• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ લક્ષણોથી જાણો કે તમારી પ્રેમિકા તમને કરશે Dump

By Kumar Dushyant
|

જો તમે તમારીની સાથે સંબંધ બનાવી રાખવાના દરેક પ્રયત્નો કરો છો પરંતુ તેમછતાં તેની કેટલીક ટેવો તમને હંમેશા પરેશાન કરે છે, તેનો સીધો અર્થ એ છે કે હવે તે તમને ડંપ કરવાની છે.

કોઇપણ છોકરી, કોઇપણ છોકરાને ડંપ કરતાં પહેલાં કેટલીક ટેવો અને એક્ટિવિટી કરવા લાગે છે, જેથી તમે સમજી જાવ કે તેને તમારામાં રસ રહ્યો નથી અને હવે તે તમારાથી અલગ થવા માંગે છે. આજે અમે તમને એવા કેટલાક લક્ષણો વિશે જણાવીએ છીએ જે કોઇપણ છોકરી પોતાના પ્રેમીને ડંપ કરતાં પહેલાં અપનાવે છે.

 વાતચીતમાં ઉદાસીનતા આવી જાય છે

વાતચીતમાં ઉદાસીનતા આવી જાય છે

જ્યારે તમે બંને વાતચીત કરી રહ્યાં હોવ ત્યારે ઉદાસીનતા જોવા મળી. પહેલાં જેવો પ્રેમ અને આત્મીયતા ન હોય, તો સમજી જાવ કે તે તમારામાં રૂચિ ધરાવતી નથી. તમે કોઇપણ વાત કરો, તેનો ઉંધો જવાબ આપે, એવામાં તમારે સર્તક થવાની જરૂર છે. આમ તો ચહેરા હાવભાવથી જાણી શકાય છે કે તમારી વાતને ધ્યાનથી સાંભળી રહી છે કે નહી.

કારણ વિના તમારી ટીકા કરતી રહે

કારણ વિના તમારી ટીકા કરતી રહે

જો તમારી પ્રેમિકા કારણ વિના પણ તમારી ટીકા કરતી રહે તો સમજી જાવ કે તે તમારાથી અલગ થવાનું મન બનાવી લીધું છે. વાત-વાત પર કોઇની સાથે સહમત ન થવું દર્શાવે છે કે તમે તે માણસ સાથે સહજ નથી. કારણ વિના ચર્ચા કરવી પણ એક સંકેત છે.

તે તમારા માણસોને મળવા ન માંગે

તે તમારા માણસોને મળવા ન માંગે

જો તમારી પ્રેમિકા તમારા સર્કલ, મિત્રો અથવા પરિવારવાળાઓને ન મળે અથવા તેમાંથી કોઇની સાથે દિલચસ્પી ન રાખે તો પણ તમારા માટે ચિંતાની વાત છે. અચાનકથી કોઇનું તમારા સાથે અને તમારા સાથે જોડાયેલા લોકોને મળવાનું મન ન કરે તો સમજી લો કે તમારાથી દૂર જવાના પ્રયત્નમાં છે.

સંબંધમાં પહેલાં જેવો સ્પાર્ક ન રહ્યો હોય

સંબંધમાં પહેલાં જેવો સ્પાર્ક ન રહ્યો હોય

પહેલાં જ્યારે તમે મળો છો તો પ્રેમભરી વાતો થાય છે, રોમાન્સ થાય છે અને હસી-મજાક ચાલતી હોય પરંતુ જો હવે આવું ન થતું હોય તો પણ તમારા માટે આ સંબંધ ખતમ થવાના અણસાર છે. તમારી જે વાતો પર પહેલાં તે દિલ ખોલીને હસતી હતી, પરંતુ હવે તેના પર તેને ગુસ્સો આવે છે, તો સમજી જાવ કે પ્રેમની હવાએ દિશા બદલી દિધી છે.

તમારી સાથે શારીરિક રીતે પણ આનંદ ન મળતો હોય

તમારી સાથે શારીરિક રીતે પણ આનંદ ન મળતો હોય

જો તમારી પ્રેમિકાને શારીરિક રીતે પણ તમારી સાથે કોઇ રસ ન હોય, તો તમારા માટે ખતરાની વાત છે, તમારી માટે કિસ, હગ, બધુ સારું ન લાગતું હોય તો વિચાર કરો.

ભવિષ્ય વિશે કોઇ વાત ન કરવી

ભવિષ્ય વિશે કોઇ વાત ન કરવી

જો તમારી પ્રેમિકા તમારા ભવિષ્ય વિશે કોઇ વાત કરવી પસંદ ન કરતી હોય તો આ દર્શાવે છે કે તમારામાં રૂચિ ઘટી રહી છે અને ને તમારી સાથે આગળ જીંદગી વિતાવવ વિશે વિચારી રહી નથી. જેમ કે લગ્ન વિશે વાત કરવી, બાળકોને લઇને વાત ન કરવી, હનીમૂન પ્લાનિંગ ન કરવું.

તે પોતાના ઉપર ધ્યાન ન આપતી હોય

તે પોતાના ઉપર ધ્યાન ન આપતી હોય

જો તે તમને પહેલાં મળતી વખતે સારી રીતે તૈયાર થઇને આવતી હતી અને હવે તે સામાન્ય રીતે મળવા આવે છે તો સમજો તેના અંદર મળવાની ઇચ્છા મરી પરવારી છે. કોઇને મળવાની ઇચ્છા હંમેશા ચહેરા પર જોવા મળે છે. પરંતુ જ્યારે તમારે કોઇની સાથે સંબંધ ન રાખવા હોય, તો તેના માટે કોઇપણ પ્રકારની તૈયારી કરવાનું મન નથી કરતું.

English summary
If you been left scratching your head, unsure whether your relationship is just going through a difficult patch or if your girlfriend is about to dump you, it is time to do some introspection. Try to analyze if the following signs have surfaced lately:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more