Video: તાલિબાને પાકિસ્તાની મીડિયાને આપી ધમકી, સચિનના વખાણ બંધ કરો
ઇસ્લામાબાદ, 27 નવેમ્બર: પાકિસ્તાન તાલિબાનના કમાન્ડરે એક વીડિયો જાહેર કરી પાકિસ્તાની મીડિયાને સચિન તેંડુલકરની પ્રશંસાથી બચવા માટે કહ્યું છે. તાલિબાન કમાન્ડરે કહ્યું છે કે પાકિસ્તાની મીડિયાએ સચિન તેંડુલકરના કવરેજની અવગણના કરવી જોઇએ કારણ કે તે એક ભારતીય છે.
તાલિબાની કમાન્ડરનો આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક જોરદાર પ્રચલિત થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે થોડા દિવસો પહેલાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે અને તેમને ભારત રતન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ વીડિયોમાં પાક તાલિબાની કમાન્ડર એક-47 સાથે લેંસ બે ગનમેન સાથે બેઠ્યા છે અને તે ચેતાવણી આપતાં કહી રહ્યાં છે કે સચિન તેંડુલકર ભારતીય છે, એટલા માટે પાકિસ્તાની મીડિયાએ તેની પ્રશંસા કરવી ન જોઇએ.
શાહિદે કહ્યું હતું કે આ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાની મીડિયા તેની પ્રશંસા કરે છે. તો બીજી તરફ પાકિસ્તાની મીડિયા કેપ્ટન મિસબાહ ઉલ હકની ટીકા કરી રહ્યું છે. સચિન તેંડુલકર ભલે સારો ખેલાડી હોય, તેની પ્રશંસા ના કરો કારણ કે તે ભારતીય છે. હક ગમે તેટલું ખરાબ રમે, તેની પ્રશંસા કરવી જોઇએ કારણ કે તે પાકિસ્તાની છે. પાકિસ્તાની મીડિયાએ સચિન તેંડુલકરના વિદાય ભાષણનું સીધું પ્રસારણ કર્યું હતું. સમાચાર પત્રોમાં તેના વખાણ કરતાં લખ્યું હતું કે તેમની ગેરહાજરી ક્રિકેટને સાલશે.
સચિન તેંડુલકરે 1989માં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ રમી હતી. ઉર્દૂ દૈનિક ઇન્સાફે લખ્યું હતું કે સચિન તેંડુલકર જેવા ક્રિકેટરો રોજ પેદા થતા નથી. બધા તેમને પ્રેમ કરે છે અને તેમની ઇજ્જત કરે છે. તો બીજી તરફ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અને ડેલી ટાઇમ્સે તેમને સારા બેસ્ટમેન ગણાવ્યા હતા.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/aTPPbnBtnQk" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
