પતિ-પત્ની વચ્ચેના ઝગડા પર થયો સર્વે, બહાર આવી આ ચોંકવનારી વાતો

Posted By:
Subscribe to Oneindia News

પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર નાની મોટી વાતે ઝગડા થતા રહેતા હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં આવા ઝગડાને જીવનની એક કડવી સચ્ચાઇ રૂપે સ્વીકારી લેવામાં આવી છે. પણ હાલમાં જ એક સર્વેમાં પતિ પત્ની વચ્ચે થતા ઝગડા અંગે કેટલીક રસપ્રદ માહિતી જાણવા મળી છે.

Read also: OMG: ભારતમાં સૌથી વધારે પગાર આ નોકરીઓ પર મળે છે?

સર્વેમાં જાણવા મળ્યું છે કે આજ કાલના ઝગડામાં પતિ પત્ની વધુ પડતી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. વળી બન્ને લોકો વચ્ચે માન અને સમજદારી પણ ઓછી થઇ છે. ત્યારે જાણો સર્વે મુજબ કંઇ માહિતી બહાર આવી છે....

અભદ્ર ભાષાનો ઉપયોગ

અભદ્ર ભાષાનો ઉપયોગ

સર્વે મુજબ 90 ટકા પતિ પત્ની સ્વીકાર્યું કે તે ઝગડા દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે.વળી યંગ કપલની વચ્ચે ઝગડા થવાની સંભાવના 80 ટકા વધુ છે. જેમાં શારીરિક હિંસા થવાનો દર પણ વધ્યો છે.

અકસ્માત

અકસ્માત

ટ્રાફિકના એક અન્ય સર્વે મુજબ રોડ પર જે અકસ્માતો થાય છે તેમાંથી 25 ટકા કિસ્સામાં પતિ પત્નીના ઝગડા પછી આવેશમાં ગાડી ચલાવવાના કારણે અકસ્માત થયો હોવાના તારણો બહાર આવ્યા છે.

જાહેરમાં ઝગડા

જાહેરમાં ઝગડા

પહેલા લોકો ઘરની વાતો ઘરમાં જ રાખવાનું માનતા હતા. પણ હવે જાહેરમાં ઝગડા કરવામાં પણ કપલ પાછી પાની નથી કરતા. આવા કિસ્સાઓમાં પણ 79 ટકા વધારો થયો છે.

તલાક

તલાક

નોંધનીય છે કે બીજી તરફ ગત પાંચ વર્ષોમાં તલાકના કિસ્સાઓ પણ વધ્યા છે. પહેલાના સમય કરતા પતિ પત્ની વચ્ચે હવે સમજદારી અને એક બીજા પ્રતિ માન સન્માન ઓછા થયા છે. વળી આજકાલ નજીવી બાબતોમાં પણ લોકો તલાક લઇ રહ્યા છે તેવા પણ કિસ્સા જોવા મળી રહ્યા છે.

English summary
Survey: Husband wife fights became worse nowadays. Read here more.
Please Wait while comments are loading...