સમાજ સેવક અણ્ણા હઝારેએ શું રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે?

Written By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી: આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાતા અણ્ણા હઝારે લોકપાલ બિલ પાસ થયા બાદ કઇ દિશામાં જઇ રહ્યા છે તેના પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. અણ્ણા હઝારેની એક હાકલથી આખો દેશ પોતાના કામકાજ છોડીને જંતર મંતર પર એકઠો થઇ ગયો હતો. એ આંદોલન હતું ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવાનો કાયદો 'લોકપાલ'ને લાવવાનું.

અણ્ણા હઝારેની ગાંધીવાદી છબીથી આકર્ષાઇને તેમના સમર્થનમાં લોક જુવાળ ફાટી નીકળ્યું હતું, લોકોને ઘણા વર્ષો પછી અણ્ણામાં 'ગાંધી' દેખાયા અને દેશન જનતાએ એ જ કર્યું જે આઝાદીના સંઘર્ષ સમયે તત્કાલિન જનતાએ કર્યું હતું- મન મૂકીને સમર્થન. અણ્ણા હઝારેએ ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ અનશન પણ કર્યા, કેન્દ્રની યુપીએ સરકારના મનમાં ડર પેઠ્યો અને તેમણે અણ્ણાને 'જૂઠ'ના પારણા કરાવી ઉપવાસ છોડાવી દીધા.

જોકે આ લડત અહીં પૂરી ન્હોતી થઇ. ટીમ અણ્ણાએ પોતાની જંગ ચાલુ રાખી. બાદમાં કેજરીવાલે પણ ઉપવાસો કર્યા, પરંતુ સરકાર તરફથી કોઇ ગણકાર ન મળ્યો, ઉપરથી એવો ટોણો મારવામાં આવ્યો કે તમે ખુદ રાજકારણમાં આવીને લોકપાલ બિલ પાસ કરાવી લો. આ વાત કેજરીવાલના મનમાં ઘર કરી કઇ અને તેમણે રાજનીતિના માર્ગે પણ જઇ જોવા અણ્ણાને કહ્યું, પરંતુ અણ્ણા હઝારેએ કહ્યું કે 'હું મારા સિદ્ધાંતોથી બંધાયેલો છું, હું રાજનીતિમાં જઇશ નહીં, અને કોઇ રાજનેતાને સહકાર આપીશ નહીં.'

આ ઘટના બાદ 'ટીમ કેજરીવાલ' અને 'ટીમ અણ્ણા' એમ બે વિચારધારાઓ છૂટી પડી, જોકે બંનેની મંજીલ તો એક જ હતી. પરંતુ અણ્ણા હઝારે પોતાના સિદ્ધાંતો પર અડ્યા રહ્યા, અને કેજરીવાલ એન્ડ ટીમે દિલ્હી વિધાનસભામાં પોતાનું પાણી બતાવી દીધું. કેજરીવાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા. છતાંપણ અણ્ણા હઝારે તેમની સાથે આવ્યા નહીં.

બાદમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઇ- અણ્ણા હઝારે ફરી આંદોલન પર બેઠા, રાહુલ ગાંધીએ તેમના લોકપાલ બિલને મંજૂરી આપી, અને તેને સંસદમાં પાસ પણ કરાયું. જોકે કેજરીવાલ એન્ડ ટીમે કહ્યું કે આ એ લોકપાલ બિલ નથી જેના માટે દેશનો દરેક નાગરીક જંતરમંતર પર એકત્રિત થયો હતો, આમાં ઘણી બધી ઊણપો અને ક્ષતિઓ છે. હવે સ્થિતિ એ બની ગઇ હતી કે અણ્ણા અને કેજરીવાલ યુદ્ધના બે સૂરા ગણવામાં આવ્યા.

આ બધાની પછી પણ સૌથી ચોંકાવનારી બાબત ત્યારે બની જ્યારે અણ્ણા હઝારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના પડખે જઇને બેઠાં. અત્યાર સુધી રાજનીતિમાં નહીં આવવા, રાજકારણીને સપોર્ટ નહીં કરવાનું ગાણું ગાનારા હઝારેએ મમતા બેનર્જી સાથે પત્રકાર પરિષદને સંબોધી. જેમાં તેમણે મમતાને વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવાર ગણાવ્યા. હજી પણ ચોંકાવનારી બાબત એ છે કે તેઓ મમતાનો પ્રચાર કરતી એક જાહેરાતમાં પણ દેખાવા લાગ્યા છે. જોકે અહીં એક કલ્પના એ પણ કરી શકાય કે શું રાષ્ટ્રીય સ્તરે અણ્ણા હઝારે કેજરીવાલ અને મમતાને જોડવાની કડીની ભૂમિકા ભજવશે?

જોકે અણ્ણાએ કેજરીવાલને પત્ર લખીને 17 મુદ્દાઓ પર તેમને સમર્થન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે તેમને પત્રનો જવાબ નહીં મળતા તેમણે કેજરીવાલને સત્તાના ભૂખ્યા ગણાવ્યા છે. રાજનૈતિક ઢબની ટિપ્પણીઓ, મમતાના પડખે બેસીને તેમની પ્રશંસા કરવી, કેજરીવાલ પર તીખા પ્રહારો વગેરેને જોતા એક જ સવાલ ઉઠે છે કે સમાજ સેવક અણ્ણા હઝારેએ શું રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે?

'લોકપાલ'

'લોકપાલ'

આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાતા અણ્ણા હઝારે લોકપાલ બિલ પાસ થયા બાદ કઇ દિશામાં જઇ રહ્યા છે તેના પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. અણ્ણા હઝારેની એક હાકલથી આખો દેશ પોતાના કામકાજ છોડીને જંતર મંતર પર એકઠો થઇ ગયો હતો. એ આંદોલન હતું ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવાનો કાયદો 'લોકપાલ'ને લાવવાનું.

અણ્ણા હઝારેની ગાંધીવાદી છબી

અણ્ણા હઝારેની ગાંધીવાદી છબી

અણ્ણા હઝારેની ગાંધીવાદી છબીથી આકર્ષાઇને તેમના સમર્થનમાં લોક જુવાળ ફાટી નીકળ્યું હતું, લોકોને ઘણા વર્ષો પછી અણ્ણામાં 'ગાંધી' દેખાયા અને દેશન જનતાએ એ જ કર્યું જે આઝાદીના સંઘર્ષ સમયે તત્કાલિન જનતાએ કર્યું હતું- મન મૂકીને સમર્થન. અણ્ણા હઝારેએ ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ અનશન પણ કર્યા, કેન્દ્રની યુપીએ સરકારના મનમાં ડર પેઠ્યો અને તેમણે અણ્ણાને 'જૂઠ'ના પારણા કરાવી ઉપવાસ છોડાવી દીધા.

''હું મારા સિદ્ધાંતોથી બંધાયેલો છું..

''હું મારા સિદ્ધાંતોથી બંધાયેલો છું..

જોકે આ લડત અહીં પૂરી ન્હોતી થઇ. ટીમ અણ્ણાએ પોતાની જંગ ચાલુ રાખી. બાદમાં કેજરીવાલે પણ ઉપવાસો કર્યા, પરંતુ સરકાર તરફથી કોઇ ગણકાર ન મળ્યો, ઉપરથી એવો ટોણો મારવામાં આવ્યો કે તમે ખુદ રાજકારણમાં આવીને લોકપાલ બિલ પાસ કરાવી લો. આ વાત કેજરીવાલના મનમાં ઘર કરી કઇ અને તેમણે રાજનીતિના માર્ગે પણ જઇ જોવા અણ્ણાને કહ્યું, પરંતુ અણ્ણા હઝારેએ કહ્યું કે 'હું મારા સિદ્ધાંતોથી બંધાયેલો છું, હું રાજનીતિમાં જઇશ નહીં, અને કોઇ રાજનેતાને સહકાર આપીશ નહીં.'

કેજરીવાલ દિલ્હીમાં મુખ્યમંત્રી બન્યા

કેજરીવાલ દિલ્હીમાં મુખ્યમંત્રી બન્યા

આ ઘટના બાદ 'ટીમ કેજરીવાલ' અને 'ટીમ અણ્ણા' એમ બે વિચારધારાઓ છૂટી પડી, જોકે બંનેની મંજીલ તો એક જ હતી. પરંતુ અણ્ણા હઝારે પોતાના સિદ્ધાંતો પર અડ્યા રહ્યા, અને કેજરીવાલ એન્ડ ટીમે દિલ્હી વિધાનસભામાં પોતાનું પાણી બતાવી દીધું. કેજરીવાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા. છતાંપણ અણ્ણા હઝારે તેમની સાથે આવ્યા નહીં.

રાહુલ ગાંધીએ લોકપાલ બિલને મંજૂરી આપી

રાહુલ ગાંધીએ લોકપાલ બિલને મંજૂરી આપી

બાદમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઇ- અણ્ણા હઝારે ફરી આંદોલન પર બેઠા, રાહુલ ગાંધીએ તેમના લોકપાલ બિલને મંજૂરી આપી, અને તેને સંસદમાં પાસ પણ કરાયું. જોકે કેજરીવાલ એન્ડ ટીમે કહ્યું કે આ એ લોકપાલ બિલ નથી જેના માટે દેશનો દરેક નાગરીક જંતરમંતર પર એકત્રિત થયો હતો, આમાં ઘણી બધી ઊણપો અને ક્ષતિઓ છે. હવે સ્થિતિ એ બની ગઇ હતી કે અણ્ણા અને કેજરીવાલ યુદ્ધના બે સૂરા ગણવામાં આવ્યા.

મમતા બેનર્જીના પડખે જઇને બેઠાં

મમતા બેનર્જીના પડખે જઇને બેઠાં

આ બધાની પછી પણ સૌથી ચોંકાવનારી બાબત ત્યારે બની જ્યારે અણ્ણા હઝારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના પડખે જઇને બેઠાં. અત્યાર સુધી રાજનીતિમાં નહીં આવવા, રાજકારણીને સપોર્ટ નહીં કરવાનું ગાણું ગાનારા હઝારેએ મમતા બેનર્જી સાથે પત્રકાર પરિષદને સંબોધી. જેમાં તેમણે મમતાને વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવાર ગણાવ્યા. હજી પણ ચોંકાવનારી બાબત એ છે કે તેઓ મમતાનો પ્રચાર કરતી એક જાહેરાતમાં પણ દેખાવા લાગ્યા છે.

કેજરીવાલ અને મમતાને જોડવાની કડી?

કેજરીવાલ અને મમતાને જોડવાની કડી?

જોકે અહીં એક કલ્પના એ પણ કરી શકાય કે શું રાષ્ટ્રીય સ્તરે અણ્ણા હઝારે કેજરીવાલ અને મમતાને જોડવાની કડીની ભૂમિકા ભજવશે?

ક્યાં ગયા સમાજ સેવક અણ્ણા હઝાનેના સિદ્ધાંતો?

ક્યાં ગયા સમાજ સેવક અણ્ણા હઝાનેના સિદ્ધાંતો?

જોકે અણ્ણાએ કેજરીવાલને પત્ર લખીને 17 મુદ્દાઓ પર તેમને સમર્થન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે તેમને પત્રનો જવાબ નહીં મળતા તેમણે કેજરીવાલને સત્તાના ભૂખ્યા ગણાવ્યા છે. રાજનૈતિક ઢબની ટિપ્પણીઓ, મમતાના પડખે બેસીને તેમની પ્રશંસા કરવી, કેજરીવાલ પર તીખા પ્રહારો વગેરેને જોતા એક જ સવાલ ઉઠે છે કે સમાજ સેવક અણ્ણા હઝારેએ શું રાજનીતિમાં પ્રવેશ કરી લીધો છે?

English summary
Social worker Anna Hazare has been entered politics?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.