For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે પણ સવારમાં નાસ્તો નથી કરતા, આ ટેવ હાર્ટ એટેકનું કારણ બની શકે!

શું તમે સવારનો નાસ્તો નથી કરતા અને રાત્રે ડિનર પણ લેટ ખાવ છો? જો તમે આ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે

|
Google Oneindia Gujarati News

શું તમે સવારનો નાસ્તો નથી કરતા અને રાત્રે ડિનર પણ લેટ ખાવ છો? જો તમે આ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તમારી ટેવ તમારા જીવ માટે ખતરનાક હોવા સાથે સાથે હૃદયથી સબંધિત સમસ્યાઓ વધારી શકે છે. તાજેતરના એક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે સવારનો નાસ્તો ન કરવો એ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. પ્રિવેન્ટિવ કાર્ડીયોલોજીના યુરોપીય જર્નલ 'ધ ફાઇડિગ્સ' માં પ્રકાશિત સંશોધન પેપરમાં બતાવામાં આવ્યું છે કે આ પ્રકારની અસ્વાસ્થયકારી જીવનશૈલીવાળા લોકોમાં અકાળ મૃત્યુ થવાની સંભાવના ચારથી પાંચ ઘણી વધી જાય છે અને બીજું હૃદયરોગના હુમલાની શક્યતામાં વધારો કરે છે.

food

આ સંશોધન હૃદયરોગના હુમલાના શિકાર 113 દર્દીઓ પર કરવામાં આવ્યું છે, જેમની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી. આમાંથી 73 ટકા પુરુષો હતા. તેમાં એવું જાણવા મળ્યું હતું કે સવારે નાસ્તો નહિ કરનારા દર્દીઓ 58 ટકા હતા, જ્યારે રાત્રનું ભોજન લેટ કરનાર લોકો 51 ટકા હતા અને 48 ટકા દર્દીઓમાં બંને પ્રકારની આદતો જોવા મળી છે.

આ ખાવ નાસ્તામાં

સંશોધકોએ સંશોધનમાં કહ્યું છે કે ખાવાની આદતમાં સુધારો કરવા માટે રાત્રિ ભોજન અને સૂવાના સમય દરમિયાન ઓછામાં ઓછા 2 કલાકનો તફાવત હોવો જોઈએ. સવારે નાસ્તામાં ફેટ ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ, દહીં અને પનીર, કાર્બોહાઇડ્રેટ જેમકે ઘઉંની રોટલી, બ્રેડ, અનાજ અને ફળોને સામેલ કરો.

વધુ ફાઇબર અને ઓટ્સ

આપણા શરીર માટે ફાયબર ખૂબ ફાયદાકારક છે પરંતુ તેનું ખુબ વધુ પ્રમાણ લેવાથી આપણે આખો દિવસ આળસ અનુભવાશે. તેથી, તમને તમારા નાસ્તામાં શુગર વગરના ઓટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

English summary
Skipping breakfast and eating a late dinner could be dangerous for your heart
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X