For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધારે પ્રોટીન ખાવાથી થઇ શકે છે આ આડઅસરો

શરીર માટે પ્રોટીન મહત્વપૂર્ણ ઘટક છે. શરીરની સારી વૃદ્ધિ માટે પ્રોટીનથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

શરીર માટે પ્રોટીન મહત્વપૂર્ણ ઘટક છે. શરીરની સારી વૃદ્ધિ માટે પ્રોટીનથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી બાજુ, જો તેનું પ્રમાણ વધુ થઇ જાય તો પછી શરીરને ઘણા પ્રકારના નુકશાન થઇ શકે છે. પ્રોટીનનું મુખ્ય કાર્ય શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવાનું છે.

આપણી જરૂરિયાતની કુલ કેલરી 20 થી 35 ટકા પ્રોટીનથી મળવી જોઈએ. જો કે, દરરોજ કેટલું પ્રોટીન કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ તે વય,વજન અને વર્કઆઉટ રુટીન પર આધાર રાખે છે.

ચાલો આપણે જાણીએ કે પ્રોટીન વધુ માત્રામાં સેવન કરવાથી શું નુકસાન થઇ શકે છે.

વજન વધારે

વજન વધારે

એક અભ્યાસ મુજબ વધુ પ્રોટીનનું સેવન કરવાથી હાઈ પ્રોટીન લો કાર્બ આહારમાં રૂપાંતરિત થાય છે. આનાથી ધીમે ધીમે શરીરમાં ચરબી જમા થવાનું શરૂ થાય છે. જેના દ્વારા લાંબા સમય સુધી વજન વધવાનો માર્ગ બની જાય છે. જેને ઘટાડવાનું પણ મુશ્કેલ થવા લાગે છે.

કબજિયાત

કબજિયાત

પ્રોટીનની અતિશય માત્રથી શરીરમાં ફાઇબરની ઉણપ થવા લાગે છે. આનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. કબજિયાત આનું મુખ્ય કારણ છે.

મૂડ સ્વિંગ થવું

મૂડ સ્વિંગ થવું

તમને જાણીને હેરાની થશે કે વધુ પ્રોટીન ખાવાથી મૂડ સ્વિંગ થવાની સમસ્યા પણ થાય છે. કારણ કે પ્રોટીન ખાવું એનો મતલબ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ ખાવું.

ડીહાઇડ્રેશન થવું

ડીહાઇડ્રેશન થવું

વધુ પ્રોટીન લેવાથી ઘણી કિડનીને બમણી ક્ષમતા સાથે યુરિનના માધ્યમથી તેને બહાર કાઢવામાં આવે છે.જેના કારણે શરીરમાં પાણીની અપૂર્તિના કારણે તરસ લાગવા માંડે છે. તથા વારંવાર યુરિન જવાના કારણે શરીરના આવશ્યક ઘટકો મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ પણ નીકળી જાય છે. તેથી વધુ ફળો, શાકભાજી અને કઠોળનો વધુ પ્રોટીન આહાર સાથે સેવન કરવું જોઈએ. તમે મેગ્નેશિયમ અને પોટેશિયમ મેળવી શકો છો, જે પેશાબથી ખતમ થવા લાગે છે.

હાડકાં નબળા

હાડકાં નબળા

વધુ પ્રોટીનના સેવન કરવાથી હાડકાંને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ નથી મળી શકતું. જેનાથી હાડકાંને સંપૂર્ણ ઊર્જા નથી મળી શકતી. ધીમે ધીમે તેમાં નબળાઇ થવાનું શરૂ થઇ જાય છે.

હૃદયના રોગ

હૃદયના રોગ

હાઈ પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને સેચુરેટેડ ફેટનું પ્રમાણ વધે છે. જે હૃદયથી સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારવાનું શરૂ કરે છે. ઉચ્ચ એલડીએલ કોલેસ્ટેરોલના લેવલમાં વધારો થવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

ડાયરિયા

ડાયરિયા

જરૂરતથી વધારે ડેરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સના અતિશય સેવન કરવાથી ડાયરિયા થવાની સંભાવના વધી જાય છે.

ચક્કર આવવા

ચક્કર આવવા

માથાનો દુખાવો, મગજની નબળાઇ, ઊંઘ ન આવવી, ચક્કર આવવા, તણાવ વગેરે પ્રોટીનના અતિશય સેવનના કારણે થઈ શકે છે.

English summary
Silent Signs You Could Be Eating Too Much Protein.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X