શા માટે ભગાવન શિવ પીવે છે ભાંગ?

Posted By: Super
Subscribe to Oneindia News

આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમણે અનેકવાર આ પ્રશ્ન પૂછ્યો હશે. ખાસ કરીને એ લોકો દ્વારા કે જેઓ ભાંગ સાથે ઘરોબો ધરાવતા નથી અથવા તો ભાંગથી જોઇએ તેટલાં પરીચિત નથી, તેઓ દ્વારા હંમેશા પૂછવામાં આવે છે કે, ભગવાન શિવ શા માટે ભાંગ પીવે છે? ભાંગને ગાંજાના ફૂલ અને છોડમાંથી બનેલું માદક પીણું પણ આ દિવસે પીવે છે. આ એક પ્રાચીન ભારતીય પીણું છે, જેને લઇને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કે આ ભગવાનનું અમૃત છે.

ગાંજાના તત્વો તેમાં રહેલાં હોવાનાં કારણે ભાંગને હંમેશા લાંછિત થવું પડે છે. તેમ છતાં પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે કે, ભાંગએ માનવજાતિમાં મળવી આવતી સૌથી અસરકારક ઔષધી છે. ભાંગને સ્નાયુ સંબંધિત વિકાર, ચામડીના રોગો અને ઇજાઓ માટે અકસિર માનવામાં આવે છે. જોકે આપણે પાછા એ પ્રશ્ન પર આવીએ કે શા માટે ભગવાન શિવ ભાંગ પીવે છે. તો ચાલો બાબતને લઇને કહેવાયેલી કેટલીક કહાણીઓને જાણીએ તસવીરો થકી.

શું કહે છે વેદો?

શું કહે છે વેદો?

વેદો અનુસાર, જ્યારે સમુદ્રમંથન થયું હતું ત્યારે દેવો અને દાનવો દ્વારા અમૃત પીવામાં આવ્યું હતું, જેમાંના કેટલાક ટીપાં મદ્ર પર્વત પર પડ્યાં હતા, જેમાંથી છોડ ઉગ્યો અને તેના પાંદડામાંથી બનાવવામાં આવેલું પીણું દેવોને ઘણું જ પસંદ આવ્યું, તેમાં ભગવાન શંકર પણ હતા. ત્યારબાદ ભગવાન શિવ એ પીણાને માનવજાતિ માટે હિમાલયમાં લાવ્યા હતા.

ગંગાની બહેન

ગંગાની બહેન

આ ઉપરાંત અન્ય એક કહાણી અનુસાર ભાંગને દેવી ગંગાની બહેન પણ કહેવામાં આવે છે, તેથી જ ભાંગ અને ગંગા ભગવાન શિવના ખભા સાથે ખભો મિલાવીને રહે છે. અન્ય એક કહાણી અનુસાર ગાંજાનો છોડએ પાર્વતી માતાનું જ એક રૂપ છે અને તે પણ શિવ સાથે તેમની બહેન ગંગા સાથે રહે છે.

સોમ રસ

સોમ રસ

અન્ય એક પ્રાચીન કહાણી અનુસાર દેવો દ્વારા સોમરસનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને ભાંગ કહેવામાં આવે છે, જો કે, હજું સુધી એ જાણી શકાયું નથી કે સોમ અને ભાંગ એક જ સરખા પીણા છે કે અલગ અલગ.

શિવ અને ભાંગ

શિવ અને ભાંગ

ભગવાન શિવ હંમેશા ઉંડા ધ્યાનમાં રહેતા હોય છે અને ભાંગ તેમને ધ્યાનમાં રહેવામાં મદદ રૂપ થતી હતી. એટલા માટે જ સાધુઓ દ્વારા ભાંગને પીવામાં આવે છે અને ગાંજાનું ધુમ્રપાન કરવામાં આવે છે, જેથી તેઓ ભગવાન શિવની જેમ ધ્યાન ધરી શકે. ભગવાન શિવ ભાંગ પીવે છે એ વાતને લઇને અનેક કહાણીઓ કહેવામાં આવે છે, કારણ ગમે તે હોય પરંતુ જ્યારે શિવરાત્રી આવે છે ત્યારે સૌથી વધારે ભાંગ પીવામાં આવે છે.

English summary
Many of you must have asked this question so many times. Why does Lord Shiva drink Bhang? For those who are not familiar with Bhang, it is an intoxicating drink made from the leaves and flowers of the female cannabis plant. It is an ancient Indian drink which is believed to be the 'nectar of the Gods'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.