• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર જતી વખતે ધ્યાન રાખો આ વાતો

જ્યારે મેટરનિટી લીવ બાદ નવી માતાઓ કામ પર જાય છે તો આ સૂચનો તેમના માટે ઘણા ઉપયોગી હોઈ શકે છે. વાંચો
|
Google Oneindia Gujarati News

મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર પાછા ફરવુ ઘણી મહિલાઓ માટે ખૂબ તણાવપૂર્ણ હોય છે. ઘણા મહિના બાદ ફરીથી કામ પર જવુ એટલુ સરળ નથી હોતુ. આ ઉપરાંત મા માટે આ કોઈ રોકેટ સાયન્સ નથી. બાળકોને ઘરે મૂકીને જવા પર માને ઘણી બધી મુશ્કેલ ભાવનાઓમાંથી પસાર થવુ પડે છે જેના કારણે તેણે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી થાય છે. બાળકના જન્મ બાદ સ્ત્રીના શરીરમાં ઘણા બધા ફેરફાર આવે છે જેનાથી માનસિક અસંતુલન આવવાની સંભાવના પણ થાય છે.

ઉપયોગી સૂચન

ઉપયોગી સૂચન

આખા દિવસના થાક બાદ ઘરે આવીને બાળક સાથે બધુ કરવુ પણ મહિલાના માથા પર વધુ ભાર આપે છે. તમે તમારા બાળક સાથે રમવા ઈચ્છો છો અને તેની સાથે સમય પસાર કરવા ઈચ્છો છો પરંતુ સાથે જ તમારે આગલા દિવસે કામ પર જવા માટે ફ્રેશ અનુભવવાની પર જરૂર હોય છે. બધુ એક સાથે કરવુ થોડુ મોટુ કામ હોઈ શકે છે. જ્યારે મેટરનિટી લીવ બાદ નવી માતાઓ કામ પર જાય છે તો આ સૂચન તેમના માટે ઘણુ ઉપયોગી હોઈ શકે છે.

કોઈ પણ અન્ય વાત પર ધ્યાન આપતા પહેલા પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરો

કોઈ પણ અન્ય વાત પર ધ્યાન આપતા પહેલા પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરો

જ્યારે તમે મેટરનિટી લીવ બાદ કામ પર પાછા જાવ છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલા એ વિચાર આવે છે કે જ્યારે તમે ઘરે નહિ રહો ત્યારે તમારા બાળકની દેખરેખ કોણ કરશે. આના માટે તમારે પોતાના જીવનસાથી, પોતાના તપિતા કે સાસુ સસરા સાથે વાત કરવી જોઈએ કે તે તમારા બાળકની દેખરેખ રાખે. ઘણા ન્યુક્લિયર પરિવારોમાં ડે-કેર કેન્દ્રો દ્વારા અપાતી સેવાઓને સમજવી મુશ્કેલ હોઈ શકે છે. તમારો પ્લાન કંઈ પણ હોય, સૌથી પહેલા ધ્યાનપૂર્વક આના વિશે વિચારો જેમ કે બાળકની દેખરેખ માટે આયા રાખવા કે ડે-કેરમાં રાખવા માટે તમે આર્થિક રીતે સક્ષમ છો કારણકે તમારા પોતાના બાળકની જવાબદારી કોઈને બીજાને સોંપવી પડશે. કોઈના ઉપર પોતાના બાળકની જવાબદારી સોંપતા પહેલા સંપૂર્ણપણે સુનિશ્ચિત થાવ કે તે તમારા બાળકની દેખરેખ રાખવાં સક્ષમ છે કે નહિ જેથી તમે આરામથી તમારા કામ પર જઈ શકો.

આ પણ વાંચોઃ Forbes: દુનિયાના ટૉપ-20 લોકોમાં પ્રશાંત કિશોર અને કન્હૈયા કુમાર શામેલઆ પણ વાંચોઃ Forbes: દુનિયાના ટૉપ-20 લોકોમાં પ્રશાંત કિશોર અને કન્હૈયા કુમાર શામેલ

નક્કી કરો કે કામ અને જીવનના સંતુલનનો તમારા માટે શું અર્થ છે

નક્કી કરો કે કામ અને જીવનના સંતુલનનો તમારા માટે શું અર્થ છે

સૈદ્ધાંતિક રીતે આપણે જાણીએ છીએ કે માનસિક સંતોષ માટે કામ અને જીવન વચ્ચે સંતુલન હોવુ આવશ્યક છે. આ યાદીમાં ગણો કે તમે કેટલા કલાક ઓફિસના કામ માટે આપવાના છો, તમારી પ્રાથમિકતાઓ શું છે અને તેના માટે તમે કેટલો સમય કાઢશો. કૃપા કરીને એક આદર્શ વિચાર સાથે શરૂઆત કરો અને પછી પોતાની આખી સ્થિતિ અને આદતો પર વિચાર કરીને તેને યથાર્થવાદી બનાવવાનો પ્રયત્ન કરો. ઘરે બાળકોની સુરક્ષા મામલે માતાઓનુ સુનિશ્ચિત રહેવુ ખૂબ જ જરૂરી છે કારણકે ત્યારે જ તમે બાળકની ચિંતા કર્યા વિના પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરી શકશો.

કામના લક્ષ્યોમાં યથાર્થવાદી બનો

કામના લક્ષ્યોમાં યથાર્થવાદી બનો

જો એ જાણતા હોવા છતાં પણ કે ઘરે તમારુ બાળક તમારી રાહ જોઈ રહ્યુ છે, તમે વિચારતા હોવ કે તમે ઓફિસમા બધુ કામ કરી શકો છો તે જરા યથાર્થવાદી બનો. કામ વિશે જાતે જરૂરિયાતથી વધુ અપેક્ષા કરવાથી મુશ્કેલી પેદા થઈ શકે છે જેના કારણે ઘણી વાર માનસિક અને શારીરિક સમસ્યાઓ આવી જાય છે. સારુ રહેશે કે તમને પહેલેથી જ જણાવી દો કે તમે કેટલુ કામ કરી શકો છો, કોઈ કામને હા કહ્યા બાદ પાછા ન હટો. અને હા બોલતા પહેલા તે કામમાં લાગતા સમય વિશે બે વાર વિચારો.

મુખ્ય રીતે પોતાના કામ સાથે ફરીથી જોડાવ

મુખ્ય રીતે પોતાના કામ સાથે ફરીથી જોડાવ

જ્યારે તમે લાંબા સમયના અંતર બાદ કામ પર પાછા આવતા હોય તો થોડુ વિચિત્ર લાગવુ સામાન્ય વાત છે. જો કે પોતાના કામ સાથે ફરીથી જોડાવાની કોશિશ કરો. ફાઈલ્સ વાંચો, સીનિયર્સ સાથે વાત કરો. જ્યાંથી તમે છોડ્યુ હતુ ત્યાંથી ફરીથી શરૂ કરો. જ્યારે તમે કામ શરૂ કરશો તો તે બાદ પોતાના સીનિયર્સ કે પોતાના સહકર્મીઓ પાસેથી પ્રતિક્રિયા માંગો જેથી કામમાં તમારો આત્મવિશ્વાસ વધે.

English summary
some important tips To Rejoining Work After Maternity Leave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X