્તાલાપથી વિવાદોનો ઉકેલ : બંને દેશોએ નક્કી કર્યું કે તમામ વિવાદોનો ઉકેલ પરસ્પર સંવાદથી લાવવામાં આવશે, તૃતીય પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં.
- નિયંત્રણ રેખાનું સન્માન : કાશ્મીરની નિયંત્રણ રેખાને બંને દેશોએ માન્યતા આપી અને કોઈપણ પ્રકારનો એકતરફી બદલાવ નહીં કરવામાં આવે તે વચન આપ્યું.
- શાંતિ અને સંયમ : ભારત અને પાકિસ્તાને એકબીજાના વિરુદ્ધ હિંસા, યુદ્ધ કે પ્રચાર ન ચલાવવાનું નક્કી થયુ.
- યદ્ધબંદીઓ અને કબ્જાવાળી જમીનની મુક્તિ: ભારતે પાકિસ્તાનના સૈનિકોને મુક્ત કર્યા અને કબ્જાવાળી જમીન પરત કરી. સામે પાકિસ્તાનએ પણ ભારતીય સૈનિકોને છોડ્યા.
- કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય જ રાખવો: ભારત માટે આ કરારની સૌથી મોટી સફળતા એ રહી કે કાશ્મીર મુદ્દો માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ રહેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવામાં નહીં આવે.
હાલ ભારત સરકારના કડક પગલાંઓના કારણે પાકિસ્તાનમાં અસહજતા વધી છે. પાકિસ્તાને વાઘા બોર્ડર અને હવાઈ માર્ગો બંધ કર્યા છે અને શિમલા કરાર રદ્દ કરવાની ઘમકી આપી છે.












Click it and Unblock the Notifications
