મોસ્ટ ઇંસ્પાઇરિંગ રાજકારિણી છે સોનિયા ગાંધીઃ સર્વે
નવી દિલ્હી, 29 નવેમ્બરઃ રાહુલ ગાંધીની રેલીઓમાં ભલે ભીડ ઓછી જોવા મળે, પરંતુ તેમની માતા સોનિયા ગાંધી આજે પણ લોકો વચ્ચે એટલા જ લોકપ્રિય છે. અને તેઓ ભારતના મોસ્ટ ઇંસ્પાઇરિંગ રાજકારિણી બની ગયા છે. આ અમે નહીં પરંતુ શાદી ડોટ કોમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. સર્વે અનુસાર સૌથી વધારે ભારતની પ્રેરણાદાયક મહિલા રાજકારિણી સોનિયા છે અને બીજા નંબર સુષ્મા સ્વરાજ છે.
5100 મહિલાઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં 36.2 ટકા મહિલાઓએ કહ્યું કે, તેમના માટે સૌથી વધારે ઇન્સપાઇરિંગ રાજકારિણી સોનિયા ગાંધી છે, જ્યારે 33.6 ટકા મહિલાઓએ સુષ્મા સ્વરાજનું નામ લીધું છે.

ખેલ ક્ષેત્રમાં મેરીકોમ સૌથી સફળ મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. તેમને 33.5 ટકા લોકોએ વોટ આપ્યા છે, બીજા નંબર પર સાઇના નહેવાલ, ત્રીજા નંબર પર સાનિયા મિર્ઝા અને ચોથા નંબર પર પીવી સિંઘૂ છે. બૉલીવુડમાં ઇન્સપાઇરિંગ મહિલાઓમાં શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન ટોપ પર છે, બીજા નંબર પર એશ્વર્યા રાય, ત્રીજા નંબર પર માધુરી દિક્ષીત અને ચોથા નંબર પર કાજોલ છે.
આ સર્વેક્ષણ એક સંકેત એ પણ આપે છે કે જે લોકો રાહુલ ગાંધીની ઓછી થતી લોકપ્રીયતાથી કોંગ્રેસના પતનની વાતો કરી રહ્યાં છે, એ જાણી લેકે હજુ સોનિયા ગાંધીની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી. અને તેમની અસર આવનારી લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
